• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ધાર્મિક
  • /Budh Gochar 2026: 5 નવેમ્બર સુધી નસીબ આપશે સાથ, લક્ષ્મી-નારાયણ યોગથી આ રાશિઓને મળશે મોટો લાભ

Budh Gochar 2026: 5 નવેમ્બર સુધી નસીબ આપશે સાથ, લક્ષ્મી-નારાયણ યોગથી આ રાશિઓને મળશે મોટો લાભ

Budh Gochar 2026: તુલા રાશિમાં 26 સપ્ટેમ્બર એ બુધ ગ્રહ પ્રવેશ કરશે. બુધ ગોચર સાથે તુલા રાશિમાં બુધ શુક્રની યુતિથી લક્ષ્મી નારાયણ યોગ સર્જાશે. આ યોગનો પ્રભાવ 26 સપ્ટેમ્બરથી 5 નવેમ્બર સુધી રહેશે. જેનો લાભ મેષ, મિથુન સહિતની રાશિઓને થશે. તો ચાલો જાણીએ બુધ શુક્રની યુતિ કઈ રાશિને કેવો લાભ કરશે.

Written ByKrupa Shah
Published: Sep 23, 2026, 12:49 PM IST|Updated: Sep 23, 2026, 01:00 PM IST
joinshare
Budh Gochar 2026: 5 નવેમ્બર સુધી નસીબ આપશે સાથ, લક્ષ્મી-નારાયણ યોગથી આ રાશિઓને મળશે મોટો લાભ

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    દરિયા કિનારે પિકનિક મનાવવા પહોચ્યું હતું મિત્રોનું ગ્રુપ, મોજામાં ફસાતા 8 વિદ્યાર્થીઓના મોત, મહારાષ્ટ્રમાં મોટી દુર્ધટના

    દરિયા કિનારે પિકનિક મનાવવા પહોચ્યું હતું મિત્રોનું ગ્રુપ, મોજામાં ફસાતા 8 વિદ્યાર્થીઓના મોત, મહારાષ્ટ્રમાં મોટી દુર્ધટના

    2

    ICC World Cup 2027 Schedule: ભારતના ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન, કોની સામે ક્યારે રમશે ટીમ ઈન્ડિયા? જુઓ ફુલ શેડ્યૂલ

    3

    TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

    4

    IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

    5

    ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Budh Gochar 2026: દરેક ગ્રહ સમયાંતરે રાશિ અને નક્ષત્ર બદલે છે. જ્યારે ગ્રહની ચાલ બદલાય છે તો તેની અસર 12 રાશિના લોકો પર પણ જોવા મળે છે. આ ક્રમમાં 26 સપ્ટેમ્બરે બુધ ગ્રહ પોતાની રાશિ બદલશે. બુધ ગ્રહ 26 સપ્ટેમ્બરથી તુલા રાશિમાં ગોચર કરશે. આ દિવસે ભાદરવા મહિનાની પૂનમ પણ છે અને બુધના ગોચરથી લક્ષ્મીનારાયણ યોગ પણ સર્જાશે. કારણ કે તુલા રાશિમાં પહેલાથી જ શુક્ર ગ્રહ ગોચર કરે છે. શાસ્ત્ર અનુસાર શુક્ર અને બુધની યુતિ સર્જાય ત્યારે લક્ષ્મીનારાયણ યોગ બને છે.

    તુલા રાશિમાં બુધ ગ્રહના પ્રવેશથી જે લક્ષ્મીનારાયણ યોગ સર્જાશે તેનો પ્રભાવ 5 નવેમ્બર સુધી રાશિઓ પર પડશે. બુધ ગ્રહના તુલા રાશિમાં ગોચરથી સૌથી વધુ ફાયદો મેષ, મિથુન, કન્યા, તુલા, ધન અને કુંભ રાશિના લોકોને થઈ શકે છે. આ રાશિના લોકોને લક્ષ્મીનારાયણ યોગથી કેવું ફળ મળશે? ચાલો વિસ્તારપૂર્વક જણાવીએ.

    મેષ રાશિ

    મેષ રાશિના સપ્તમ ભાવમાં બુધનું ગોચર થશે. જેના કારણે મેષ રાશિના લોકોને વેપારમાં અને કામકાજમાં ફાયદો જોવા મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે, મનમાં પ્રસન્નતા રહેશે. આ સમય દરમિયાન મહેનત કરવાનું જૂનુન રહેશે જે તમને સફળતા અપાવી શકે છે. નવા વાહનની ખરીદી માટે પ્રયત્ન કરતા લોકોને ભાગ્ય સાથે આપી શકે છે

    મિથુન રાશિ

    મિથુન રાશિના લોકો માટે પણ બુધનું ગોચર લાભકારી શબ્દો થશે. પાંચમા ભાવમાં બુધનું ગોચર થશે જે વેપારમાં ફાયદો થવાની શક્યતા દર્શાવે છે. આ સમય દરમિયાન મિથુન રાશિના લોકોને નવી તક મળી શકે છે. આર્થિક લાભની મોટી તક હાથમાં આવી શકે છે. સામાજિક ક્ષેત્રમાં લાભ મળવાની વધારે સંભાવના. આ સમય દરમિયાન આર્થિક સ્થિતિ અનુકૂળ રહી શકે છે. બચતમાં વધારો થવાની સંભાવના. સંતાન પક્ષથી મનમાં પ્રસન્નતા રહેશે

    કન્યા રાશિ

    કન્યા રાશિના લોકો માટે પણ બુધનું ગોચર શુભ સાબિત થઈ શકે છે. લક્ષ્મીનારાયણ યોગના પ્રભાવથી પરિવારમાં સુખ સહયોગ વધી શકે છે. આ સમય દરમિયાન મનોબળ મજબૂત થશે અને લોકોનો સહયોગ પ્રાપ્ત થઈ શકે. કન્યા રાશિની આર્થિક સ્થિતિ પણ અનુકૂળ રહી શકે છે. નોકરીમાં સારી તક પ્રાપ્ત થવાની સંભાવના.

    તુલા રાશિ

    તુલા રાશિના જાતકો માટે પણ બુધનું ગોચર લાભકારી છે. આ રાશિમાં જ બુધ અને શુક્રની યુતી બનવાની છે જે વેપારમાં પ્રગતિ કરાવી શકે છે. નવી ડીલ પણ ફાઇનલ થઇ શકે છે. વૈવાહિક જીવનમાં સુખ વધી શકે. જીવનસાથી સાથે સમજદારી વધી શકે. તુલા રાશિના લોકોને બુધ અને શુક્રની યુતી સૌથી વધુ ફાયદો કરાવી શકે છે.

    ધન રાશિ

    તુલા રાશિમાં બુધનું ગોચર ધન રાશિના 11 માં ભાવમાં થઈ રહ્યું છે. બુધ અને શુક્રની યુતી ધન રાશીના લોકોની કમાણીમાં વધારો કરાવી શકે છે. ધન લાભથી નવી તકો પ્રાપ્ત થઈ શકે. ખર્ચ પર કંટ્રોલ થશે અને બચતમાં વધારો થઈ શકે. પરિવાર તરફથી લાભ મળવાની સંભાવના. અટકેલી યોજના પર કામ પૂર્ણ થઈ શકે. યાત્રાના યોગ પણ બની રહ્યા છે. સરકારી ક્ષેત્ર તરફથી લાભ થઈ શકે છે.

    કુંભ રાશિ

    કુંભ રાશિના લોકો માટે પણ બુધનું ગોચર શુભ સાબિત થઈ શકે છે. બુધ અને શુક્રની યુતી ભાગ્ય ભાવમાં બની રહી છે જેના કારણે જે સમસ્યાઓ આવી રહી હતી તે દૂર થઈ શકે અને સકારાત્મક પરિણામ મળી શકે છે. 5 નવેમ્બર સુધીમાં અણધાર્યો મોટો લાભ થવાની પણ સંભાવના છે. આ સમય દરમિયાન સંપર્કોથી લાભ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં સહકર્મચારીઓ તરફથી સહયોગ પ્રાપ્ત થશે. લાંબા અંતરની યાત્રા થવાના યોગ પણ બની રહ્યા છે. આ સમય દરમિયાન અગાઉનો અનુભવ કામ આવશે અને તેનાથી ફાયદો પણ થશે.

    (Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    Budh Gochar