SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Toran: દિવાળી પર ઘરના મુખ્ય દરવાજા પર કયું તોરણ લગાવવું શુભ ? જાણો

Toran For Main Door: દિવાળીના પર્વ દરમિયાન ઘરના મુખ્ય દરવાજા પર તોરણ અને લાભ શુભ લગાડવામાં આવે છે. તો ચાલો આજે તમને જણાવીએ દિવાળી પર ઘરના મુખ્ય દરવાજા પર કયું તોરણ લગાવવું જોઈએ.

Written By Krupa Shah
Published: Nov 01, 2026, 04:22 PM IST | Updated: Nov 01, 2026, 04:25 PM IST
Join

Toran For Main Door: એકાદશીથી દિવાળીના તહેવારોની શરૂઆત થઈ જાય છે. દિવાળીનો પર્વ શરૂ થાય એટલે સૌથી પહેલા ઘરના મુખ્ય દરવાજા પર તોરણ લગાવવામાં આવે છે. દિવાળી સમયે લોકો ઘરના મુખ્ય દરવાજા પર અલગ અલગ પ્રકારના તોરણ લગાવતા હોય છે. કેટલાક લોકો લીલા પાનના તોરણ લગાવે છે, કેટલાક લોકો પીળા ફૂલનું તોરણ લગાવે છે તો પછી કેટલાક લોકો આર્ટિફિશિયલ વસ્તુઓથી બનેલા તોરણ લગાવે છે. આ બધા જ તોરણમાંથી વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ ઘર માટે શુભ તોરણ કયું છે આવો તમને જણાવીએ.

આ પણ વાંચો: Weekly Horoscope: ધનતેરસથી દિવાળી સુધીમાં આ રાશિઓનું ચમકશે ભાગ્ય, વાંચો સાપ્તાહિક રાશિફળ

દિવાળી સમયે ઘરને શણગારવામાં આવે છે. ઘરના મુખ્ય દરવાજા પર તોરણ લગાવવામાં આવે છે અને રંગોળી કરવામાં આવે છે. તોરણમાં લોકો અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે. ઘણા લોકો બજારમાં મળતા રેડીમેટ તોરણનો ઉપયોગ કરે છે તો ઘણા લોકો આંબાના પાન કે આસોપાલવના પાનનું તોરણ લગાવે છે. ધાર્મિક માન્યતા અનુસાર દિવાળીના પર્વ દરમિયાન ઘરના મુખ્ય  દરવાજા પર તોરણ લગાવવું જરૂરી છે. ઘરના દરવાજા પર તોરણ શા માટે લગાડવું અને તેનું મહત્વ શું છે? સૌથી પહેલા એ જાણીએ.

તોરણનું મહત્વ

ધાર્મિક માન્યતા અનુસાર તોરણ શુભ સામગ્રીઓથી બનાવેલું હોય છે. જેમાં લીલા પાન, ફુલ અને સુતરના દોરાનો ઉપયોગ થયો હોય છે. શુભ વસ્તુઓથી બનેલું તોરણ ઘરના મુખ્ય દ્વાર લગાડવાથી સકારાત્મકતા સુખ અને સમૃદ્ધિ આકર્ષિત થાય છે. જોકે હવે તો બજારમાં રેડીમેટ તોરણ પણ મળવા લાગ્યા છે. આવા તોરણનો ઉપયોગ કરતા પહેલા એ જાણી લેવું જોઈએ કે ઘરના મુખ્ય દરવાજા પર દિવાળીના પર્વ દરમિયાન કયા પ્રકારના તોરણનો ઉપયોગ કરવો જોઈએ અને કયા પ્રકારના તોરણ લગાડવાનું ટાળવું જોઈએ. તો ચાલો જાણીએ દિવાળી સમયે ઘરના મુખ્ય દરવાજા પર કેવું તોરણ લગાવવું શુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો: Shadashtak Yog 2026: 31 ઓક્ટોબરથી આ રાશિઓના દુ:ખના દિવસો થશે શરુ, ગુરુ-શનિની ખતરનાક યુતિ કરશે પરેશાન

આંબાના પાનનું તોરણ

આંબાના પાનનો ઉપયોગ પાઠ, પૂજા અને શુભ કાર્યમાં કરવામાં આવે છે. કળશ સ્થાપના કરવાની હોય તો પણ આંબાના પાનનો ઉપયોગ થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર આંબાના તાજા પાનથી બનાવેલું તોરણ લગાવવું અત્યંત શુભ છે. આંબાના પાન સુખ સમૃદ્ધિનું પ્રતીક ગણાય છે. દિવાળીના પર્વ પર ઘરના દરવાજા પર આંબાના પાનનું તોરણ લગાવવું હોય તો આંબાના ઝાડ પરથી આખા પાન તોડવા અને સુતરના દોરામાં આંબાના પાન પરોવીને જાતે તોરણ બનાવવું.

આસોપાલવના પાનનું તોરણ

આંબાના પાનની જેમ આસોપાલવના પાનનું તોરણ પણ ઘરમાં લગાડવામાં આવે છે. આસોપાલવનું ઝાડ પણ શુભતા અને સમૃદ્ધિ નું પ્રતીક છે. આસોપાલવના આખા પાન તોડી તેનું તોરણ બનાવીને ઘરના મુખ્ય દરવાજા પર લગાવવું શુભ માનવામાં આવે છે. જો તમારા ઘરની નજીક આસોપાલવના ઝાડ હોય તો તમે જાતે આ તોરણ બનાવી શકો છો.

આ પણ વાંચો: Evil Eye Remedies: સુખ, સંબંધ કે સમૃદ્ધિને લાગી છે નજર ? તો શનિવારે કરો આ 5 માંથી કોઈ એક ઉપાય

પીળા ફૂલનું તોરણ

ઘરના મુખ્ય દરવાજા પર પીળા ફૂલથી બનેલું તોરણ પણ લગાડી શકાય છે. ઘણા લોકો પીળા ફૂલ અને લીલા પાનથી બનેલું તોરણ ઘરના મુખ્ય દરવાજા પર લગાડે છે. આ પ્રકારનું તોરણ પણ શુભ ગણાય છે. જોકે ફૂલનું તોરણ લગાવ્યું હોય તો એક વાતનું ધ્યાન રાખો કે જ્યારે ફુલ કરમાઈ જાય ત્યારે તોરણ ઉતારી લેવું કરમાયેલા ફૂલનું તોરણ દરવાજા પર રાખવું અશુભ ગણાય છે.

રેડીમેડ તોરણ

જો તમે રેડીમેડ તોરણનો ઉપયોગ કરવા માંગો છો તો તેમાં મોતી, કોડી જેવી શુભ વસ્તુઓથી બનેલા તોરણનો ઉપયોગ કરી શકાય છે. તોરણ ખરીદી વખતે તેના રંગનું ખાસ ધ્યાન રાખવું. મુખ્ય દ્વાર માટે લીલો, લાલ, પીળો રંગ શુભ ગણાય છે. તોરણ ખરીદીથી વખતે એ વાત પર પણ ધ્યાન આપવું કે તેમાં વપરાયેલી સામગ્રી તૂટેલી ન હોય. તૂટેલું તોરણ લગાડવું અશુભ ગણાય છે.

જો તમે આંબા કે આસોપાલવના પાનનું રેડીમેડ તોરણ લાવીને દિવાળી સમયે ઘરના દરવાજા પર લગાવો છો. તો પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તોરણમાં વપરાયેલા પાન સુકાયેલા કે વાસી ન હોય. તોરણ હંમેશા તાજા પાનનું બનેલું હોય તેવું જ લેવું. તોરણના પાન જ્યારે સુકાવા લાગે તો તુરંત જ તેને ઉતારી લેવું જોઈએ. સુકાયેલા પાનનું તોરણ દિવસો સુધી ઘરના મુખ્ય દરવાજા પર રાખવું નહીં.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES