SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Karwa Chauth 2026: લગ્ન પહેલાં કરવા ચોથનું વ્રત કરવું જોઈએ કે નહીં ? કુંવારી યુવતીઓ ખાસ જાણી લે આ નિયમો

Karwa Chauth 2026: સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય અને સુખાકારી માટે કરવા ચોથનું વ્રત કરે છે. કરવા ચોથના વ્રતને લઈને યુવતીઓના મનમાં પ્રશ્ન હોય છે કે લગ્ન પહેલા આ વ્રત પ્રિય પાત્ર કે ઈચ્છિત વરની પ્રાપ્તિ માટે કરી શકાય કે નહીં ? તો ચાલો જાણીએ આ વ્રત યુવતીઓ લગ્ન પહેલા કરી શકે કે નહીં

Written By Krupa Shah
Published: Oct 23, 2026, 02:10 PM IST | Updated: Oct 23, 2026, 02:12 PM IST
Join

Karwa Chauth 2026: કરવા ચોથ સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે ખાસ હોય છે. કરવા ચોથના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખાકારી માટે નિર્જળા વ્રત કરે છે. આ વ્રતમાં સૂર્યોદયથી મહિલાઓ નિર્જળા વ્રત કરે છે અને રાત્રે ચંદ્ર ઉગે પછી તેની પૂજા કરીને વ્રત ખૂલે છે. આ વર્ષે કરવા ચોથ કરવા ચોથનું વ્રત 29 ઓક્ટોબર 2026 અને ગુરુવારે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ તો કરતી જ હોય છે પરંતુ કુંવારી યુવતીઓ પણ પોતાના પ્રિય પાત્ર માટે કે પછી ઈચ્છિત વરની પ્રાપ્તિ માટે આ વ્રત કરવા માંગતી હોય છે. તો ચાલો જાણીએ શાસ્ત્ર અનુસાર કરવા ચોથનું વ્રત લગ્ન પહેલા કરવું યોગ્ય છે કે નહીં.

આ પણ વાંચો: Budh-Shukra Vakri: તુલા રાશિમાં 2 ગ્રહ વક્રી, આ રાશિઓના લોકોને પૈસા અને પ્રેમ ગુમાવવાનો વારો આવી શકે

લગ્ન પહેલાં કરવા ચોથનું વ્રત

કુંવારી યુવતીઓ પણ કરવા ચોથનું વ્રત કરી શકે છે. શાસ્ત્રમાં આ વ્રત કરવાની લઈને કોઈ મનાઈ નથી. કુંવારી યુવતીઓ ઇચ્છિત વરની પ્રાપ્તિ માટે આ વ્રત કરી શકે છે. પરંતુ કુંવારી યુવતીઓ માટે વ્રતના નિયમો બદલી જાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ જે રીતે વ્રત કરતી હોય છે તે રીતે કુંવારી યુવતીઓએ વ્રત કરવું નહીં. કુંવારી યુવતીઓ પણ પોતાના પ્રિય પાત્ર માટે કે પછી ઇચ્છિત વરની પ્રાપ્તિ માટે કરવા ચોથનું વ્રત કરી શકે છે.

કુંવારી યુવતી માટે કરવા ચોથના વ્રતના નિયમ

સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે કરવા ચોથના વ્રતના નિયમો અલગ હોય છે. જો કોઈ કુંવારી યુવતી લગ્ન પહેલા કરવા ચોથનું વ્રત કરવા માંગે તો તેણે સૌભાગ્યવતી સ્ત્રીઓની જેમ વ્રત કરવાનું નથી હોતું. કુંવારી યુવતીઓએ કરવા ચોથ દરમિયાન આ ખાસ નિયમોનું પાલન કરવાનું હોય છે.

કુંવારી યુવતીઓ માટે કરવા ચોથની પૂજા

1. સૌભાગ્યવતી સ્ત્રીઓને તેની સાસુ સરગી આપે છે અને વહેલી સવારે ભોજન કરાવે છે. કુંવારી યુવતીઓ માટે આ નિયમ ફરજિયાત હોતો નથી. સૂર્યોદય પહેલા સરગીમાં કોઈપણ વસ્તુ કુમારી યુવતીઓ ખાઈ શકે છે.

આ પણ વાંચો: Vastu Tips: મફતની વસ્તુની લાલચ બનાવી દેશે ગરીબ, આ 4 વસ્તુ મફતમાં લેવાથી આવી જશો રસ્તા પર

2. સૂર્યોદય પહેલા ભોજન કરી સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરવા. ત્યાર પછી ભગવાન ગણેશ અને ભગવાન શિવની સામે વ્રત કરવાનો સંકલ્પ કરવો અને તેમની પૂજા કરવી. કુંવારી યુવતીઓ કરવા ચોથના વ્રત દરમિયાન પાણી પણ પી શકે છે અને ફળ પણ ખાઈ શકે છે.

3. કરવા ચોથની પૂજા પહેલા સૌભાગ્યવતી સ્ત્રીઓ સાથે મળીને વ્રત કથા સાંભળે છે અને પછી થાળી ફેરવવાની વિધિ કરે છે. કુંવારી યુવતીઓ માટે આ નિયમ પણ ફરજિયાત નથી. તેમના માટે આ પ્રકારે પૂજા કરવી જરૂરી નથી. સાથે જ વ્રત ખોલતી વખતે પણ સોળ શણગાર કરવો ફરજીયાત નથી.

4. કરવા ચોથની રાત્રે ચંદ્ર ઉગે એટલે તેના દર્શન કરી ચંદ્રની પૂજા કરીને કુંવારી યુવતીઓ પાણી પીને વ્રત ખોલી શકે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓની જેમ ચારણીમાંથી ચંદ્ર જોવો, પતિનો ચહેરો જોવો જેવી વિધિ જરૂરી નથી. ચંદ્રની પૂજા કરી કુંવારી યુવતીઓએ વ્રત ખોલવું.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES