સામાન્ય રીતે લોકો ઘરની વસ્તુઓની ખરીદી કરવા સાંજે બધા કામથી ફ્રી થઈને નીકળતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આપણા ઘરની જ કેટલીક વસ્તુઓ એવી હોય છે જે રાત્રે ખરીદવામાં આવે તો અશુભ ગણાય છે ? ઘરની અન્ય કોઈપણ વસ્તુ તમે સૂર્યાસ્ત પછી ખરીદી શકો છો પણ આ વસ્તુઓ ખરીદવાની ભુલ ક્યારેય કરવી નહીં.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર 5 વસ્તુઓ એવી છે જેની ખરીદી સૂર્યાસ્ત પહેલા જ કરવી જોઈએ. જો સૂર્યાસ્ત થઈ જાય તો આ વસ્તુઓ ખરીદવાનું ટાળવું. આ 5 વસ્તુઓની ખરીદી બીજા દિવસે કરી લેવી પણ રાતના સમયે તેને ખરીદી ઘરે લાવવાની નહીં. વાસ્તુ અનુસાર આ વસ્તુઓ રાતના સમયે ઘરમાં આવે તો તેની નેગેટિવ અસર ઘરની બરકત પર થાય છે.
ધાર્મિક માન્યતા અનુસાર સૂર્યાસ્ત પછીનો સમય ઘરમાં માતા લક્ષ્મીના આગમનનો હોય છે. આ સમય પૂજા પાઠ માટે ખાસ હોય છે. આ સમયે ઘરમાં અમુક વસ્તુઓ ખરીદીને ન લાવવી જોઈએ. આ વસ્તુઓ ઘરમાં સૂર્યાસ્ત પછી આવે તો ઘરની સુખ-શાંતિ અને આર્થિક સ્થિતિ પર પ્રતિકૂળ અસર કરે છે.
સૂર્યાસ્ત પછી સાવરણીની ખરીદી ન કરવી જોઈએ. સાવરણીનો ઉપયોગ ઘરમાં સફાઈ માટે કરવામાં આવે છે. સાવરણી અત્યંત મહત્વની વસ્તુ છે તેથી તેની ખરીદી કરતી વખતે દિવસ કયો છે તે પણ જોવામાં આવે છે. સાવરણી ખરીદવા માટે યોગ્ય દિવસની સાથે સમય પણ જોવો જોઈએ. રાતના સમયે સાવરણીની ખરીદી કરવી અશુભ ગણાય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીઠું પણ એ વસ્તુઓમાં આવે છે જેની ખરીદી સૂર્યાસ્ત પછી કરવી નહીં. સૂર્યાસ્ત પછી નમક લેવાથી શુક્ર ખરાબ થાય છે. તેનાથી ઘરમાં અણધાર્યા ખર્ચ વધે છે. તેથી શક્ય હોય ત્યાં સુધી મીઠાની ખરીદી દિવસ દરમિયાન જ કરવી.
ઘરમાં ઉપયોગમાં લેવાતી ચાકુ, કાતર જેવી વસ્તુઓ પણ સાંજના સમયે ન ખરીદવી. સોઈ પણ સૂર્યાસ્ત પછી ન ખરીદો તો સારું. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ચાકુ, છરી, કાતર, સોઈ જેવી ધારદાર વસ્તુઓ રાતના સમયે લાવવી નહીં. તેનાથી પરિવારમાં મતભેદ અને ક્લેશ વધે છે. ધારદાર વસ્તુઓ ખરીદવી હોય તો દિવસ દરમિયાન જ ખરીદવી.
સરસવનું તેલ શનિવારે ન ખરીદવું ઉપરાંત સૂર્યાસ્ત પછી પણ ન ખરીદવું. ધાર્મિક માન્યતા અનુસાર સૂર્યાસ્ત પછી સરસવનું તેલ ખરીદવું અશુભ ગણાય છે. આમ કરવાથી આર્થિક સમસ્યાઓ વધી શકે છે. સૂર્યાસ્ત પછી તેલ ખરીદવાથી ઘરની બરકત પર અસર થાય છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જૂતા પણ સૂર્યાસ્ત પછી ન ખરીદવા. શક્ય હોય તો જૂતા ચપ્પલની ખરીદી દિવસ દરમિયાન જ કરી લેવી. સૂર્યાસ્ત પછી જૂતા-ચપ્પલ ખરીદવા ઘરમાં નકારાત્મકતા વધારે છે. જૂતા ચપ્પલ શનિવારે પણ ન ખરીદવા જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)