SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ધનતેરસ પર ભૂલેચૂકે આ 4 વસ્તુ ન ખરીદતા, નહીં તો ઉપાધિના પોટલા આવશે, જાણો શું ખરીદવું જોઈએ?

દિવાળીને ગણ્યા ગાંઠ્યા દિવસો બાકી છે. આજે 3 નવેમ્બર છે અને 6 નવેમ્બરે ધનતેરસ છે. જ્યારે સાતમી નવેમ્બરે કાળી ચૌદસ અને આઠમી નવેમ્બરે દિવાળી છે. ધનતેરસ પર આપણે શુકનની ખરીદી કરતા હોઈએ છીએ પરંતુ આ દિવસે શુભ વસ્તુઓની ખરીદી કરવી હિતાવહ છે. જાણો શું ખરીદવું જોઈએ અને શું ન ખરીદવું જોઈએ.

Written By Viral Raval
Published: Nov 03, 2026, 03:57 PM IST | Updated: Nov 03, 2026, 04:03 PM IST
Image Credit: AI Image
Join

સનાતન ધર્મમાં દિવાળી એ ખુબ જ પવિત્ર અને ખાસ તહેવાર ગણાય છે. ગુજરાતમાં તો નૂતન વર્ષ શરૂ થતું હોય છે. ધનતેરસના દિવસે માતા લક્ષ્મી, ભગવાન ધન્વંતરી અને કુબેર દેવની પૂજા કરવાની પરંપરા રહેલી છે. ધનતેરસે નવી ચીજોની ખરીદી કરવી પણ શુભ ગણાય છે. લોકો સોના ચાંદીના દાગીના, વાસણો ઉપરાંત ઝાડૂ અને ઘર માટે જરૂરી સામાન ખરીદે છે. જો કે ધનતેરસે કેટલીક વસ્તુઓની ખરીદી  ટાળવી જોઈએ કારણ કે તે શુભ ગણાતી નથી. જાણો કઈ વસ્તુઓ  ખરીદવી અને કઈ ઘરમાં ન લાવવી જોઈએ.

ક્યારે છે ધનતેરસ

વૈદિક પંચાંગની  રીતે જોઈએ તો આસો વદ તેરસની તિથિ ધનતેરસ કહેવાય છે. આ વખતે ધનતેરસ 6 નવેમ્બરના રોજ સવારે 9.30 કલાકથી શરૂ થશે અને તેનું સમાપન 7 નવેમ્બરે 11.45 વાગે  થશે. આવામાં ઉદય તિથિ જોઈએ તો ધનતેરસ 6 નવેમ્બરે ઉજવવામાં આવશે.

Toran: દિવાળી પર ઘરના મુખ્ય દરવાજા પર કયું તોરણ લગાવવું શુભ ? જાણો

ધનતેરસ પર શું ખરીદવું જોઈએ?

સોનું અને ચાંદી

ધનતેરસ પર સોના અને ચાંદીની ખરીદી અત્યંત શુભ ગણાય છે. એવી માન્યતા છે કે જો આ દિવસે સોનું કે ચાંદી ઘરમાં લાવીએ તો સુખ અને સમૃદ્ધિ વધે છે અને માતા લક્ષ્મીની કૃપા રહે છે. જો બજેટ વધુ ન હોય તો સિક્કો પણ ખરીદી શકો.

વાસણો

ધનતેરસના દિવસે તાંબા  પિત્તળ કે સ્ટિલના વાસણો પણ ખરીદવાની પરંપરા ચાલી આવે છે. એવી માન્યતા છે કે નવું વાસણ ઘરમાં લાવવાથી ખુશહાલી અને બરકત આવે છે. પરંતુ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે ખાલી વાસણ ઘરમાં ન લાવવું. તેમાં  ચોખા, ઘઉ, પાણી કે સિક્કા જેવું નાખીને લાવવું શુભ ગણાય છે.

ઝાડૂ

ધનતેરસના દિવસે ઝાડૂ પણ લાવવું શુભ  ગણાય છે. ઝાડૂનો સંબંધ માતા લક્ષ્મી સાથે જોડવામાં આવે છે. એવું મનાય છે કે આ દિવસે ઘરમાં નવું ઝાડૂ લાવવાથી દરિદ્રતા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિનું આગમન થાય છે.

આખા ધાણા

ધનતેરસના દિવસે આખા ધાણા ખરીદવા પણ શુભ ગણાય છે. તેનો ઉપયોગ દિવાળીની પૂજામાં પણ થાય છે. ધાણા ધન અને ખુશહાલીનું પ્રતિક ગણાય છે. જેના કારણે અનેક લોકો તેને ખરીદીને પૂજામાં સામેલ કરે છે.

ગોમતી ચક્ર અને લક્ષ્મી ગણેશની મૂર્તિ

ધનતેરસ પર પૂજા માટે ગોમતી ચક્ર અને માતા લક્ષ્મી-ગણેશની મૂર્તિ  ખરીદવી પણ શુભ ગણાય છે. એવી માન્યતા છે કે તેની વિધિ વિધાનથી પૂજા કરવાથી  અને ઘરના મંદિરમાં સ્થાપના કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે.

ધનતેરસ પર શું ન ખરીદવું જોઈએ?

કાચનો સામાન

ધનતેરસના દિવસે કાંચના વાસણ કે સાજ સજાવટનો સામાન ખરીદવાથી બચવું જોઈએ. કાચ ખુબ જ નાજુક હોય છે અને જરા અમથી બેદરકારીથી તૂટી શકે છે. તૂટનારી ચીજો શુભ ગણાતી નથી. આથી ધનતેરસ પર કાચની વસ્તુ ખરીદવી ટાળવી જોઈએ.

લોઢાની વસ્તુ

ધનતેરસ પર લોખંડની વસ્તુ ખરીદવી પણ શુભ ગણાતી નથી. માન્યતા મુજબ લોઢાને શનિદેવ સાથે સંબંધ હોય છે. આથી આ દિવસે લોઢાની  ખરીદીથી બચવું જોઈએ એવી સલાહ અપાય છે.

અતિચારી ગુરુનું સિંહ રાશિમાં મહાપરિવર્તન: કોને થશે ધનલાભ, કોને મળશે સફળતા અને કોણે રાખવી પડશે સાવધાની?

કાળા રંગની વસ્તુ

ધનતેરસના દિવસે કાળા રંગના કપડાં કે અન્ય સામાનની ખરીદી પણ કરવાથી બચવું જોઈએ. હિન્દુ ધર્મમાં પૂજા પાઠ અને શુભ કાર્યો દરમિયાન કાળા રંગને પહેરવું કે ઉપયોગ કરવું સારું ગણાતું નથી.

તીક્ષ્ણ વસ્તુઓ

ધનતેરસ પર ધારદાર વસ્તુઓ જેમ કે ચાકૂ, કાતર, જેવી વસ્તુઓ ખરીદવાથી બચવું જોઈએ. ધારદાર વસ્તુઓ કાપવાનું અને અલગ કરવાનું કામ કરે છે. આથી તેમને શુભ અવસરે ઘરે લાવવી સારી ગણાતી નથી.

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)  

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES