SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

શ્રાદ્ધ પક્ષની અમાસના રોજ આ 4 દીવા ખાસ કરજો, ઘરમાંથી રોગ, દોષ, દુ:ખ દુર થવાની છે માન્યતા

Sarva Pitru Amavasya 2026: શ્રાદ્ધ પક્ષનો છેલ્લો દિવસ એટલે કે અમાસ ખૂબ જ ખાસ હોય છે. સર્વપિતૃ અમાસના દિવસે 4 દીવા કરવાનો ઉપાય વર્ષોથી પ્રચલિત છે. ધાર્મિક માન્યતા અનુસાર સર્વપિતૃ અમાસના દિવસે કરેલા આ ઉપાયથી જીવનની સમસ્યાઓનો નાશ જાય છે.

Written By Krupa Shah
Published: Oct 05, 2026, 02:27 PM IST | Updated: Oct 05, 2026, 02:29 PM IST
Join

Sarva Pitru Amavasya 2026: શ્રાદ્ધ પક્ષ કે પિતૃ પક્ષનો છેલ્લો દિવસ અમાસ હોય છે. વર્ષ દરમિયાન આવતી બધી જ અમાસ માંથી શ્રાદ્ધ પક્ષની અમાસ સૌથી વિશેષ ગણાય છે. આ અમાસને સર્વ પિતૃ અમાસ પણ કહેવામાં આવે છે. પંચાંગ અનુસાર આ વર્ષે સર્વ પિતૃ અમાસ 10 ઓક્ટોબરે આવશે.. ધાર્મિક માન્યતા અનુસાર સર્વપિતૃ અમાસના દિવસે શ્રાદ્ધ કરવાની સાથે 4 દીવા પણ કરવા જોઈએ. આ 4 દીવા વિશેષ હોય છે અને તેને કરવાથી ઘરમાંથી રોગ, દોષ, દુઃખ નો નાશ થઈ જાય છે અને પિતૃઓના આશીર્વાદ મળે છે તેવું માનવામાં આવે છે.

ધાર્મિક માન્યતા અનુસાર સર્વ પિતૃ અમાસના દિવસે કરેલું દીપ દાન અનેકગણું ફળ આપે છે. આ દિવસે કરેલા શ્રાદ્ધથી પિતૃઓને તૃપ્તિ મળે છે અને સાથે જ જીવનમાં રહેલા દુઃખ અને સમસ્યાઓથી મુક્તિ મળી જાય છે. જો તમને વર્ષો જુના આ 4 દીવાના ઉપાય વિશે જાણકારી નથી તો ચાલો આજે તમને જણાવીએ સર્વ પિતરી અમાસના દિવસે 4 દીવા કઈ જગ્યાએ કરવાના હોય છે અને આ દીવા કરવાથી કેવું ફળ પ્રાપ્ત થાય છે ?

સર્વ પિતૃ અમાસના 4 દીવા

શ્રાદ્ધ પક્ષના છેલ્લા દિવસે એટલે કે સર્વ પિતૃ અમાસના દિવસે જે 4 દીવા કરવાના હોય છે તેનાથી જીવનના દુઃખદ થી છુટકારો મળવાની સાથે પિતૃદોષ અને કાલ સર્પ દોષ જેવા દોષથી પણ મુક્તિ મળે છે તેવું માનવામાં આવે છે. આ ચાર દીવા સર્વ પિતૃ અમાસના રોજ સાંજના સમયે કઈ જગ્યાએ અને કેવી રીતે કરવાના હોય છે ચાલો તમને જણાવીએ.

પીપળાના ઝાડ નીચે દીવો

સર્વ પિતૃ અમાસ નો પહેલો દીવો પીપળાના ઝાડ નીચે કરવાનું વિધાન છે. ધાર્મિક માન્યતા અનુસાર અમાસની તિથિ હોય ત્યારે સાંજે પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો દીવો કરવો. દીવો કરીને પિતૃઓ સામે હાથ જોડીને ભૂલચૂક માટે ક્ષમા પ્રાર્થના કરવી અને તેમના આશીર્વાદ લેવા.

ઘરના મુખ્ય દ્વાર પર દીવો

સર્વ પિતૃ અમાસ નો બીજો દીવો ઘરના મુખ્ય દરવાજા પાસે કરવાનો હોય છે. ઘરના મુખ્ય દરવાજા પાસે ચાર વાટનો દીવો કરવો. ઘરના મુખ્ય દરવાજા પાસે ગાયના ઘીનો દીવો કરવો સૌથી શુભ ગણાય છે.

દક્ષિણ દિશામાં દીવો

સર્વ પિતૃ અમાસ નો ત્રીજો દીવો ઘરની દક્ષિણ પશ્ચિમ દિશામાં કરવો. ઘરમાં દક્ષિણ પશ્ચિમ દિશામાં જે જગ્યા હોય ત્યાં સાંજના સમયે ચાર મુખી દીવો પ્રગટાવવો. આ દીવો કરવાથી પિતૃદોષ શાંત થાય છે અને ગૃહકલેષથી મુક્તિ મળે છે તેવું માનવામાં આવે છે.

કુવા પાસે દીવો

જો ઘરના આંગણામાં કે ઘરની નજીક કૂવો હોય તો સર્વ પિતૃ અમાસના દિવસે સૂર્યાસ્ત સમયે કુવા પાસે દીવો કરવો.. દીવો કરતી વખતે તમારું મુખ દક્ષિણ દિશા તરફ રહે તે રીતે બેસવું. જો કૂવો ન હોય અને ઘરની આસપાસ અન્ય કોઈ જોડાશય હોય તો ત્યાં પણ દીવો પ્રગટાવી શકાય છે.

આ રીતે સર્વ પિતૃ અમાસના રોજ ચાર જગ્યાએ દીવા કરવાનું મહત્વ રહેલું છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE 24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES