Shani Gochar: શનિદેવ ધીમી ગતિથી ગોચર કરે છે. એટલે તેમને એક રાશિમાંથી નીકળીને બીજી રાશિમાં જતા પણ સમય લાગી છે. ત્યારે શનિની ચાલમાં ફેરફારથી થતી અસરો પણ લાંબા સમય સુધી રહે છે.
શનિદેવે વર્ષ 2025માં મીન રાશિમાં ગોચર કર્યું હતું અને હવે 2027માં મેષ રાશિમાં ગોચર કરશે. આ રાશિ પરિવર્તનની સાથે જ કેટલીક રાશિઓ પરથી શનિનો પ્રકોપ ઉતરશે અને કેટલીક રાશિઓ અડફેટે આવશે તો જાણો કોણે હવેનો સમય સાચવીને કાઢવો પડશે.
1/5
શનિનું મેષ રાશિમાં ગોચર
આવનારું વર્ષ 2027 કેટલીક રાશિઓ માટે ખુબ ખાસ રહવાનું છે કારણ કે શનિદેવના પ્રકોપથી તેમને મુક્તિ મળશે અને એક રાશિ એવી પણ છે જેના પર શનિ દેવની દ્રષ્ટિ પડવાની છે એટલે કે સાડાસાતી શરૂ થવાની છે. શનિદેવ 3 જૂન 2027ના રોજ મીનમાંથી નીકળીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે શનિની પનોતી પણ કેટલાક જાતકો પર શરૂ થશે. જાણો કોના માટે આવનારું આ વર્ષ શુભ સંકેત લાવશે અને કોણે સાચવીને રહેવું પડશે.
2/5
કુંભ રાશિ
શનિદેવ 3 જૂન 2027ના રોજ રાશિ બદલશે તેની સાથે જ કુંભ રાશિને પનોતીમાંથી મુક્તિ મળશે. જેના કારણે તમને બંપર ફાયદો થઈ શકે છે. લાંબા સમયથી ચાલતી મુશ્કેલીઓથી મુક્તિ મળી શકે છે. અટકેલા કામો પાર પડી શકે છે અને આવકના નવા નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. કાર્યક્ષેત્રે કરાયેલી મહેનત તમને બંપર લાભ અપાવી શકે છે. આર્થિક સ્થિતિ સુધરશે.
3/5
વૃષભ રાશિ
2027માં શનિના ગોચરની સાથે જ વૃષભ રાશિ પર સાડાસાતીનો પ્રથમ તબક્કો શરૂ થઈ રહ્યો છે. જેના કારણે ખર્ચામાં વધારો થતો જોવા મળી શકે છે. નાણાકીય દબાણ વધી શકે છે.અનીંદ્રા જેવી મુશ્કેલીઓ સહન કરવી પડી શકે. ઉતાવળમાં લેવાયેલો કોઈ નિર્ણય તમને નુકસાન પહોંચાડી શકે છે. બિઝનેસમાં નુકસાન થવાની શક્યતા છે.
4/5
આ રાશિઓ ઉપર પણ રહેશે સાડા સાતીની અસર
2027માં વૃષભ રાશિ પર સાડાસાતી શરૂ થશે. જ્યારે મેષ રાશિના જાતકો પર સાડાસાતીનો બીજો તબક્કો શરૂ થશે. મીન રાશિના જાતકો પર સાડાસાતીનો અંતિમ તબક્કો શરૂ થશે. આવામાં આ રાશિના જાતકોએ પણ સતર્ક રહેવું પડશે.
5/5
આ રાશિઓ પર રહેશે શનિની ઢૈય્યા
2027માં કન્યા અને મકર રાશિના જાતકો પર શનિની ઢૈય્યા શરૂ થશે. આ રાશિઓએ શનિની ઢૈય્યાના કારણે માનસિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. અચાનક ખર્ચામાં વધારો થઈ શકે છે. વાણીમાં કડવાશ પણ આવી શકે. સંભાળીને રહેવું.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)