• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /આજથી 3 રાશિવાળાનો ગોલ્ડન ટાઈમ શરૂ, રાહુ-ચંદ્રમા ભેગા થઈ કરાવશે આકસ્મિક ધનલાભ! વિચાર્યું નહીં હોય એટલું મળશે

આજથી 3 રાશિવાળાનો ગોલ્ડન ટાઈમ શરૂ, રાહુ-ચંદ્રમા ભેગા થઈ કરાવશે આકસ્મિક ધનલાભ! વિચાર્યું નહીં હોય એટલું મળશે

Written ByViral Raval
Published: Oct 21, 2026, 02:14 PM IST|Updated: Oct 21, 2026, 02:20 PM IST
joinshare
Rahu Chandrama Yuti: જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રમાને મનના કારક કહેવામાં આવે છે અને રાહુ એ પાપી ગ્રહ, રહસ્યમયી કે છાયા ગ્રહ તરીકે ઓળખાય છે. પરંતુ આકસ્મિક લાભ કરાવવામાં તેની માસ્ટરી ગણાય છે. રાહુ અને ચંદ્રમા ભેગા થાય ત્યારે આમ તો સાચવવું પડે પરંતુ કેટલીક રાશિઓને તેનાથી ફાયદો થઈ શકે છે.

આજે 21 ઓક્ટોબરના રોજ ચંદ્રમા શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરી ગયા છે જેના કારણે પહેલેથી જ ત્યાં હાજર રાહુ સાથે યુતિ થઈ છે. આ યુતિના કારણે કઈ કઈ રાશિઓને ફાયદો થઈ શકે તે ખાસ જાણો. 

રાહુ-ચંદ્રમા યુતિ1/4

રાહુ-ચંદ્રમા યુતિ

જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રમાનું ગોચર ખુબ ઝડપી ગણવામાં આવે છે. ચંદ્રમા એક રાશિમાં લગભગ અઢી દિવસ રહે છે. પરંતુ તમામ રાશિઓ પર તેની અસર છોડે છે. કુંભમાં ચંદ્રમાનું ગોચર અતિ મહત્વપૂર્ણ છે કારણ કે તે શનિની રાશિ છે. ચંદ્રમાએ આજે 21 ઓક્ટોબરના રોજ સવારે 4 વાગ્યાની આસપાસ કુંભમાં પ્રવેશ કર્યો અને અહીં 23 ઓક્ટોબર સુધી રહેશે. ચંદ્રમાનો કુંભમાં પ્રવેશ એટલે શનિના ઘરમાં પ્રવેશ અને આ શનિના ઘરમાં પહેલેથી જ રાહુ બિરાજમાન છે. રાહુ દર વખતે નુકસાન જ કરાવે અને પડકારો લાવે એવું નથી હોતું. આકસ્મિક લાભ કરાવવામાં રાહુ એક્કો છે. ચંદ્રમા સાથે દર વખતે નકારાત્મક પરિણામ આવે એવું પણ નથી હોતું. શનિના ઘરમાં રાહુ અને ચંદ્રમાની આ યુતિ કઈ રાશિઓને ફાયદો કરાવી શકે છે તે ખાસ જાણો. તમારી રાશિ તે યાદીમાં છે કે નહીં તે પણ જાણો.
કન્યા રાશિ2/4

કન્યા રાશિ

કન્યા રાશિના સ્વામી બુધ છે અને આ રાશિને ચંદ્રમા અને રાહુની આ યુતિ ફાયદો કરાવી શકે છે. આકસ્મિક ધનલાભના પ્રબળ સંકેત મળી રહ્યા છે. વેપાર કરતા હોવ તો વિસ્તરણની તક મળી શકે છે. નોકરી સંબંધિત પડકારો દૂર થઈ શકે છે. સ્વજનોનો સહયોગ સફળતા અપાવી શકે છે. રોકાણની સારી તકો સામે આવશે જેનો તમે ખુબ ફાયદો પણ ઉઠાવશો.
ધનુ રાશિ3/4

ધનુ રાશિ

ધનુ રાશિના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ (ગુરુ) છે. રાહુ અને ચંદ્રમાની આ યુતિ ધનુ રાશિના જાતકોને બંપર ફાયદો કરાવી શકે છે. જો ક્યાંક ધન ફસાયેલું હશે તો અચાનક પાછું મળી શકે છે. કામનું દબાણ હશે તો દૂર થશે. કાર્યક્ષેત્રે સારા પરિણામ મળી શકે છે. ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ સુધરી શકે છે. સ્વજનોના સાથથી કામમાં સફળતા મળી શકશે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. વેપારમાં સ્થિતિ પહેલા કરતા સારી થશે. પરિવાર સંબંધી સમસ્યાઓ દૂર થશે.
મેષ રાશિ4/4

મેષ રાશિ

મેષ રાશિના સ્વામી મંગળ છે. રાહુ એ આકસ્મિક ઘટનાઓ, આકસ્મિક ધનલાભ વગેરેના કારક છે. આથી જ્યારે કોઈ પણ રાશિ પર શુભ કે અશુભ અસર કરે તો તરત પરિણામ આપે છે. રાહુ અને ચંદ્રમાની આ યુતિ મેષ રાશિના જાતકોને ક્યાંકથી સારા સમાચાર અપાવી શકે છે. નોકરીમાં ફેરફારની સારી તક મળી શકે છે. વેપારમાં શુભ સ્થિતિ સર્જાઈ શકે છે. માનસિક રીતે તણાવ ઘટી શકે છે. મુસાફરી કરવાની આવે તો તે લાભકારી રહી શકે છે. ક્યાંક ફસાયેલું ધન પાછું મળી શકે છે. આર્થિક મોરચે સારો એવો ફાયદો થઈ શકે છે. (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
TAGS:
Gujarati News

Trending

  • News
  • Photos
  • Videos
આધાર કાર્ડ ધારકોને મોટી રાહત! 31 ડિસેમ્બર સુધી બિલ્કુલ મફ્ત મળશે આ સર્વિસ, એપથી આ રીતે કરો અપડેટ

આધાર કાર્ડ ધારકોને મોટી રાહત! 31 ડિસેમ્બર સુધી બિલ્કુલ મફ્ત મળશે આ સર્વિસ, એપથી આ રીતે કરો અપડેટ

2

વાવ-થરાદમાં સંબંધો શર્મસાર: 20 વર્ષીય યુવકની પથ્થર મારીને કરાઈ હત્યા, પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો

3

'રીચી રીચ'ના માલિકની હેવાનિયત : સાંતેજમાં તનીષ પટેલ પર જીવલેણ હુમલો કરી કાન કાપી નાખનાર આરોપી પોલીસ પકડથી દૂર

4

Jailer 2: રજનીકાંતની ફિલ્મ જેલર 2 નો રેકોર્ડ, ભારતમાં 4 દિવસમાં 220 કરોડથી વધુની કમાણી કરી

5

સૌરવ-રાંકા પર કેમ હાઈકોર્ટ બગડી? બરાબરના ખખડાવી નાખ્યા, કહ્યું- તમે Gen Z નથી, બંનેએ અરજી પાછી ખેંચી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.