• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /ઓક્ટોબરમાં શનિની ઉલ્ટી ચાલ પડશે ખુબ ભારે, આ 3 રાશિવાળા માટે અગ્નિપરીક્ષા જેવો સમય! ધૈર્યથી સમય પસાર કરવો

ઓક્ટોબરમાં શનિની ઉલ્ટી ચાલ પડશે ખુબ ભારે, આ 3 રાશિવાળા માટે અગ્નિપરીક્ષા જેવો સમય! ધૈર્યથી સમય પસાર કરવો

Written ByViral Raval
Published: Oct 01, 2026, 10:21 AM IST|Updated: Oct 01, 2026, 10:27 AM IST
joinshare
આજથી ઓક્ટોબર મહિનો શરૂ થયો છે અને ગ્રહ ગોચર અને ગ્રહોની ચાલમાં ફેરફારની રીતે પણ ખુબ મહત્વનો છે. શનિ ગ્રહની ગણતરી પ્રભાવશાળી અને શક્તિશાળી ગ્રહોમાં થાય છે. તેમની ચાલમાં ફેરફાર તમામ રાશિઓ પર અસર કરે છે. આખા ઓક્ટોબર મહિના દરમિયાન શનિદેવ વક્રી ચાલ ચલશે. ચાલમાં આ ફેરફાર કેટલીક રાશિઓ માટે ભારે રહી શકે છે. જાણો કઈ રાશિઓ છે આ યાદીમાં અને તેનાથી બચવાના ઉપાયો પણ જાણો.


જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવની ગણતરી કર્મફળ દાતા, ન્યાયના દેવતા અને ક્રૂર દેવતા તરીકે થાય છે. કર્મો આધારે ફળ આપે છે. શનિદેવ 26 જુલાઈ 2026ના રોજ વક્રી અવસ્થામાં આવ્યા હતા અને હવે 11 ડિસેમ્બર સુધી તેઓ વક્રી અવસ્થામાં રહેશે. એટલે કે આખો ઓક્ટોબર મહિનો શનિદેવ ઉલ્ટી ચાલ ચલશે. હાલ શનિદેવ મીન રાશિમાં છે અને મીન રાશિના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ છે. મીન એ જળતત્વની રાશિ ગણાય છે. એટલે આ રાશિમાં શનિની વક્રી અવસ્થા ખુબ મહત્વપૂર્ણ અને મોટા ફેરફાર લાવનારી મનાય છે. શનિની આ અવસ્થા ઓક્ટોબરમાં 3 રાશિઓને ભારે પડી શકે છે. 
 

વક્રી અવસ્થા એટલે શું?1/5

વક્રી અવસ્થા એટલે શું?

સામાન્ય રીતે વક્રી થવું એટલે સમજ પ્રમાણે વાંકા થવું એવું લાગે. તો શું શનિ ગ્રહ વાંકો થઈને ચાલે? એવું સમજવાની બિલકુલ ભૂલ ન કરતા. જ્યોતિષ શાસ્ત્રમાં જ્યારે કોઈ ગ્રહ વક્રી અવસ્થામાં આવે ત્યારે તેનો અર્થ એ થાય કે ગ્રહ પાછળની તરફ ચાલતો હોય. વાત જાણે એમ છે કે ગ્રહને પૃથ્વી તરફથી જોવામાં આવે ત્યારે તેની આવી ચાલ મહેસૂસ થતી હોય છે પરંતુ તે ખરેખ તો ઉલ્ટો ચાલતો હોતો નથી. પરંતુ શનિ જ્યારે વક્રી અવસ્થામાં હોય ત્યારે તેની ઉર્જા વધુ ગંભીર અને ધીમી થાય છે. આ સમય જૂના અટકેલા કામોની પતાવટ અને પોતાના કામોની સમીક્ષાનો છે. જાણો કઈ રાશિઓ પર પડી શકે છે અસર.
મકર રાશિ2/5

મકર રાશિ

મકર રાશિ એ શનિના સ્વામીત્વવાળી રાશિ છે. પરંતુ આમ છતાં ઓક્ટોબરનો વક્રી શનિ આ રાશિવાળાને પરેશાન કરી શકે છે. આર્થિક મામલે સાવધાની વર્તવી અને કોઈ પણ જૂના દેવા કે કરજ વિશે સમજી વિચારીને નિર્ણય લેવો. રોકાણ કરવામાં સાવધાની રાખવી, કોઈની વાતમાં આવવું નહીં. ઉચ્ચ અધિકારીઓની નારાજગી રહી શકે છે. મહેનત પ્રમાણે ફળ ન પણ મળી શકે જેનાથી તણાવ વધે. ખર્ચા વધવાની શક્યતા. દેવાની સ્થિતિ ન ઊભી થાય તે ધ્યાન રાખવું.
સિંહ રાશિ3/5

સિંહ રાશિ

સિંહ રાશિના સ્વામી સૂર્યદેવ છે. સૂર્ય અને શનિ વચ્ચે આમ તો પિતા પુત્રનો સંબંધ છે પરંતુ કટ્ટર દુશ્મનાવટ કહી શકાય. વક્રી શનિ આ સમય દરમિયાન સિંહ રાશિવાળાને પરેશાન કરી શકે છે. સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું. ઉતાવળે નિર્ણય લેવા નહીં. મહત્વના નિર્ણયો હાલ ટાળવા હિતાવહ છે. ધૈર્ય અને શાંતિ રાખવી, કૌટુંબિક વિખવાદની સ્થિતિ પેદા ન થાય તે ધ્યાન રાખવું. વાદવિવાદથી દૂર રહેવું. નોકરીમાં મુશ્કેલીઓ આવી શકે છે.
કર્ક રાશિ4/5

કર્ક રાશિ

કર્ક રાશિના સ્વામી એ ચંદ્રમાં છે અને શનિની અશુભ દ્રષ્ટિના કારણે કર્ક રાશિના જાતકોએ કરિયરમાં ઉતાર ચડાવનો સામનો કરવો પડી શકે છે. ધીરજથી કામ કરવું. આર્થિક મામલે કોઈ નિર્ણય ન લેવા હિતાવહ છે. ગુસ્સાથી બચવું. આત્મવિશ્વાસ ઘટતો હોય તેવું જણાય. કોઈની નારાજગીનો સામનો કરવો પડી શકે.
વક્રી શનિની અસર ઘટાડવા શું કરવું જોઈએ5/5

વક્રી શનિની અસર ઘટાડવા શું કરવું જોઈએ

મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. રોજ કે પછી શનિવારે ૐ શં શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. એવી માન્યતા છે કે તેનાથી શનિદેવ પ્રસન્ન રહે છે. શનિવારે કાળા તલ, અડદની દાળ, સરસવનું તેલ કે કાળા વસ્ત્રોનું દાન કરવું જોઈએ. (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
TAGS:
grah gochar

Trending

  • News
  • Photos
  • Videos
ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

2

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

3

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

4

તેને ચાકુથી મારા પર અનેક વાર કર્યા.... સામે આવ્યો ગંભીર રીતે ઘાયલ થયેલા કેપ્ટન સ્મિતનો પહેલો વીડિયો

5

Maruti ની આ કાર ખરીદવા લોકોની પડાપડી! 30 દિવસમાં 2.36 લાખ ગાડીઓ વેચાઈ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.