• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /નોકરી અને વેપારમાં લાગશે મોટો ઝટકો? ઓક્ટોબર 2026માં આ 5 રાશિઓએ રહેવું પડશે અત્યંત સતર્ક

નોકરી અને વેપારમાં લાગશે મોટો ઝટકો? ઓક્ટોબર 2026માં આ 5 રાશિઓએ રહેવું પડશે અત્યંત સતર્ક

Written ByGokani Dhaval
Published: Oct 07, 2026, 04:11 PM IST|Updated: Oct 07, 2026, 04:14 PM IST
joinshare
October Planetary Retrograde 2026: ઓક્ટોબર 2026મા ધન અને એશ્વર્યના કારક શુક્રની સાથે-સાથે બુદ્ધિના દાતા બુધ પણ વક્રી થવાના છે. શું ગ્રહોની આ વક્રી ચાલ તમારી નોકરી અને કારોબારમાં મોટો ઝટકો આપવાની છે? જાણી લો તે કઈ 5 રાશિઓ છે, જેણે ઓક્ટોબરમાં સૌથી વધુ સંભાળીને રહેવાની જરૂર છે.

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ચાલ અને તેની સ્થિતિમાં થતાં ફેરફારની સીધી અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર પડે છે. ઓક્ટોબર મહિનો આ દ્રષ્ટિએ ખાસ રહેવાનો છે, કારણ કે આ સમયગાળામાં ધન, એશ્વર્ય અને સુખના કારક શુક્રની સાથે બુદ્ધિ, વ્યાપાર અને વાણીના દાતા બુધ વક્રી થવાના છે. પંચાંગ અનુસાર શુક્ર 3 ઓક્ટોબરે વક્રી થઈ ગયા છે અને ત્યારબાદ 24 ઓક્ટોબરે બુધ પોતાની ચાલમાં ફેરફાર કરી વક્રી થઈ જશે. આ બંને ગ્રહોના વક્રી થતાં પાંચ રાશિઓએ સાવચેતી રાખવી પડશે. આવો આ રાશિઓ વિશે જાણીએ.

મેષ રાશિ1/5

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે ઓક્ટોબરનો મહિનો આર્થિક દ્રષ્ટિએ મુશ્કેલ સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમારા ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે, જેનાથી તમારૂ બજેટ બગડી શકે છે. નોકરી કરતા લોકોએ પોતાના સહકર્મીઓ કે અધિકારીઓ સાથે વાતચીત કરવા સમયે શબ્દોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વેપારમાં કોઈ નવી ડીલ ફાઈનલ કરતા પહેલા તમામ શરતો વાંચી લો બાકી નુકસાન થઈ શકે છે.
મિથુન રાશિ2/5

મિથુન રાશિ

તમારી રાશિના સ્વામી બુધ છે, તેવામાં બુધનું વક્રી થવું તમારા જીવનને સૌથી વધુ પ્રભાવિત કરશે. કાર્યક્ષેત્રમાં નાની બેદરકારી મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. જો તમે નોકરી બદલવાનું મન બનાવી રહ્યાં છો તો આ નિર્ણય હાલ ટાળી દો. બિઝનેસમાં પૈસાની લેતીદેતીમાં ધ્યાન રાખો અને કોઈ જૂના પ્રોજેક્ટમાં ફરી મહેનત કરવી પડી શકે છે.
 કન્યા રાશિ3/5

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે પણ બુધની વક્રી ચાલ મહત્વપૂર્ણ રહેવાની છે. આ સમયગાળામાં તમારી ઉપર કાર્યભાર અને માનસિક દબાણ વધુ રહી શકે છે. ઓફિસમાં સહકર્મી સાથે ગેરસમજણ પેદા થવાની આશંકા છે. કોઈપણ જરૂરી ઈમેલ મોકલવા કે મહત્વપૂર્ણ દસ્તાવેજો પર સહી કરતાં પહેલા તેની ફરી તપાસ કરો. કારોબારીઓએ પણ ધનના મામલામાં જોખમ ઉઠાવતાં બચવું જોઈએ.
તુલા રાશિ:4/5

તુલા રાશિ:

તુલા રાશિના સ્વામી શુક્ર છે. શુક્રના વક્રી થવાને કારણે આ રાશિના જાતકોએ ખર્ચ પર લગામ લગાવવો પડશે. સંબંધના મામલામાં થોડી સંવેદનશીલતા વધી શકે છે. તેથી પ્રિયજનો સાથે વાત કરવામાં સંયમ રાખો. આ દરમિયાન કોઈ જૂના પરિચિત કે જૂના વ્યક્તિ સાથે બીજીવાર સંપર્ક થવાનો યોગ બની રહ્યો છે. પૈસા ખર્ચ કરતા પહેલા તમારી નાણાકીય સ્થિતિનું આકલન જરૂર કરો.
મકર રાશિ5/5

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે ઓક્ટોબરનો મહિનો કરિયરમાં મિશ્રિત પરિણામ લાવશે. નોકરીમાં તમારી જવાબદારી અચાનક વધી શકે છે. જો તમે નોકરી બદલવાનું વિચારો છો તો ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. પરંતુ કારોબારીઓને કોઈ જૂના ગ્રાહક કે અટવાયેલા પ્રોજેક્ટમાંથી લાભ થવાની આશા છે.
TAGS:
dainik rashifal

Trending

  • News
  • Photos
  • Videos
'25 પૈસામાં નરેન્દ્ર મોદીને અપાવી હતી જનસંઘની સદસ્યતા...', PM મોદીના ખાસ મિત્રએ યાદ કર્યા જૂના દિવસો

'25 પૈસામાં નરેન્દ્ર મોદીને અપાવી હતી જનસંઘની સદસ્યતા...', PM મોદીના ખાસ મિત્રએ યાદ કર્યા જૂના દિવસો

2

5 એવા ખેલાડી જેમની અજીત અગરકરના ગયા પછી થઈ શકે છે વાપસી, ભુવનેશ્વરની જેમ લાગશે લોટરી

3

પ્રશાંત મહાસાગરમાં ‘વાવાઝોડાની ત્રિપુટી’, વર્ષો બાદ ઓક્ટોબરમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ, જાણો ક્યાં જોખમ?

4

શું ખરેખર પ્રેમાનંદ મહારાજને મળવાના કોહલીએ લીધા હતા 5 કરોડ? વિરાટે કર્યો મોટો ખુલાસો

5

AC Care Tips: શિયાળામાં એસી બંધ કરતા પહેલા કરી લો આ ૩ જરૂરી કામ, નહીં તો ઉનાળામાં પસ્તાવાનો વારો આવશે!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.