Magal Gochar: આજે 12 નવેમ્બરના રોજ સાડા આઠ વાગ્યાની આસપાસ મંગળ સિંહ રાશિમાં પ્રવેશ કરી લીધો છે. આ સાથે જ મંગળ અને કેતુની યુતિ પણ સક્રિય થઈ ગઈ છે. આ યુતિ કેટલીક રાશિઓ માટે અશુભ રહેશે અને જીવનમાં પડકારો લાવશે.
મંગળ અને કેતુની આ યુતિ 3 રાશિઓને કરિયર, આર્થિક, સ્વાસ્થ્યના મોરચે પડકારો લાવી શકે છે. તેમણે સાચવીને કામકાજ કરવું પડશે. નહીં તો આ ક્ષેત્રોમાં નુકસાન થવાની સંભાવના છે.
1/4
મંગળ કેતુની યુતિ
12 નવેમ્બરના રોજ રાતે લગભગ સાડા આઠ વાગ્યાની આસપાસ મંગળનું રાશિ પરિવર્તન થયું છે. મંગળે કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં ગોચર કર્યું છે. આ રાશિમાં પહેલેથી રહસ્યમયી કેતુ બિરાજમાન છે. આથી સિંહ રાશિમાં મંગળ અને કેતુની યુતિ થઈ રહી છે. જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ એ ગ્રહોના સેનાપતિ ગણાય છે અને મંગળ તથા કેતુ બંને આક્રમક અને અત્યંત તીવ્ર ગ્રહ ગણાય છે. જ્યોતિષ એક્સપર્ટ્સનું કહેવું છે કે મંગળ અને કેતુની આ યુતિથી અગ્નિ તત્વની રાશિઓએ ખુબ સતર્ક રહેવાની જરૂર છે. જાણો કોણે સાચવીને રહેવું પડશે અને આ યુતિની આડઅસરથી બચવા માટે શું કરવું જોઈએ.
2/4
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે કેતુ અને મંગળની આ યુતિ બિલકુલ શુભ નથી. આ રાશિના સ્વામી મંગળ પોતે છે અને રાશિ અગ્નિતત્વવાળી રાશિ છે. કેતુની છાયા પડતા જ મંગળ મેષ રાશિના જાતકોને નુકસાન કરાવી શકે છે. આર્થિક મોરચે સંભાળીને રહેવાની જરૂર છે. ફાલતું ખર્ચા વધી શકે છે. ધન સંપત્તિના મામલે ખુબ સાવધાનીથી કામ લેવું પડશે. ગુપ્ત શત્રુઓથી પણ સાવધાન રહેવું. સ્વાસ્થ્યને બિલકુલ નજરઅંદાજ ન કરવું. કાર્યક્ષેત્રે સહકર્મીઓ સાથે મતભેદ થઈ શકે છે. દર મંગળવારે હનુમાન ચાલીસા કે બજરંગ બાણનો પાઠ કરવો તમારા માટે લાભકારી રહી શકે છે.
3/4
સિંહ રાશિ
સિંહ પણ અગ્નિતત્વની રાશિ છે અને તેમના સ્વામી સૂર્ય છે. મંગળ અને કેતુની આ યુતિ જાતકો માટે દુર્ઘટના, જોખમ અને માનસિક તણાવનું કારણ બની શકે છે. બીજાના વાહન માંગીને ચલાવવા કે કારણવગર જોખમ ઉઠાવવાથી સતર્ક રહેવું. કામકાજ મામલે ભાગદોડ વધી શકે છે. નાની નાની વાતો પર તણાવ લેવાથી બચો. પૈસાની લેવડદેવડમાં સાવધાની રાખવી. વાણી પર સંયમ રાખવો. ઉતાવળ અને આંખ મીંચીને ભરોસો કરનારા દગો ખાઈ શકે છે. દરરોજ સવારે જલદી ઉઠીને તાંબાના લોટાથી સૂર્યદેવને અર્ધ્ય આપો.
4/4
ધનુ રાશિ
ધનુ રાશિના સ્વામી મંગળ છે અને આ રાશિને પણ અગ્નિ તત્વ સાથે જોડવામાં આવે છે. સિંહ રાશિમાં મંગળ કેતુની યુતિ બન્યા બાદ ધનુ રાશિવાળાને કરજ, રોગ અને શત્રુ બાધાનો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્રમાં વિરોધી તમારી મુશ્કેલીઓ વધારશે. જરૂરી કાર્યોમાં અડચણો આવી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને બેદરકારીથી બચો. કોર્ટ કચેરી સંલગ્ન મામલાઓમાં પણ મોટો ઝટકો મળી શકે છે. વિરોધીઓને લીડ મેળવવાની તક મળી શકે છે. આથી સાવધાનીથી કામ લઈ લો. ગુરુવારના દિવસે 'ॐ बृं बृहस्पतये नमः' મંત્રનો 108 વખત જાપ કરો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)