• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /400 વર્ષ બાદ મંગળ, ગુરુ અને કેતુનો દુર્લભ સંયોગ... 5 ડિસેમ્બર સુધી આ 5 રાશિઓ પર થશે ધનવર્ષા!

400 વર્ષ બાદ મંગળ, ગુરુ અને કેતુનો દુર્લભ સંયોગ... 5 ડિસેમ્બર સુધી આ 5 રાશિઓ પર થશે ધનવર્ષા!

Written ByDilip Chaudhary
Published: Nov 16, 2026, 19:43 IST|Updated: Nov 16, 2026, 19:48 IST
joinshare
Mangal Ketu Guru Yuti: હાલમાં મઘા નક્ષત્રમાં કેતુ, ગુરુ અને મંગળની યુતિ બની રહી છે. ત્રણ ગ્રહોની આ સ્થિતિ અમુક રાશિઓ માટે વિશેષ લાભદાયી સાબિત થશે. ત્યારે આ યુતિથી કઈ રાશિઓને લાભ થશે, તેના વિશે આ લેખમાં જાણીશું.

હિન્દુ પંચાંગ અનુસાર, મંગળ 12 નવેમ્બરના રોજ મઘા નક્ષત્રમાં પ્રવેશ્યો અને 19 ડિસેમ્બર સુધી રહેશે. ગુરુ 31 ઓક્ટોબરે મઘા નક્ષત્રમાં પ્રવેશ્યો અને 24 જાન્યુઆરી, 2027 સુધી રહેશે. તો કેતુ પણ મઘા નક્ષત્રમાંથી પસાર થઈ રહ્યા છે, તે 5 ડિસેમ્બર સુધી રહેશે અને ત્યારબાદ આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જેવો કેતુ આશ્લેષા નક્ષત્રમાં જશે, મઘા નક્ષત્રમાં મંગળ, કેતુ અને ગુરુની આ યુતિ સમાપ્ત થઈ જશે. 

Mangal Ketu Guru Yuti1/7

મંગળ, કેતુ અને ગુરુ યુતિ

Mangal Ketu Guru Yuti: વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં મંગળ, કેતુ અને ગુરુની યુતિને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યોતિષીય ગણતરીઓ મુજબ, લગભગ 400 વર્ષ એટલે કે ચાર સદીઓ પછી આ ત્રણેય ગ્રહો મઘા નક્ષત્રમાં એકસાથે આવ્યા છે. જેના કારણે કેટલીક રાશિઓને જીવનમાં સકારાત્મક અને અનપેક્ષિત પરિવર્તનોનો અનુભવ થઈ શકે છે, સાથે જ આર્થિક લાભ પણ મળી શકે છે.
Mangal Ketu Guru Yuti2/7

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે. ભૌતિક સુખ-સુવિધાઓમાં અચાનક વધારો થઈ શકે છે. ભૂતકાળમાં કરેલા રોકાણોથી લાભ મળવાની શક્યતા છે. જમીન, મિલકત કે વાહનની ખરીદીના સંકેતો છે. કાર્યસ્થળ પર તમને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. સારા સમાચાર મળવાથી આનંદ થશે અને માનસિક રાહતનો અનુભવ થશે.
Mangal Ketu Guru Yuti3/7

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકોને કારકિર્દીની નવી તકો મળી શકે છે. વ્યવસાયમાં વૃદ્ધિ જોવા મળી શકે છે. તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે અને તમે નિર્ભયતાનો અનુભવ કરશો. વ્યવસાયિક ક્ષેત્રે તમારી સ્થિતિમાં સુધારો થશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળી શકે છે.
Mangal Ketu Guru Yuti4/7

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. વેપારીઓ માટે નવી ભાગીદારી કે વ્યાવસાયિક સંપર્કો ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન અટકેલા કાર્યો પૂર્ણ થશે. તમે લાંબા સમયથી સેવેલા કોઈ સ્વપ્ન કે ઈચ્છાને પૂરી કરવામાં સફળ થશો. વ્યાવસાયિક ક્ષેત્રે તમને ઈચ્છિત પરિણામો મળશે.
Mangal Ketu Guru Yuti5/7

મેષ રાશિ

મેષ રાશિના જાતકોને મંગળ, કેતુ અને ગુરુના પ્રભાવને કારણે ભાગ્યનો સાથ મળી શકે છે. તેઓ કારકિર્દીમાં પ્રગતિ અનુભવી શકે છે અને નવી જવાબદારીઓ સંભાળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની શક્યતા છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેતો છે.
Mangal Ketu Guru Yuti6/7

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે ગ્રહોની આ સ્થિતિ સકારાત્મક પરિણામો લાવશે. તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે. તમારા વ્યાવસાયિક જીવનમાં અનુકૂળ તકો પ્રાપ્ત થઈ શકે છે. લાંબા સમયથી અટવાયેલા કે બાકી રહેલા નાણાં તમને પાછા મળી શકે છે. ભાગ્ય તમારો સાથ આપશે અને તમારી કારકિર્દીમાં પ્રગતિ થશે.
Disclaimer7/7

Disclaimer

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
TAGS:
Spiritual

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
ચાંદીના ભાવ ફરી એકવાર મોટો ઘટાડો, એક જ દિવસમાં 6567 થઈ સસ્તી, જાણો આજનો MCXનો ભાવ

ચાંદીના ભાવ ફરી એકવાર મોટો ઘટાડો, એક જ દિવસમાં 6567 થઈ સસ્તી, જાણો આજનો MCXનો ભાવ

2

અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, SC/ST માટે બેઠકો અનામત રહેશે તેની કોઈ ગેરંટી નથી

3

શું NBCC અદાલતથી ઉપર થઈ ગયું? કોર્ટમાં કેસ પેન્ડિંગ, તો પણ સરોજિની નગરમાં ફ્લેટની હરાજી ચાલુ

4

ભગવાનના દરબારમાં ભેદભાવ કેમ? ભક્તોના વિરોધ બાદ ડાકોર મંદિર ટ્રસ્ટની પીછેહઠ, VIP કલ્ચર બંધ!

5

PM મોદીની 'ડિનર ડિપ્લોમસી' બાદ ગુજરાત ભાજપમાં મોટા રાજકીય ભૂકંપના એંધાણ!, દેખાવા લાગ્યા સંકેતો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.