Mangal Gochar: ગ્રહોના સેનાપતિ તરીકે ગણાતા મંગળ હાલ સૂર્યની રાશિ સિંહમાં ગોચર કરે છે. સૂર્યના ઘરમાં મંગળના ગોચરથી કેટલીક રાશિઓને ખુબ જ ફાયદો થઈ શકે છે અને ચમત્કારી પરિણામો પણ મળી શકે છે.
મંગળનું સિંહમાં ગોચર 9 માર્ચ 2027 સુધી કેટલીક રાશિઓને અનેક ક્ષેત્રોમાં બંપર ફાયદો કરાવી શકે છે. તમારા જીવન પર સીધો પ્રભાવ પાડી શકે છે. જાણો કોણ છે તે લકી રાશિઓ...
1/5
મંગળનું સિંહ રાશિમાં ગોચર
જ્યોતિષ શાસ્ત્રમાં મંગળની ગણતરી ગ્રહોના સેનાપતિ અને સૂર્યને ગ્રહોના રાજા તરીકે ગણવામાં આવે છે. ગ્રહોના સેનાપતિ હાલ કેટલીક રાશિઓ માટે સારા દિવસો લઈને આવ્યા છે. હાલમાં જ મંગળનું સૂર્ય રાશિમાં ગોચર થયું. સૂર્યના ઘરમાં મંગળનું ગોચર તમામ રાશિઓ પર પ્રભાવ પાડતું હોય છે. સિંહ રાશિમાં મંગળના ગોચરથી મંગળની સાથે સાથે સૂર્યની એનર્જી પણ અસર પાડે છે. હિન્દુ પંચાંગ મુજબ સિંહ રાશિમાં મંગળનું ગોચર 9 માર્ચ 2027 સુધી રહેશે. 105 દિવસનો આ સમયગાળો કેટલીક રાશિઓ માટે ખુબ ફાયદાકારક રહી શકે છે.
2/5
સિંહ રાશિ
સૂર્યની રાશિ સિંહના જાતકો માટે આ ગોચર લાભકારક રહી શકે છે. વેપારીઓને બમણો લાભ થઈ શકે છે. આ રાશિના લોકોનું ખુબ માન સન્માન વધશે. ફાઈનાન્શિયલ રીતે તમે નફામાં રહેશો. આર્થિક મોરચે લાભ થશે.
3/5
ધનુ રાશિ
ધનુ રાશિના જાતકો માટે મંગળનું આ ગોચર ફાયદાકારક સાબિત થઈ શકે છે. જાતકોના પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. આવકમાં વધારો થવાની શક્યતા છે.
4/5
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે મંગળનું ગોચર પોઝિટિવ સાબિત થઈ શકે છે. ધનની આવક વધી શકે છે. તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થશે. લગ્ન જીવનમાં મધુરતા જળવાઈ રહેશે.
5/5
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગળનું આ ગોચર અત્યંત શુભ સાબિત થઈ શકે છે. તમને દરેક કાર્યમાં સફળતા મળી શકે છે. પૈસા કમાવવાની નવી નવી તકો સામે આવશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)