ગ્રહોના સેનાપતિ મંગળે કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં ગોચર કરી લીધુ છે. મંગળનું સિંહ રાશિમાં રહેવું તેમની મજબૂત સ્થિતિને દર્શાવે છે. મંગળ આ રાશિમાં 9 માર્ચ 2027 સુધી રહેશે. આ દરમિયાન મંગળ ચાર રાશિઓને બંપર લાભ કરાવી શકે છે.
મંગળે 12 નવેમ્બરે કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. આ રાશિના સ્વામી મંગળ છે. આ બંને રાશિઓ અગ્નિ તત્વની ગણાય છે. મંગળનું સિંહ રાશિમાં રહેવું તે તેમના પાવરમાં વધારો કરનારો છે.
1/5
મંગળ પાવરફૂલ સ્થિતિમાં
જ્યોતિષ શાસ્ત્ર મુજબ મંગળની આ દરમિયાન કેતુ સાથે યુતિ રહેશે અને શનિ પર તેમની દ્રષ્ટિ પણ અનેક પ્રકારના ફેરફારોનો સંકેત આપે છે. મંગળનું આ રાશિ પરિવર્તન કેટલીક રાશિઓ માટે ખુબ લાભકારી રહી શકે છે. જાણો આ રાશિઓમાં તમારી રાશિ સામેલ છે કે નહીં.
2/5
મિથુન રાશિ
મંગળનું ગોચર તમારા માટે શુભ પરિણામ લઈને આવી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવાની સંભાવના છે. ક્યાંક અટવાયેલું ધન તમને પ્રાપ્ત થઈ શકે છે. જે લોકોએ લાંબા સમયથી રોકાણ કર્યું હતું અને નુકસાન ઝેલી રહ્યા હતા તેમને હવે શુભ પરિણામ મળી શકે છે. કરિયરમાં પ્રગતિની તકો મળી શકે છે. કોઈ સારી નોકરીની તક મળી શકે છે. મહેનતના સારા પરિણામ મળવાના સંકેત છે.
3/5
તુલા રાશિ
આ ગોચરથી તમને લાભ થઈ શકે છે. કાર્યક્ષેત્રે સફળતાના સંયોગ છે. ક્રિએટિવ ફિલ્ડમાં કાર્યરત લોકો માટે દિવસ અને સમય ખુબ અનુકૂળ રહેશે. તમારા અટકેલા કામ ગતિ પકડી શકે છે. કરિયર સંલગ્ન મામલાઓમાં સકારાત્મક પરિણામ મળવાની સંભાવના છે. મિત્રો અને સંબંધીઓ સાથે ચાલી રહેલો મનમોટાવ પણ દૂર થઈ થશે. ખાણી પીણી અને હરવા ફરવાનો સમય મળશે.
4/5
વૃશ્ચિક રાશિ
મંગળનું રાશિ પરિવર્તન તમારા માટે અનુકૂળ રહી શકે છે. આ દરમિયાન કાર્યક્ષેત્રે સફળતા મળવાના યોગ છે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થઈ શકે છે અને કરિયરમાં આગળ વધવાની તક મળી શકે છે. જે લોકો લાંબા સમયથી નોકરીમાંથી સ્વિચ કરીને પોતાનું કામ શરૂ કરવાનું વિચારતા હતા તેમનમું ભાગ્ય હવે ચમકી શકે છે. પ્રોપ્રટી વગેરેમાં રોકાણ કરવા માટે પણ સમય ખુબ સારો જોવા મળી રહ્યો છે.
5/5
મીન રાશિ
મંગળનું ગોચર તમારા માટે સારું રહેશે. કામકાજ સંબંધિત બાધાઓ દૂર થઈ શકે છે. કરિયરમાં વિશેષ સફળતાના યોગ છે. અટકેલા કામ પૂરા થવાથી મન પ્રસન્ન રહેશે. ધનધાન્યની સરળતાથી પ્રાપ્તિ થશે. ખર્ચા પર લગામ રહેશે. આવકના સાધનોમાં વધારાના સંકેત છે. ભવિષ્યની યોજનાઓને ધ્યાનમાં રાશીને ક્યાંક રોકાણ કરી શકો છો. જો કે આ દરમિયાન જોખમથી સાવધાન રહેવું પડશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)