Lucky Zodiac Signs: નવપંચમ દ્રષ્ટિ યોગથી 4 રાશિઓના જીવનમાં ઘણા સકારાત્મક ફેરફાર જોવા મળશે. આ રાશિઓની આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. સાથે કરિયરમાં લાભ પ્રાપ્ત કરવાની સુવર્ણ તક હાથ લાગશે.
Navpancham Drishti Yog: 16 ઓક્ટોબરે એક પ્રભાવશાળી નવપંચમ દ્રષ્ટિ યોગનું નિર્માણ થવાનું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ યોગ ત્યારે બને છે જ્યારે કુંડળીમાં બે ગ્રહો એક-બીજાથી પાંચમાં અને નવમાં ભાવમાં સ્થિત હોય છે કે તેની વચ્ચે 120 ડિગ્રીનો કોણ બને છે. પંચાંગ અનુસાર 16 ઓક્ટોબરે બપોરે 1 કલાક 58 મિનિટ પર ઉર્જા અને સાહસના કારક ગ્રહ મંગળ અને કર્મ, ન્યાય તથા અનુશાસનના પ્રતીક શનિ વચ્ચે નવપંચમ દ્રષ્ટિ યોગ સ્થાપિત થશે. આ બંને શક્તિશાળી ગ્રહોના આ શુભ સંયોગથી ઘણી રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે. આવો જાણીએ આ યોગથી કઈ રાશિઓને જબરદસ્ત લાભ પ્રાપ્ત થવાનો છે.
1/5
મેષ રાશિ (Aries)
મેષ રાશિના જાતકો માટે શનિ અને મંગળનો નવપંચમ સંબંધ ખુબ સકારાત્મક સાબિત થશે. તમારા આત્મવિશ્વાસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે જેનાથી તમે તમારા ઘણા કામ ઈચ્છાથી પૂર્ણ કરી શકશો. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થશે. કાર્યસ્થળ પર ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. અચાનક ધનલાભનો યોગ બની રહ્યો છે. રોકાણમાં સારો લાભ મળશે.
2/5
મિથુન રાશિ (Gemini)
મિથુન રાશિના જાતકોના માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં સારો વધારો જોવા મળશે. કરિયરમાં મોટો મુકામ હાસિલ કરવામાં સફળ રહેશો. બિઝનેસમાં કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. તમારા અટવાયેલા કામ પૂરા થશે. આવકના નવા સ્ત્રોત બનશે. કોઈ જૂના દેવામાંથી છુટકારો મળી શકે છે. કોઈ શુભ સમાચાર પણ સાંભળવા મળી શકે છે.
3/5
તુલા રાશિ (Libra)
તુલા રાશિના જાતકો માટે નવપંચમ યોગ કોઈ ચમત્કારથી ઓછો નથી. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યાં છો તો તેના માટે સમય શુભ છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. ધનમાં વૃદ્ધિની જબરદસ્ત અસર જોવા મળી રહી છે. સંપત્તિ કે વાહન ખરીદવાનું સપનું પૂરુ થઈ શકે છે.
4/5
મકર રાશિ (Capricorn)
મકર રાશિના જાતકોને કરિયરમાં નવી ઊંચાઈઓ હાસિલ કરશો. નવું સ્ટાર્ટઅપ કે બિઝનેસ શરૂ કરવા માટે 16 ઓક્ટોબર બાદનો સમય સારો છે. તમારા અટવાયેલા પૈસા પરત મળવાની પ્રબળ સંભાવના છે. બેંક બેલેન્સમાં સારો વધારો જોવા મળી શકે છે.
5/5
ડિસ્ક્લેમરઃ
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.