• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /18 વર્ષ બાદ કેતુનું કર્કમાં ગોચર, 566 દિવસ સુધી આ રાશિઓ ધનમાં આળોટશે! વિચાર્યું પણ નહીં હોય ત્યાંથી થશે ફાયદો

18 વર્ષ બાદ કેતુનું કર્કમાં ગોચર, 566 દિવસ સુધી આ રાશિઓ ધનમાં આળોટશે! વિચાર્યું પણ નહીં હોય ત્યાંથી થશે ફાયદો

Written ByViral Raval
Published: Nov 11, 2026, 04:17 PM IST|Updated: Nov 11, 2026, 04:44 PM IST
joinshare
Ketu Gochar: જ્યોતિષ શાસ્ત્રમાં જેને છાયા ગ્રહ, રહસ્યમયી ગ્રહ, પાપી ગ્રહ, ક્રૂર ગ્રહ તરીકે ઉપમા મળેલી છે તે કેતુ 18 વર્ષ બાદ કર્ક રાશિમાં ગોચર કરશે. કેતુનું રાશિ પરિવર્તન ડિસેમ્બરમાં થશે.

જ્યોતિષ ગણતરીઓ મુજબ કેતુના રાશિ બદલવાથી કેટલીક રાશિઓ માટે સારો સમય શરૂ થઈ શકે છે. કેતુને આધ્યાત્મિક ગ્રહ પણ ગણવામાં આવે છે. અચાનક થનારા ફેરફાર અને વૈરાગ્યના કારક પણ ગણાય છે. કેતુ હાલ સિંહ રાશિમાં છે અને લગભગ 18 વર્ષ બાદ 5 ડિસેમ્બરે કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં કેતુ 566 દિવસ એટલે કે 23 જૂન 2028 સુધી રહેશે. 

કેતુનું કર્ક રાશિમાં ગોચર1/6

કેતુનું કર્ક રાશિમાં ગોચર

જ્યોતિષ વિદ્યાના જાણકારો જણાવે છે કે જ્યારે કેતુ કર્ક રાશિમાં ગોચર કરે છે ત્યારે સૌથી વધુ મન અને ભાવનાત્મક જીવન પર પ્રભાવ પાડે છે. આ દરમિયાન કેટલાક લોકોને દરેક ક્ષેત્રે લાભ થાય છે. કેટલાક લોકો એવા પણ હોય છે જેમને કૌટુંબિક અને માનસિક પળોઝળનો સામનો કરવો પડે છે. કર્ક રાશિના સ્વામી ચંદ્રમા છે અને ચંદ્રમા મન અને માનસિક શાંતિના કારક ગણાય છે. કેતુના આ ગોચરથી કેટલાક રાશિવાળાને નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. મહેનતનું પૂરેપૂરું પરિણામ મળી શકે છે. આત્મવિશ્વાસ વધી શકે છે. ધન સંબંધિત મામલાઓમાં સાવધાની રાખવી જરૂરી છે. જાણો કોને આ ગોચર ફાયદો કરાવી શકે છે.
મેષ રાશિ2/6

મેષ રાશિ

મેષ રાશિના જાતકોને કામમાં પ્રગતિ થઈ શકે છે. ધન સંબધિત કામોમાં સફળતા મળી શકે છે. ધનની સ્થિતિ બદલાઈ શકે છે. અટકેલા કામો પૂરા થઈ શકે છે. નોકરીયાતોને મહત્વપૂર્ણ પદ કે પ્રોજેક્ટની જવાબદારી મળી શકે છે. મહેનત રંગ લાવશે. કોઈ સારા સમાચાર મળી શકે છે.
સિંહ રાશિ3/6

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોને કેતુ લાભકારી પરિણામ આપી શકે છે. આ સમય દરમિયાન જાતકોને કરિયરમાં સફળતા મળી શકે છે. નોકરીયાતોને નવી નોકરી કે પદોન્નતિ મળી શકે છે. કામકાજમાં તણાવ ઘટશે. માનસિક શાંતિનો અનુભ કરશો. આ સમય દરમિયાન મોટા નિર્ણય લેવામાં સફળ રહી શકો છો.
કન્યા રાશિ4/6

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોને આર્થિક લાભ અને આવકની નવી તકો મળી શકે છે. કોઈ જૂના અટવાયેલા ધનની વાપસી થઈ શકે છે. કોર્ટ કચેરીના કામમાં સફળતા મળી શકે છે. પેન્ડિંગ કાર્યોમાં ગતિ આવી શકે છે. સાહસ અને પરાક્રમમાં વધારો થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ5/6

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકોને દરેક કામમાં પ્રગતિ થઈ શકે છે. આ સમય દરમિયાન કરિયર અને કારોબારમાં વધારો થઈ શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થવાથી કોઈ મહત્વપૂર્ણ કામમાં સફળતા મળી શકે છે. અનેક કામ એક સાથે કરવામાં સફળ રહી શકો છો. લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સરળતા રહી શકે છે. ધનની સ્થિતિમાં સુધારો થશે અનો રોકાણની સારી તક મળી શકે છે.
મીન રાશિ6/6

મીન રાશિ

મીન રાશિના જાતકોને કાર્યક્ષેત્રે નવી સફળતા મળી શકે છે. વેપારી વર્ગને કોઈ મહત્વની ડીલ થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. જૂના આવકના સ્ત્રોતોથી પણ પૈસાની કમાણી થઈ શકે છે. પરિવાર સંબંધિત સમસ્યા દૂર થઈ શકે છે. (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
TAGS:
astrology

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.