• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /અતિચારી ગુરુ રહસ્યમયી કેતુના ઘરમાં, આગામી 81 દિવસ વૃષભ સહિત 4 રાશિઓને કરાવશે ધનના ઢગલા!

અતિચારી ગુરુ રહસ્યમયી કેતુના ઘરમાં, આગામી 81 દિવસ વૃષભ સહિત 4 રાશિઓને કરાવશે ધનના ઢગલા!

Written ByViral Raval
Published: Nov 04, 2026, 09:10 AM IST|Updated: Nov 04, 2026, 09:13 AM IST
joinshare
દેવગુરુ બૃહસ્પતિ હાલ કેતુના મઘા નક્ષત્રમાં છે. ગુરુની આ સ્થિતિ તમામ 12 રાશિઓ પર અલગ અલગ અસર પાડતી હોય છે. જાણો આગામી 81 દિવસ કોના માટે શુભ રહી શકે છે.

વૈદિક જ્યોતિષમાં ગુરુનું નક્ષત્ર પરિવર્તન એ શુભ અને પ્રભાવશાળી ઘટનાઓમાં ગણાય છે.  ગુરુ એ ધન, સંતાન, ભાગ્ય અને જ્ઞાન વગેરેના કારક ગણાય છે. હાલમાં જ 31 ઓક્ટોબરના રોજ ગુરુ મઘા નક્ષત્રમાં આવ્યા છે. આ નક્ષત્રમાં 24 જાન્યુઆરી 2027 સુધી રહેશે. એટલે કે મઘા નક્ષત્રમાં ગુરુનું રોકાણ 81 દિવસ સુધીનું છે. આ નક્ષત્રના સ્વામી કેતુ છે. 

ગુરુ પર રહેશે કેતુનો પ્રભાવ1/5

ગુરુ પર રહેશે કેતુનો પ્રભાવ

જ્યોતિષ ગણતરીઓ મુજબ મઘા નક્ષત્ર ગોચરમાં ગુરુ પર રહસ્યમયી કેતુનો પણ પ્રભાવ રહેશે. જે લોકો ઉચ્ચ પદો કે પ્રતિષ્ઠાનોમાં કામ કરે છે તેને મઘા નક્ષત્ર અસર કરે છે. એવું કહેવાય છે કે ગુરુ જે ભાવ કે નક્ષત્રમાંથી પસાર થાય છે તેના પ્રભાવમાં વધારો કરે છે. આથી આ સમય વ્યક્તિગત જીવનમાં મોટા નિર્ણયો, સત્તા, પાવર અને કાર્યક્ષેત્રમાં પરફોર્મન્સને આગળ લાવશે. આ દરમિયાન સામાજિક માન પ્રતિષ્ઠામાં વધારો જોવા મળશે. મઘા નક્ષત્રના ગુરુ મેષથી લઈને મીન રાશિને પ્રભાવિત કરશે પરંતુ 4 રાશિઓ એવી છે જેમને તે ખુબ જ શુભ અને લાભકારી પરિણામ આપી શકે છે.
વૃષભ રાશિ2/5

વૃષભ રાશિ

અષ્ટમેશ ગુરુનું ગોચર તમારા ચતુર્થ ભાવમાં થવાથી અટકેલા કામો ઝડપથી થવા લાગે છે. નવી નોકરીની તક અને વેપારમાં પ્રગતિના સંકેત છે. ભૌતિક સુખ સંપત્તિમાં વધારો થશે. કરિયરમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. ગુરુની દ્રષ્ટિ અષ્ટમ, દશમ અને દ્વાદશ ભાવમાં હોવાથી આવકમાં વધારાના સંકેત છે. પ્રમોશન કે પદોન્નતિની પ્રાપ્તિ થઈ શકે છે. કોઈ જૂના રોકાણથી સારા લાભ થઈ શકે છે.
કર્ક રાશિ3/5

કર્ક રાશિ

કર્ક રાશિના બીજા ભાવ કે જે ધન અને વાણી ભાવમાં ગુરુનું ગોચર અનુકૂળ પરિણામ આપી શકે છે. આ સમય દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. ધનની સ્થિતિમાં સુધારો થશે અને ધન ભેગુ કરવામાં સફળ રહેશો. પૈતૃક સંપત્તિનો ફાયદો ઉઠાવી શકો છો. કાર્યસ્થળ પર તમારા કામકાજની સ્થિતિ સુધરી શકે છે. વાણી પ્રભાવશાળી રહેશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સારા પરિણામ મળી શકે છે. અટકેલું ધન પાછું મળી શકે છે.(AI Image)
કન્યા રાશિ4/5

કન્યા રાશિ

કન્યા રાશિને ગુરુનું 12માં ભાવમાં ગોચર જીવનમાં સકારાત્મક પરિણામ લાવી શકે છે. આ સમય દરમિયાન સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે. વેપારીઓને લાભની તક મળી શકે છે. કોઈ શુભ સમાચાર મળી શકે. વિદેશ મુસાફરીની તક છે. કોર્ટ કચેરીના કામમાં સફળતાના સંકેત છે. જમીન, મકાન કે વાહનની ખરીદી થઈ શકે.
કુંભ રાશિ5/5

કુંભ રાશિ

ગુરુનું સપ્તમ ભાવમાં ગોચર તમારા જીવનમાં જબરદસ્ત ફેરફાર લાવી શકે છે. આ સમય દરમિયાન તમને ધનની પ્રાપ્તિ થઈ શકે છે. આવકમાં વધારાના સંકેત છે. પરિવારમાં માંગલિક કાર્ય થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. ઉચ્ચ અધિકારીઓનો સાથ મળશે. વેપારીઓને મુસાફરી થઈ શકે છે. પ્રમોશન કે પદોન્નતિની રાહ જોતા લોકોને શુભ સમાચાર મળી શકે. મહેનત રંગ લાવશે. (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
TAGS:
astrology

Trending

  • News
  • Photos
  • Videos
Water Drinking Mistakes: કિડની ખરાબ થવાનું કારણ બને શકે પાણી પીવામાં કરેલી આ 5 ભૂલો

Water Drinking Mistakes: કિડની ખરાબ થવાનું કારણ બને શકે પાણી પીવામાં કરેલી આ 5 ભૂલો

2

ઈરાન પર પરમાણું હુમલો થયો તો શું ભારતને પણ થશે અસર? જાણો કેમ અમેરિકાના ટારગેટ પર છે પિકએક્સ માઉન્ટેન, જાણો

3

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે દિવાળી પહેલા ખુશીના સમાચાર: મોંઘવારી ભથ્થાને મંજૂરી, જાણો કેટલા ટકા વધ્યું DA

4

Mug Pulav Recipe: આણંદનો પ્રખ્યાત મગ પુલાવ બનાવવાની રીત, નાના-મોટા સૌ કોઈ આંગળા ચાટીને ખાશે

5

Gold Rate Today: દિવાળી પહેલા જ સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો વધારો, અમેરિકી મિડ ટર્મ ચૂંટણીની અસર! જાણો આજનો ગોલ્ડ-સિલ્વર રેટ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.