સોમવારે નવરાત્રીનો છેલ્લો દિવસ હતો અને ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમવાના મૂડમાં હતા. મોડી રાતે અને ઘણે ઠેકાણે તો વહેલી સવાર સુધી ગરમાની મજા ખેલૈયાઓએ માણી. જો કે ગાંધીનગરથી ગરબા રમીને આવતા કેટલાક યુવા હૈયાઓ માટે આ નવરાત્રીનો છેલ્લો દિવસ જિંદગીનો છેલ્લો દિવસ બની રહ્યો.
પૂરપાટ ઝટપે આવતી કાર ડિવાઈડર સાથે ભટકાતા 3 લોકોના જીવ ગયા. નવરાત્રીના ટ્રેડિશનલ ડ્રેસો પણ લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યા. ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમીને આવ્યા હશે અને મોતની ગોદમાં સમાઈ ગયા.
1/4
ગાંધીનગરથી ગરબા રમીને આવી રહ્યા હતા
ગાંધીનગરના અડાલજથી અમદાવાદ જતા માર્ગ ઉપર આજે વહેલી સવારે આજે આ અકસ્માત સર્જાયો. મહારાજા હોટલ નજીક વહેલી સવારે આ પૂરપાટ ઝડપે જઈ રહેલી હ્યુન્ડાઈની વેરના કાર રોડની વચ્ચોવચ ડિવાઈડર સાથે અથડાતા પલટી મારીને હવામાં ફંગોળાઈ હતી.
2/4
ડિવાઈડર સાથે ભટકાઈ કાર
આ કારમાં સવાર યુવક યુવતીઓ ગાંધીનગરથી ગરબા રમીને આવી રહયા હતા એવું જણાતું હતું. ઘટનાસ્થળે નવરાત્રીના ટ્રેડિશનલ ડ્રસ પણ લોહી લુહાણ હાલતમાં જોવા મળ્યા હતા. અકસ્માતમાં બે યુવાઓ અને એક યુવતીનું મોત નિપજ્યું જ્યારે એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.
3/4
મૃતક યુવતી રાજકોટની
પોલીસ તપાસમાં જે માહિતી સામે આવી છે તે મુજબ આ ગાડી રાજ રતનસિંહના નામે નોંધણી થયેલી છે અને અમદાવાદમાં રજિસ્ટર્ડ છે. મૃતક એક યુવતીનું નામ આસ્થા છે. જે મૂળ રાજકોટની છે. આસ્થાના માતા પિતાને પણ રાજકોટથી બોલાવવામાં આવ્યા છે.
4/4
ગરબા રમીને અમદાવાદ આવતા હતા
મળતી માહિતી મુજબ અકસ્માતનો ભોગ બનેલી કારમાં કુલ ચાર લોકો હતા. તમામ ગાંધીનગરમાં ગરબા રમીને વહેલી સવારે અમદાવાદ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અડાલજ રોડ પર કારચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો અને બેકાબુ બનેલી ગાડી ડિવાઈડર પર ચડી અને જોરદાર ફંગોળાઈ હતી. કારના ફૂરચા ઉડી ગયા હતા.