• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /અનેક વર્ષો બાદ દિવાળી પર એક સાથે બે યોગોનો સંયોગ, 4 રાશિઓ ધનાઢ્ય થાય તેવા યોગ, નોકરી-વેપારમાં લાભ જ લાભ!

અનેક વર્ષો બાદ દિવાળી પર એક સાથે બે યોગોનો સંયોગ, 4 રાશિઓ ધનાઢ્ય થાય તેવા યોગ, નોકરી-વેપારમાં લાભ જ લાભ!

Written ByViral Raval
Published: Nov 03, 2026, 08:46 AM IST|Updated: Nov 03, 2026, 08:52 AM IST
joinshare
આ દિવાળી ગ્રહ ગોચરને લઈને ખુબ ખાસ છે. ધન, સંપત્તિ, પ્રેમ, આકર્ષણ, ભોગ-વિલાસના કારક ગણાતા શુક્ર અને બુદ્ધિ અને વાણીના દાતા બુધ તથા ગ્રહોના રાજા સૂર્યના સંયોગથી એક ખાસ સંયોગ બની રહ્યો છે.

આ વર્ષે 8 નવેમ્બરના રોજ દિવાળી  છે. આ અસરે સ્વાતિ નક્ષત્રની સાથે સાથે આયુષ્યમાન અને સૌભાગ્ય યોગ પણ રહેશે. જ્યારે તુલા રાશિમાં શુક્ર અને સૂર્યની યુતિથી શુક્રાદિત્ય યોગ બનશે. તથા સૂર્ય અને બુધને યુતિથી બુધાદિત્ય યોગ બનશે. 

બુધાદિત્ય અને શુક્રાદિત્ય યોગ1/5

બુધાદિત્ય અને શુક્રાદિત્ય યોગ

જ્યોતિષ માન્યતાઓ મુજબ ગ્રહોનો આ સંયોગ અનેક વર્ષો બાદ બની રહ્યો છે. જેનો પ્રભાવ કેટલીક રાશિઓ માટે ખુબ શુભ રહી શકે છે. આ જાતકોને કરિયરમાં મોટી સફળતા, નોકરીની નવી તકો અને ધન ધાન્યની પ્રાપ્તિ થઈ શકે છે. આ વખતે 8 નવેમ્બરના રોજ દિવાળીના તહેવારની ઉજવણી થશે અને તે સમયે અનેક શુભ યોગો બની રહ્યા છે. તુલા રાશિમાં સૂર્ય અને શુક્ર શુક્રાદિત્ય યોગ બનાવશે જ્યારે સૂર્ય અને બુધની યુતિ બુધાદિત્ય યોગનું નિર્માણ કરશે અને આ બંને યોગ જ્યોતિષ દ્રષ્ટિએ અત્યંત શુભ ગણાય છે. જાણો કઈ રાશિઓને ફાયદો થઈ શકે છે.
મેષ રાશિ2/5

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે દિવાળીનો સમય શુભ રહી શકે છે. આ સમય દરમિયાન કાર્યોમાં ઈચ્છિત સફળતા મળી શકે છે. કાર્યક્ષેત્રે સફળતા મળશે. લાંબા સમયથી જમીન સંપત્તિ મામલે જે ગૂંચવણો હતી તે દૂર થઈ શકે છે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય તમારા પક્ષે આવી શકે છે. આર્થિક મામલે પણ રાહત મળી શકે છે.
તુલા રાશિ3/5

તુલા રાશિ

તુલા રાશિવાળાનું ભાગ્ય મજબૂત થશે. આ દરમિયાન તમારા અટકેલા કામ પૂરા થઈ શકે છે અને નવી તકો મળી શકે છે. પરિવારમાં સુખદ માહોલ રહેશે. કોઈ મોટું સપનું દિવાળી સમયે પૂરું થઈ શકે છે. માતા પિતા તરફથી સામાન્ય સહયોગ મળી શકે છે. તમે તમારી જવાબદારીઓ સારી રીતે નિભાવી શકો છો. નવા લોકો સાથે મળીને વેપાર કરશો. આર્થિક મોરચે સારું રહી શકે છે.
ધનુ રાશિ4/5

ધનુ રાશિ

ધનુ રાશિના જાતકો માટે આ સમય માન સન્માન અને સફળતા લાવનારો રહી શકે છે. કાર્યક્ષેત્રે કામની પ્રશંસા થશે. વેપારમાં જોડાયેલા જાતકોને લાભ થઈ શકે છે. ઘર અને બહાર બંને જગ્યાએ તમારું માન સન્માન વધશે. ઘર ખરીદવાનું સપનું પૂરું થશે. કોઈ નવી યોજના કે વ્યવસાયિક તક ભવિષ્યમાં ફાયદો કરાવી શકે છે. કરિયરમાં સારા ફેરફાર આવી શકે છે.
મીન રાશિ5/5

મીન રાશિ

મીન રાશિના જાતકો માટે દિવાળીનો સમય ખુબ ભાગ્યશાળી રહી શકે છે. પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે. જીવનમાં સકારાત્મક ફેરફાર આવી શકે છે. દાંપત્ય જીવનમાં સુખ શાંતિ રહેશે. સપના પૂરાં થશે અને નવા લક્ષ્યો પણ નિર્ધારિત કરશો. પરિવાર સાથે સારો સમય વીતાવી શકો છો. (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
TAGS:
Rashifal

Trending

  • News
  • Photos
  • Videos
ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ, તો ગુજરાતમાં પ્રતિબંધ કેમ? સરાઝા પાર્ટી વિવાદ વચ્ચે પીપળીયાએ ખોલી દારૂબંધીની પોલ!

ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ, તો ગુજરાતમાં પ્રતિબંધ કેમ? સરાઝા પાર્ટી વિવાદ વચ્ચે પીપળીયાએ ખોલી દારૂબંધીની પોલ!

2

અમદાવાદીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર; 3 અને 4 નવેમ્બરે ચીમનભાઈ પટેલ બ્રિજ પર ટ્રાફિક ડાયવર્ઝન જાહેર, જાણો વૈકલ્પિક માર્ગો

3

Glenn Maxwell Retirement: મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ, 14 વર્ષના કરિયરનો અંત

4

યુએસ મિડટર્મ ઇલેક્શન વચ્ચે અમેરિકાની ઇરાન પર એરસ્ટ્રાઇક: કેશમ આઇલેન્ડ પર ડ્રોન હુમલો, શું ફરી વધશે તણાવ?

5

અમદાવાદના નિકોલમાં ફોર્ચ્યુનર કારનો કહેર! પાથરણાવાળાઓને કચડ્યા, ચાર લોકોને અડફેટે લેતા એક મહિલાનું મોત

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.