• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /ધનતેરસ પહેલા ધનના ઢગલા કરે તેવો શુભ યોગ સર્જાશે, 4 રાશિઓની દિવાળી સુધરી જશે, બંપર આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ

ધનતેરસ પહેલા ધનના ઢગલા કરે તેવો શુભ યોગ સર્જાશે, 4 રાશિઓની દિવાળી સુધરી જશે, બંપર આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ

Written ByViral Raval
Published: Oct 27, 2026, 08:40 AM IST|Updated: Oct 27, 2026, 08:45 AM IST
joinshare
દિવાળી પહેલા 1 નવેમ્બરના રોજ ચંદ્રમા અને મંગળની યુતિ થવા જઈ રહી છે. જેનાથી ચંદ્રમા મંગળ યોગ બનશે. આ યોગ કેટલીક રાશિઓને ખુબ ફાયદો કરાવી શકે છે.


ચંદ્રમા એ મન,લાગણીઓના કારક છે જ્યારે મંગળ એ ગ્રહોના સેનાપતિ અને ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. ચંદ્રમા ખુબ ઝડપી ગતિથી રાશિ પરિવર્તન કરે છે અને એટલે એક રાશિમાં બેથી અઢી દિવસ રહે છે. 

ચંદ્ર મંગળ યુતિ1/5

ચંદ્ર મંગળ યુતિ

ગ્રહોની યુતિથી અનેક પ્રકારના વિશેષ યોગ બનતા હોય છે જે ક્યારે શુભ હોય છે તો ક્યારેક તે અશુભ પણ હોઈ શકે છે. પરંતુ 1 નવેમ્બરે કર્ક રાશિમાં જે યુતિ બનશે તે શુભ સંયોગ બનાવશે. ચંદ્રમા કર્ક રાશિમાં ગોચર કરશે જ્યાં પહેલેથી જ મંગળ બિરાજમાન છે. આવામાં આ બંને શુભ ગ્રહોની યુતિ બનશે. જેનાથી આવનારો સમય કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકાવી શકે છે. જોણે તે ભાગ્યશાળી રાશિઓ વિશે.
મેષ રાશિ2/5

મેષ રાશિ

મેષ રાશિ એ મંગળના સ્વામિત્વવાળી રાશિ છે. ત્યારે આવામાં તેમને કરિયરમાં મોટી સફળતા મળી શકે છે. અચાનક ધનલાભની તકો સર્જાઈ શકે છે. તમારા દ્વારા લેવાયેલા નિર્ણયો યોગ્ય સાબિત થઈ શકે છે. મુસાફરીથી સારો એવો લાભ થઈ શકે છે. આવક વધશે. ભાગીદારીમાં ધંધો કરતા હશો તો લાભ થવાની તક છે. મકાન કે વાહન સુખ મળી શકે છે.
કર્ક રાશિ3/5

કર્ક રાશિ

ચંદ્ર અને મંગળની આ યુતિ કર્ક રાશિવાળાને પણ ફાયદો કરાવી શકે છે. કર્ક રાશિના સ્વામી ચંદ્રમા પોતે છે. તમને ખાસ કરીને વાહન કે પ્રોપર્ટી સંલગ્ન મામલાઓમાં સફળતા મળી શકે છે. આવકમાં વધારો થઈ શકે છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા મજબૂત થશે. નવા કામની શરૂઆત કરશો. વિદેશ સંલગ્ન કાર્યોમાં સારો એવો લાભ થઈ શકે છે.
તુલા રાશિ4/5

તુલા રાશિ

તુલા રાશિના સ્વામી શુક્ર છે. પરંતુ આ યુતિ તેમને ગજબનો ફાયદો કરાવી શકે છે. સુખ સુવિધામાં વધારો થઈ શકે. નોકરીમાં પ્રમોશન કે પગાર વધારો થઈ શકે છે. બિઝનેસમાં બંપર લાભના સંકેત છે. નવા કામની શરૂઆત થઈ શકે. કોઈ જૂના રોકાણથી સારો લાભ થવાના યોગ છે. મનગમતી નોકરી મળી શકે છે. વાહન સુખની પ્રાપ્તિના યોગ છે.
વૃશ્ચિક રાશિ5/5

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકોને ચંદ્ર મંગળ યોગ લાભકારી રહી શકે છે. આવકમાં વધારો થઈ શકે છે. ધનલાભના પ્રબળ સંકેત છે. કોઈ કામમાં મોટી સફળતા મળી શકે છે. પગારમાં વધારાના સંકેત છે. પૈતૃક સંપત્તિથી લાભ થઈ શકે છે. જમીન ખરીદો એવા યોગ છે. ઓફિસમાં પણ તમારા કામથી વરિષ્ઠ અધિકારીઓ પ્રસન્ન રહેશે. (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
TAGS:
Rashifal

Trending

  • News
  • Photos
  • Videos
હાઇવેની પાસે રહેતા લોકો માટે સરકારની એક મોટી જાહેરાત, 1500ના વાર્ષિક પાસ સાથે મુક્તપણે પાર કરો ટોલ, જાણો

હાઇવેની પાસે રહેતા લોકો માટે સરકારની એક મોટી જાહેરાત, 1500ના વાર્ષિક પાસ સાથે મુક્તપણે પાર કરો ટોલ, જાણો

2

કેનેડામાં રોડ અકસ્માતમાં ગાંધીનગરના યુવક સહિત 4નાં મોત; મૃતદેહ વતન લાવવા પિતાની સરકારને કરૂણ અપીલ

3

જો શરીર બૂમો પાડી પાડીને આપે આ 10 ચેતવણીરૂપ સંકેત, સમજી જજો ડાયાબિટીસ થવાની છે તૈયારી!

4

હું 2027નો વર્લ્ડ કપ રમવા માંગુ છું, તેથી મારે શુભમન ગિલને ખુશ રાખવો પડશે, જાણો રોહિત શર્માએ આવું કેમ કહ્યું

5

તેલ બચાવવા ઝૂક્યું સાઉદી: દુશ્મની ભૂલીને ઈરાન પહોંચ્યા પ્રિન્સ ખાલિદ બિન સલમાન, હૂતિયોને કેમ આપી 1 અબજ ડોલરની ઓફર ?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.