બુદ્ધિ અને વાણીના કારક ગણાતા બુધ દિવાળી બાદ 13 નવેમ્બરના રોજ પોતાની ચાલમાં ફેરફાર કરશે. બુધની આ ચાલ બદલાતા કેટલીક રાશિઓને સારું ફળ મળી શકે છે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં બુધને ગ્રહોના રાજકુમાર ગણવામાં આવે છે અને તેઓ બુદ્ધિ, વાણી, વેપાર અને સંવાદના કારક ગણાય છે. બુધ સમયાંતરે પોતાની ચાલમાં ફેરફાર કરે છે. જેનો પ્રભાવ તમામ રાશિઓ પર પડતો હોય છે. હાલ બુધ અસ્ત અને વક્રી અવસ્થામા છે. અસ્ત બુધ વક્રી અવસ્થામાં તુલા રાશિમાં ભ્રમણ કરે છે અને 13 નવેમ્બરે તુલા રાશિમાં જ માર્ગી થશે.
1/5
માર્ગી બુધની અસર
વૈદિક પંચાંગ મુજબ બુધ 24 ઓક્ટોબર 2026ના રોજ શનિવારે બપોરે 12.41 કલાકે તુલા રાશિમાં વક્રી થયા હતા. લગભગ 21 દિવસ બાદ 13 નવેમ્બર 2026ના રોજ રાતે 9.22 કલાકે આ જ રાશિમાં માર્ગી ચાલમાં ભ્રમણ શરૂ કરશે. બુધ અસ્ત અવસ્થામા છે અને તે કેટલીક રાશિઓ માટે નાણા, કરિયર અને સ્વાસ્થ્ય સંબંધિત સારા સમાચાર લઈને આવી શકે છે. જાણો બુધની ચાલમાં આ ફેરફાર કોને ફાયદો કરાવી શકે છે.
2/5
વૃષભ રાશિ
વૃષભ રાશિના છઠ્ઠા ભાવમાં બુધ માર્ગી થઈ રહ્યા છે. બુધના પ્રભાવથી આ રાશિના લોકોને કરિયર અને વેપારમાં સારા ફેરફાર જોવા મળી શકે છે. ભૌતિક સુખ સંપત્તિમાં વધારાના સંકેત છે. સ્વાસ્થ્ય સુધરી શકે છે. નોકરી સંબંધિત પરેશાનીઓ દૂર થઈ શકે છે. સામાજિક માન સન્માન પ્રતિષ્ઠામાં વધારો થશે. પરિવાર સાથે સારો સમય વિતાવી શકો છો. કોઈ સારા સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. કરિયરમાં પ્રગતિ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે.
3/5
કન્યા રાશિ
કન્યા રાશિવાળા માટે બુધનું માર્ગી થવું એ લાભકારી રહી શકે છે. બુધ તમારી રાશિના બીજા ભાવમાં માર્ગી થશે. આ સમય દરમિયાન રોજી રોટી સંબધિત પરેશાનીઓ દૂર થઈ શકે છે. આર્થિક લાભના સંકેત છે. આવકના નવા નવા સ્ત્રોત ઊભા થશે અને જૂના માર્ગોથી પણ આવક થઈ શકે છે. વ્યવસાયિક સફળતાના સંકેત છે. સ્વજનો સાથે સારો સમય વિતાવવાની તક મળશે.
4/5
તુલા રાશિ
તુલા રાશિના જાતકોને બુધનું માર્ગી થવું એ સારી બાબત રહી શકે છે. તમારા આત્મસન્માનમાં વધારો થશે. સાહસ અને પરાક્રમ રંગ લાવશે. નોકરી કરતા લોકોને નવી જવાબદારી કે પદ મળી શકે છે. વેપારી વર્ગ કોઈ નવી ડીલ પર સાઈન કરી શકે છે. રોકાણની સારી તકો મળી શકે છે. આર્થિક રીતે પ્રગતિ થવાની આશા છે. કામકાજનું દબાણ ઘટશે અને માનસિક શાંતિ મળશે.
5/5
કુંભ રાશિ
કુંભ રાશિના નવમા ભાવ (ભાગ્યનું સ્થાન)માં માર્ગી થશે. આ સમય દરમિયાન તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. અટકેલા કામોમાં સફળતા મળશે. નોકરી કરનારાઓને કાર્યસ્થળ પર તમારી ક્ષમતા દેખાડવાની તક મળશે. ધનની સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. કોઈ પ્રભાવશાળી લોકોના સંપર્કમાં આવી શકો છો. જેનો લાભ તમને નોકરી અને વેપારમાં મળશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)