• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /આગામી 2 થી 3 દિવસમાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે, પણ નવરાત્રિમાં ધમધોકાર કે ભારે આફતરૂપી વરસાદની સંભાવના

આગામી 2 થી 3 દિવસમાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે, પણ નવરાત્રિમાં ધમધોકાર કે ભારે આફતરૂપી વરસાદની સંભાવના

Written ByKinjal Patel
Published: Oct 01, 2026, 09:10 AM IST|Updated: Oct 01, 2026, 09:19 AM IST
joinshare
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદની વિદાય ઘડીઓ વચ્ચે આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગ અને જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ક્યાંક હળવાથી મધ્યમ તો ક્યાંક ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Ambalal Patel Rain Forecast: હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. વેસ્ટન ડીસ્ટર્બન સક્રિય થતા ગુજરાતમાં આગાહી કરાઈ છે. આગામી બે દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યમાં સરેરાશ 11 ટકા વરસાદની ઘટ જણાઈ રહી છે. નલિયાથી ડીસા સુધીના વિસ્તારમાં ચોમાસાએ વિદાય લીધી છે. જ્યારે 2 થી 3 દિવસમાં વધુ કેટલાક વિસ્તારોમાંથી ચોમાસુ વિદાય લેશે.

ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ 1/5

ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફમાં ફેરવાતાં આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળી શકે છે. કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 11 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. નલિયાથી ડીસા સુધીના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે અને આગામી 2 થી 3 દિવસમાં વધુ કેટલાક વિસ્તારોમાંથી પણ ચોમાસું સત્તાવાર રીતે વિદાય લેશે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા2/5

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગ અનુસાર અમરેલી, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર તેમજ દેવભૂમિ દ્વારકા જેવા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ અને મહેસાણા તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી: 'હાથીયો' નક્ષત્ર ગરજશે, ગરમી પણ વધશે3/5

અંબાલાલ પટેલની આગાહી: 'હાથીયો' નક્ષત્ર ગરજશે, ગરમી પણ વધશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં ગાજવીજ સાથે 'હાથીયા' નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તેનો પ્રભાવ જોવા મળી શકે છે. લોકબોલી અનુસાર, હાથીયો ગાજવીજ સાથે વરસે તો આગામી વર્ષ સંતોષકારક રહેવાનો કોલ મળે છે અને હાથીયો ગર્જે ત્યારે તીડ પણ ભાગી જતા હોય છે. વરસાદની સાથે રાજ્યમાં ગરમીનું પ્રમાણ પણ વધશે અને મહત્તમ તાપમાન 37 થી 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
નવરાત્રિ અને ઓક્ટોબર મહિનામાં હવામાનમાં પલટો આવશે4/5

નવરાત્રિ અને ઓક્ટોબર મહિનામાં હવામાનમાં પલટો આવશે

નવરાત્રિના પ્રારંભિક બે દિવસ દરમિયાન વાતાવરણ વાદળછાયું રહેવાની સંભાવના છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 11 ઓક્ટોબરે સૂર્ય ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 13 થી 15 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને 15 ઓક્ટોબરથી રાજ્યના અન્ય ભાગોમાં હવામાન પલ્ટાશે.
સૂર્ય સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશતા જ હવામાનમાં ફરી મોટો પલટો દેખાશે5/5

સૂર્ય સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશતા જ હવામાનમાં ફરી મોટો પલટો દેખાશે

16 ઓક્ટોબરથી કેટલાક ભાગોમાં ફરી વરસાદ થઈ શકે છે, જ્યારે 17 ઓક્ટોબરે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની અને ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે. 23 ઓક્ટોબરે હેમંત ઋતુની શરૂઆત થશે અને 24 ઓક્ટોબરે સૂર્ય સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશતા જ હવામાનમાં ફરી મોટો પલટો જોવા મળી શકે છે.
TAGS:
Gujarati News

Trending

  • News
  • Photos
  • Videos
ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

2

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

3

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

4

તેને ચાકુથી મારા પર અનેક વાર કર્યા.... સામે આવ્યો ગંભીર રીતે ઘાયલ થયેલા કેપ્ટન સ્મિતનો પહેલો વીડિયો

5

Maruti ની આ કાર ખરીદવા લોકોની પડાપડી! 30 દિવસમાં 2.36 લાખ ગાડીઓ વેચાઈ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.