ગુજરાતમાં અત્યારે સામાન્ય હવામાન જોવા મળી રહ્યું છે. લોકોને ઠંડી અને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. બપોરના સમયે ગરમી લાગે છે તો વહેલી સવારે અને રાત્રે હળવી ઠંડીનો અનુભવ થાય છે. આ વચ્ચે રાજ્યમાં હવામાન અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.
1/4
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે આ વર્ષે અલ નીનોને કારણે શિયાળામાં ઓછી ઠંડી પડશે. સામાન્ય રીતે ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં વધુ ઠંડી પડતી હોય છે, પરંતુ અલ નીનોને કારણે તેમાં ઘટાડો થઈ શકે છે.
2/4
રવી પાક પર અસર થવાની સંભાવના
અંબાલાલ પટેલે કહ્યુ કે શિયાળામાં ઓછી ઠંડી પડે તો તેની અસર રવી પાક પર થઈ શકે છે. બટાટા, જીરૂ, ઘઉં, મસાલા જેવા પાક પર અસર થઈ શકે છે.
3/4
રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંતે કહ્યું કે આજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. 15 નવેમ્બર સુધી ઠંડીનો અનુભવ થશે. તો 21 નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાઈ શકે છે. 16 નવેમ્બરે બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની સંભાવના છે. 18 નવેમ્બરે વાવાઝોડું સક્રિય થઈ શકે છે.
4/4
રાજ્યમાં માવઠાની સંભાવના
અંબાલાલ પટેલે કહ્યુ કે 20 નવેમ્બર સુધી વાવાઝોડાની અસર આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં થશે. આ સાથે પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 21-27 નવેમ્બર સુધી માવઠું પડી શકે છે. એટલે કે આ વિસ્તારમાં કમોસમી વરસાદની સંભાવના પણ છે.