Ambalal Patel Prediction: નવરાત્રિ આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે ખેલૈયાઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં નવરાત્રિ દરમિયાન વરસાદની શક્યતા નહિવત છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેને લઈને આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, હજુ પણ આગામી દિવસોમાં ગરમી યથાવત્ રહેશે. મધ્ય ગુજરાતમાં 38થી 39 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે.
1/5
અંબાલાલ પટેલની આગાહી
Ambalal Patel Prediction: 11 ઓક્ટોબરથી આધશક્તિ મા અંબાના નવલા નોરતા શરૂ થઈ રહ્યા છે, યુવાન હૈયાઓ ગરબે ઘુમવા થનગની રહ્યા છે, ત્યારે ખેલૈયાઓના આનંદમાં વધારો કરતા સમાચાર સામે આવ્યા છે.
2/5
આગામી દિવસોમાં ગરમી યથાવત
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેને લઈને આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, હજુ પણ આગામી દિવસોમાં ગરમી યથાવત્ રહેશે. મધ્ય ગુજરાતમાં 38થી 39 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે.
3/5
નવરાત્રિમાં વરસાદની શક્યતા નથી
સૌરાષ્ટ્રના ભોગોમાં પણ ગરમી પડશે. જૂનાગઢ, ભાવનગર અને અમરેલીમાં પણ ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો ખેલૈયાઓને રાહતના સમાચાર આપતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, નવરાત્રિ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા નથી.
4/5
દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા
જો કે, 17થી 22 દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે. મધ્ય ગુજરાતમાં આ દરમિયાન વાદળો છવાઈ શકે છે, તો ઉત્તર ગુજરાતમાં ક્યાંક વરસાદી છાંટા પડી શકે છે.
5/5
દિવાળી પહેલા વરસાદ
અરબ સાગરના ભેજના કારણે 21 ઓક્ટોબર બાદ વરસાદ આવવાની શક્યતા છે. ઓક્ટોબરના અંતમાં ગુજરાતમાં વરસાદ આવી શકે છે. એટલે કે દિવાળી પહેલા વરસાદ થવાની શક્યતા છે .