• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /શિયાળો જોઈએ એવો જામતો કેમ નથી? અંબાલાલની આગાહી- જાણો ક્યારથી પડશે ગાત્રો થીજવી દે તેવી ઠંડી

શિયાળો જોઈએ એવો જામતો કેમ નથી? અંબાલાલની આગાહી- જાણો ક્યારથી પડશે ગાત્રો થીજવી દે તેવી ઠંડી

Written ByViral Raval
Published: Nov 23, 2026, 15:25 IST|Updated: Nov 23, 2026, 15:31 IST
joinshare
Ambalal Patel Ni Agahi: હાલ ગુજરાતમાં શિયાળો ધીરે ધીરે જમાવટ કરી રહ્યો છે. આમ છતાં દિવસે ગરમી અને રાતે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી સામે આવી છે. હવામાન ખાતાની પણ લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે.

અલનીનોના કારણે એવું કહેવાતું હતું કે આ વખતે શિયાળો જોઈએ એવો જામશે નહીં અને આવતા ઉનાળામાં પણ ગરમી હેરાન પરેશાન કરશે. ત્યારે અંબાલાલ પટેલ કહે છે કે લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. 
 

અંબાલાલની લેટેસ્ટ આગાહી1/6

અંબાલાલની લેટેસ્ટ આગાહી

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી આવી ગઈ છે. તેમણે આગામી 10થી 12 દિવસના હવામાન આગાહી કરી છે. જે મુજબ રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધઘટ જોવા મળી શકે છે. હાલ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. દિવસે ગરમી વધશે, જ્યારે વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ રહેશે. દિવસ અને રાતના તાપમાનમાં તફાવત જોવા મળી શકે છે.
સવારે ગરમી રાતે ઠંડી!2/6

સવારે ગરમી રાતે ઠંડી!

અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 16થી 17 ડિગ્રી રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે. મહત્તમ તાપમાન 30થી 32 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. બપોરના સમયે ગરમીનો અનુભવ થશે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડક રહેશે. 25થી 26 નવેમ્બર દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ફરી ઘટાડો થવાની શક્યતા.
કેમ ઠંડી અંતર જાળવી રહી છે?3/6

કેમ ઠંડી અંતર જાળવી રહી છે?

અંબાલાલના જણાવ્યાં મુજબ આ વર્ષે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય ન થતાં ઠંડીનું આગમન મોડું થઈ રહ્યું છે. ઉત્તર ભારત તરફથી ઠંડા પવનોની અસર અપેક્ષા મુજબ જોવા મળી રહી નથી. યુરોપિયન દેશોનું હવામાન અને જેટ સ્ટ્રીમની ગતિવિધિઓની અસર ભારતીય શિયાળા પર પડી શકે છે. પશ્ચિમી વિક્ષોભની સક્રિયતા શિયાળાની તીવ્રતા નક્કી કરવામાં મહત્વની રહેશે.
ક્યારે પડશે કડકડતી ઠંડી?4/6

ક્યારે પડશે કડકડતી ઠંડી?

ડિસેમ્બરની શરૂઆતથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે વધી શકે છે. 9થી 10 ડિસેમ્બરની આસપાસ પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં ડિસેમ્બર દરમિયાન હવામાનની હલચલ જોવા મળી શકે છે. લો પ્રેશર સિસ્ટમ બનવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. 17થી 19 ડિસેમ્બર દરમિયાન હાડ થીજાવતી ઠંડી પડવાની શક્યતા છે. 22 ડિસેમ્બર બાદ ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને હિમાચ્છાદિત સ્થિતિ સર્જાઈ શકે છે. તેની અસર ગુજરાતના હવામાન પર પણ પડી શકે છે.
ઠંડીનો વધુ એક મોટો રાઉન્ડ આવી શકે છે5/6

ઠંડીનો વધુ એક મોટો રાઉન્ડ આવી શકે છે

29 ડિસેમ્બર આસપાસ ગુજરાતમાં ઠંડીનો વધુ એક મોટો રાઉન્ડ આવવાની શક્યતા છે. ડિસેમ્બરના અંતિમ દિવસોમાં ઠંડીનું જોર વધી શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચવાની શક્યતા. આ વખતે શિયાળાની સૌથી વધુ ઠંડી ડિસેમ્બરના અંતિમ દિવસોમાં અનુભવાય તેવું અનુમાન છે.
ખેડૂતો માટે સલાહ6/6

ખેડૂતો માટે સલાહ

અંબાલાલે કહ્યું કે, ઘઉં, જીરું સહિતના રવિ પાક માટે હવામાન ધીમે ધીમે અનુકૂળ બની શકે છે.આગામી દિવસોમાં તાપમાનમાં થતી વધઘટને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ સાવચેતી રાખવી જરૂરી છે. જીરાના પાકમાં ભેજ અને વાદળછાયા વાતાવરણને કારણે રોગચાળાની શક્યતા વધી શકે છે. જીરાના પાકમાં રોગચાળો ન ફેલાય તે માટે પાકનું નિયમિત નિરીક્ષણ જરૂરી. તાપમાન વધવાથી બાગાયતી પાકો અને શાકભાજીમાં જીવાતનો ઉપદ્રવ વધી શકે છે.ફુલાવર સહિતના શાકભાજીના પાક પર તાપમાનની વધઘટની અસર જોવા મળી શકે છે. વધુ પડતી ગરમીની શક્યતા ઓછી હોવાથી જીરાના પાકમાં જિનેટિક રિવર્ઝનનું જોખમ ઓછું રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિના રવિ પાકોની દૃષ્ટિએ મહત્વપૂર્ણ રહેશે. પાકની વૃદ્ધિ અને ઉત્પાદન પર હવામાનની અસર જોવા મળી શકે છે. અલ નીનોની સ્થિતિ આગામી હવામાન માટે મહત્વનું પરિબળ બની શકે છે.ખેડૂતોને પાક પ્રમાણે કૃષિ નિષ્ણાતોની સલાહ અનુસરવાની સલાહ આપવામાં આવી છે.
TAGS:
Ambalal Patel
Gujarat News

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
દિલજીતના કોન્સર્ટમાં ચોરી કરવા દિલ્હીથી આવી ગેંગ, પાઘડી બાંધીને ભીડમાં હાથ સાફ કર્યા, 2 પકડાયા ને 2 ફરાર

દિલજીતના કોન્સર્ટમાં ચોરી કરવા દિલ્હીથી આવી ગેંગ, પાઘડી બાંધીને ભીડમાં હાથ સાફ કર્યા, 2 પકડાયા ને 2 ફરાર

2

3 વર્ષ સુધી ફક્ત રામાયણ ફિલ્મના સંગીત પર કામ કર્યું, 12 ફિલ્મો ઠુકરાવી, એ આર રહેમાને શેર કર્યા અનુભવ

3

IND A vs PAK A મેચમાં હાઈવોલ્ટેજ ડ્રામા, હર્ષિત રાણાની વિકેટ બાદ પાકિસ્તાનીઓની શરમજનક હરકત, જુઓ Video

4

ગુજરાતમાં 17 મનપામાં કોંગ્રેસ 'વેન્ટિલેટર' પર: ક્યાંક વિપક્ષનું પદ દૂર, તો ક્યાંક નિમણૂકનું મુહૂર્ત નથી નીકળતું!

5

ભાડાના ઘરમાં રહેતા લોકો માટે 4 સરળ વાસ્તુ ઉપાય, તોડફોડ વિના ઘરમાંથી દોષ દુર કરવાનો રસ્તો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.