Ambalal Patel Rain Forecast: ગુજરાતના હવામાનના જાદુગર અંબાલાલ પટેલ દ્વારા આગામી ઓક્ટોબર અને નવેમ્બર મહિના માટે હવામાનને લઈને એક મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઓક્ટોબર મહિના દરમિયાન ગરમી વધવાની સાથે સાથે માવઠું અને દરિયામાં હલચલ જોવા મળી શકે છે.
Ambalal Patel Rain Forecast: ગુજરાત માટે હવામાન વિભાગનું અનુમાન અલગ છે. ઓક્ટોબર મહિના દરમિયાન એક પછી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેના કારણે ઉત્તરીય પર્વતોમાં હિમવર્ષા અને ગુજરાતના ઘણા ભાગોમાં ભારે પવન સાથે માવઠું થઈ શકે છે. પ્રથમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 4 થી 8 ઓક્ટોબર દરમિયાન આવશે, ત્યારબાદ બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 12 થી 14 ઓક્ટોબર સુધી આવશે. ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 18 થી 22 ઓક્ટોબર આસપાસ અને ચોથું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઓક્ટોબરના અંતમાં સર્જાશે.
1/4
કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે
કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તાપમાન 32 ડિગ્રીથી વધુ નોંધાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં તાપમાન 33 ડિગ્રીથી વધુ રહેવાની સંભાવના છે. તારીખ 23 અને 24 ઓક્ટોબર પછી ગરમીના પ્રમાણમાં ધીમે-ધીમે ઘટાડો જોવા મળી શકે છે.
આ વર્ષે અલનીનોની મજબૂત અસરના કારણે ઓક્ટોબર માસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં આકરો તાપ અને ગરમી અનુભવાશે. મધ્ય ગુજરાતમાં તાપમાન 36 થી 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા. ઉત્તર ગુજરાતમાં તાપમાન 34 થી 37 ડિગ્રી આસપાસ રહેશે.
3/4
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચક્રવાતની શક્યતા
ઓક્ટોબરના બીજા અઠવાડિયા બાદ એટલે કે 11 ઓક્ટોબરની આસપાસ અરબી સાગરમાં હલચલ વધી શકે છે. ઓક્ટોબરના આખરી સપ્તાહમાં બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. ઓક્ટોબર બાદ બંને સમુદ્રોમાં સક્રિય હલચલ ચાલુ રહેશે. નવેમ્બર માસમાં ભારે ચક્રવાત આવવાની શક્યતા છે, ખાસ કરીને 18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં સમુદ્રમાં મોટું તોફાન જોવા મળી શકે છે.
4/4
રવિ પાકો અને ખેતી પર સંભવિત અસર
ઓક્ટોબર મહિનામાં ખેડૂતો દ્વારા રવિ પાકો અને રાયડાના વાવેતરની શરૂઆત થઈ જતી હોય છે. જો આ દિવસો દરમિયાન હવામાન હૂંફાળું અને ગરમ રહેશે, તો ઘઉં અને મસાલાના પાકોને નુકસાન થઈ શકે છે. ઉપરાંત, જો સમયસર મજબૂત માવઠું ન થાય અથવા વાતાવરણ પ્રતિકૂળ રહે તો તેની સીધી અસર રવિ પાકના ઉત્પાદન પર પડી શકે છે. નવેમ્બર માસમાં પણ મજબૂત હવામાન વિક્ષેપની શક્યતાઓ સેવાઈ રહી છે.