જ્યોતિષ શાસ્ત્રની ગણતરીઓ મુજબ આગામી કેટલાક કલાકો ગ્રહ ગોચરને લઈને ખુબ મહત્વના છે. બે શક્તિશાળી ગ્રહોની ચાલમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે જેની અસરથી કેટલીક રાશિઓને બંપર ફાયદો થઈ શકે છે.
સુખ અને સમૃદ્ધિના દાતા શુક્ર તથા વાણી અને સંવાદ, બુદ્ધના કારક બુધ જે વક્રી અવસ્થામાં ગોચર કરી રહ્યા હતા તેઓ હવે માર્ગી ચાલમાં ગોચર કરશે. જેનો ફાયદો રાશિચક્રની 5 રાશિઓને મળી શકે છે.
1/6
બુધ અને શુક્ર થશે માર્ગી
જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહો રાશિ અને નક્ષત્ર પરિવર્તનની સાથે સાથે ચાલમાં પણ ફેરફાર કરે છે અને તેની અસર રાશિઓ પર પડતી હોય છે. સીધી ચાલ એ માર્ગી ચાલ કહેવાય છે અને ઉલ્ટી ચાલ એટલે વક્રી અવસ્થા. બુધ અને શુક્ર હાલ વક્રી અવસ્થામાં છે બુધ 13 નવેમ્બર અને શુક્ર 14 નવેમ્બરે માર્ગી થઈ રહ્યા છે. જે કેટલાક જાતકોને સારા ફળ આપશે. વૈદિક પંચાંગ મુજબ બુધ 24 ઓક્ટોબર 2026ના રોજ તુલા રાશિમાં વક્રી થયા હતા અને હવે 13 નવેમ્બરે રાતે 9.22 કલાકથી તુલામાં જ માર્ગી થશે. જ્યારે શુક્ર 3 ઓક્ટોબર 2026ના રોજ તુલા રાશિમાં વક્રી થયા હતા અને ઉલ્ટી ચાલમાં જ 6 નવેમ્બરે કન્યા રાશિમાં પ્રવેશ કર્યો હતો. 14 નવેમ્બરે સવારે 5.57 કલાકે કન્યા રાશિમાં જ ચાલ બદલીને માર્ગી થશે. આ ફેરફારોથી 5 રાશિઓ માટે શુભ સમય શરૂ થઈ શકે છે.
2/6
મેષ રાશિ
બુધ અને શુક્રનું માર્ગી થવું એ મેષ રાશિના જાતકો માટે આવકના દરવાજા ખોલે એવું બનશે. ધનલાભના યોગ બનશે. આ પૈસા નવા સ્ત્રોતથી થયેલા કમાણી, આવકમાં વધારો કે અટવાયેલા ધનની વાપસીથી થઈ શકે છે. આ સાથે જ તમારું કામ કાજ પણ સારું ચાલશે.
3/6
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે તેમના જ સ્વામી ગ્રહ બુધનું માર્ગી થવું એ મોટી ઉપલબ્ધિ કે ગૂડ ન્યૂઝ અપાવી શકે છે. લેખન, વાણી, વેપાર સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખાસ કરીને સારો કહી શકાય.
4/6
કન્યા રાશિ
કન્યા રાશિના પણ સ્વામી ગ્રહ બુધ છે. બુધનું માર્ગી થવું એ તેમને કોઈ ડીલ પાક્કી કરાવી શકે છે. જૂના રોકાણથી સારું રિટર્ન મળી શકે છે. વાણીના દમ પર તમારું જરૂરી કામ સરળતાથી પૂરું થઈ શકે છે.
5/6
તુલા રાશિ
તુલા રાશિના સ્વામી ગ્રહ શુક્ર છે અને ઉલ્ટી ચાલમાંથી સીધી ચાલમાં આવીને શુક્ર તમારું આકર્ષણ અને આત્મવિશ્વાસ વધારશે. અટવાયેલા કામ ઝડપથી પૂરાં થશે. મોટું રોકાણ કે કરિયરમાં સકારાત્મક ફેરફારના યોગ છે. સન્માન વધશે.
6/6
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે આ સમય પહેલા કરતા સારો રહેશે. કેટલાક લોકોની કરિયરમાં બદલાવ થઈ શકે છે. જે ગેમચેન્જર સાબિત થઈ શકે છે. આવકમાં વધારો થશે. વિદેશ સાથે સંકળાયેલા કામોમાં સફળતા મળવાના યોગ છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)