SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Jantar Mantar: શા માટે જંતર મંતર થયું ડિનોટિફાઈ ? દિલ્હી પોલીસે હાઈકોર્ટને જણાવી દીધું કારણ

Delhi Jantar Mantar: જંતર મંતરને વિરોધ પ્રદર્શન કરવાના સ્થળોમાંથી હટાવી દેવામાં આવ્યું તે અંગે દિલ્હી પોલીસે હાઈકોર્ટમાં કારણ જણાવ્યું છે. 10 ઓક્ટોબરે જંતર મંતરને લઈને લેવાયેલા નિર્ણય પાછળ સાચું કારણ શું છે ચાલો જાણીએ.

Written By Krupa Shah
Published: Oct 14, 2026, 08:31 AM IST | Updated: Oct 14, 2026, 08:33 AM IST
Join

Delhi Jantar Mantar: દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જંતર મંતર પર અત્યાર સુધીમાં અનેક વખત વિરોધ પ્રદર્શન અને ધારણા થયા હશે પરંતુ આ વખતે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો અને 10 ઓક્ટોબરે જાહેર કરવામાં આવ્યું કે જંતર મંતર હવે વિરોધ પ્રદર્શન કરવા માટેની જગ્યા નથી. એટલે કે અંતર મંતર પર કોઈ પણ પ્રકારનું વિરોધ પ્રદર્શન કે ધરણા નહીં થઈ શકે. જંતર મંતરને વિરુદ્ધ પ્રદર્શનની સાઈટમાંથી હટાવી દેવામાં આવ્યું છે અને તેની જગ્યાએ બુરાડી ગ્રાઉન્ડ, રામલીલા મેદાન અને સીબીડી મેદાન ને વિરોધ પ્રદર્શન માટે ની જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. આવો નિર્ણય શા માટે લેવાયો તેનું કારણ દિલ્હી પોલીસે કોર્ટમાં જણાવ્યું છે.

દિલ્હી પોલીસને હાઈકોર્ટમાં ખુલાસો

જંતર મંતરને વિરોધ પ્રદર્શનની જગ્યામાંથી હટાવી દેવાના નિર્ણય નો કોક્રોચ જનતા પાર્ટી અને વિપક્ષ વિરોધ કરી રહ્યા છે હવે આ મામલે દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી દીધી છે. દિલ્હી પોલીસે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ પછી જંતર મંતરને વિરોધ પ્રદર્શન માટેની જગ્યામાંથી હટાવવામાં આવ્યું છે સાથે જ વિરોધ પ્રદર્શન માટે દિલ્હીની અન્ય ત્રણ જગ્યાઓને નક્કી કરવામાં આવી છે. હાઇકોર્ટ સમક્ષ એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે વિરોધ પ્રદર્શન માટે યોગ્ય બીજી જગ્યાઓ નક્કી કરવાની જરૂર છે. જે વાતને ધ્યાનમાં રાખીને જંતર મંતર અને વિરોધ પ્રદર્શનની જગ્યામાંથી હટાવવામાં આવ્યું છે અને અન્ય ત્રણ જગ્યા નક્કી કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના સુચનનું પાલન

દિલ્હી પોલીસે હાઇકોર્ટ સમક્ષ જણાવ્યું કે હવે બુરાડી ગ્રાઉન્ડ, રામલીલા મેદાન અને સીબીડી મેદાન વિરોધ પ્રદર્શન માટેની નક્કી જગ્યા ઓ હશે. કોઈપણ વ્યક્તિ જંતર મંતર પર વિરોધ પ્રદર્શન નહીં કરી શકે. આ ફેરફાર પાછળ ગૃહ મંત્રાલયની એક કમિટીએ કરેલી ભલામણનો હવાલો પણ આપવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે હાઇકોર્ટ સમક્ષ સ્પષ્ટ કર્યું છે કે તેમણે સુપ્રીમ કોર્ટના આદેશ અંતર્ગત જંતર મંતરને વિરોધ પ્રદર્શનની જગ્યામાંથી ડિનોટીફાઈ કર્યું છે.

ચેતન શર્માએ હાઇકોર્ટ સમક્ષ સુપ્રીમ કોર્ટની એ ટિપ્પણીનો ઉલ્લેખ કર્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે, હવે સમય આવી ગયો છે કે શાંતિપૂર્ણ અને કાયદા અનુસાર વિરોધ પ્રદર્શન કરનાર લોકોને પાયાની સુવિધાઓ આપવામાં આવે અને તેના માટે એવી જગ્યાની ઓળખ કરવાની જરૂર છે જ્યાં વિરોધ પ્રદર્શન માટે જરૂરી સુવિધા આપી શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સક્ષમ અધિકારીઓ આ સૂચન પર વિચાર કરે અને ઉચિત નિર્ણય લે. સુપ્રીમ કોર્ટના આ સૂચન પછી જંતર મંતર ને વિરોધ પ્રદર્શનની જગ્યાઓમાંથી હટાવવામાં આવ્યું અને અન્ય ત્રણ જગ્યા ને વિરોધ પ્રદર્શન માટેની જગ્યા જાહેર કરવામાં આવી. જંતર મંતર મામલે હવે આગામી સુનાવણી 17 નવેમ્બરે થશે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES