બંગાળમાં ભાજપ અને તમિલનાડુમાં થલપતી વિજયની પાર્ટીનો દબદબો, જાણો પેટાચૂંટણીનું પરિણામ
પશ્ચિમ બંગાળ, તમિલનાડુમાં બે-બે સીટો પર થયેલી વિધાનસભા પેટાચૂંટણીમાં સત્તાધારી પાર્ટીઓ પર જનતાએ ભરોસો વ્યક્ત કર્યો છે. ભાજપ બંગાળમાં અને થલપતિ વિજયની ટીવીકે તમિલનાડુમાં સીટો જીતવામાં સફળ રહી છે.
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનો વચ્ચે ચૂંટણી પંચે શુક્રવારે પાંચ વિધાનસભા અને એક લોકસભાની પેટાચૂંટણીના પરિણામ જાહેર કર્યાં છે. તમામ છ સીટો પર સત્તાધારી પાર્ટીઓએ પોતાનો દબદબો બનાવી રાખ્યો છે. પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક બહુમત હાસિલ કરનારી ભારતીય જનતા પાર્ટીએ નંદીગ્રામ વિધાનસભામાં ફરી જીત હાસિલ કરી, તો રેજીનગર વિધાનસભા સીટ પર પણ જનતાએ વર્તમાન સરકાર પર ભરોસો વ્યક્ત કર્યો છે. બીજીતરફ તમિલનાડુમાં વિજયની પાર્ટીએ પેટાચૂંટણીમાં જીત મેળવી છે. ટીવીકેએ ધારાપુરમ અને મદુરંતકમ પર જીત હાસિલ કરી છે. પાંચમી સીટ પુડુચેરીની છે. તેના પર એનડીએ સહયોગી ઓલ ઈન્ડિયા એન.આર કોંગ્રેસે જીત મેળવી છે. આ સિવાય અસમની લોકસભા સીટ નૌવાંગમાં ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યાં છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપે જીતી બે સીટ
પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક બહુમત હાસિલ કરી સત્તામાં આવનારી ભારતીય જનતા પાર્ટીએ પેટાચૂંટણીમાં પણ પોતાનો જલવો જાળવી રાખ્યો છે. મુખ્યમંત્રી સુવેંદુ અધિકારી દ્વારા છોડવામાં આવેલી નંદીગ્રામ વિધાનસભા સીટ પર ભાજપે 1 લાખ કરતા વધુ મતે જીત હાસિલ કરી છે. ભાજપ ઉમેદવાર હાંસી રાની રથે 1,22,753 મતથી જીત મેળવી છે. મહત્વનું છે કે આ સીટ પર મમતા બેનર્જીના ઉમેદવારે પોતાનું નામ પરત લઈ લીધું હતું. ત્યારબાદ ટીએમસી મમતાએ કોંગ્રેસ ઉમેદવાર મિલન પ્રસાદને પોતાનું સમર્થન આપ્યું હતું. પ્રસાદને માત્ર 41674 મત મળ્યા છે.
આ પણ વાંચોઃ રસિક દુલારીના મોત બાદ પ્રથમવાર બોલ્યા પ્રેમાનંદ મહારાજ, 23 મિનિટના વીડિયોમાં મળ્યા મોટા ઈશારા
બીજીતરફ હુમાયૂં કબીરની રેજીનગર વિધાનસભા સીટ ભાજપ માટે એક બોનસ સાબિત થઈ છે. 70 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતી આ સીટ પર શંખ રાવ સરકારે 75 હજાર કરતા વધુ મતથી જીત મેળવી છે. તેમણે હુમાયૂં કબીરના પુત્ર ગુલામ નબી આઝાદને હરાવ્યા છે.
તમિલનાડુમાં થલપતિ વિજયનો જલવો યથાવત
પશ્ચિમ બંગાળની જેમ તમિલનાડુમાં પણ જનતાએ સત્તાધારી પાર્ટીને મજબૂત કરવાનો માર્ગ પસંદ કર્યો છે. રાજ્યની બે સીટો (ધારાપુરમ અને મદુરંતકમ) પર પાર્ટીએ મજબૂતી દર્શાવી છે. વિજયની પાર્ટી ટીવીકેએ બંને સીટ પર જીત મેળવી છે.