અમેરિકા અને ભારતના વિદેશ મંત્રીઓની મુંબઈમાં થઈ મુલાકાત, ટ્રેડ ડીલ પર આવ્યું મોટું અપડેટ, જાણો
India US Trade Deal: આ મહત્વપૂર્ણ વાતચીત દરમિયાન ભારત અને અમેરિકાના રાજદુત સર્જીઓ ગોર અને ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી પર હાજ રહ્યા હતા, દ્વિપક્ષીય બેઠકના પહેલા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ મીડિયા સાથે વાતચીત કરી હતી.
India US Trade Deal: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો પોતાની ત્રણ દિવસની આધિકારિક ભારત યાત્રા માટે મંગળવારે મુંબઈ પહોંચ્યા છે, મુંબઈની ઐતિહાસિક તાજ મહેલ પેલેસ હોટલમાં વિદેશ મંત્રી ડો.એસ જયશંકર અને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો વચ્ચે એક હાઈ લેવલની દ્વિપક્ષીય બેઠક પણ કરી હતી.
આ મહત્વપૂર્ણ વાર્તા દરમિયાની ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિઓ ગોર અને ભારતના વિદેશ સચિવ પણ હાજર રહ્યા, દ્વિપક્ષીય બેઠક પહેલા અમેરિકાના વિદેશ મંત્રીએ મીડિયા સાથે વાત કરતા ભારત અમેરિકા ટ્રેડ ડીલ, વેનેજુએલા ક્રુ઼ડ અને ભારતની ઉર્જા સુરક્ષા રણનીતિ પર પોતાની સરકારનું સત્તાવાર વલણ સ્પષ્ટ કર્યું છે.
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ પર છેલ્લા લેવલે વાતચીત
ટ્રેડ ડીલ પર પુછવામાં આવેલા સવાલ પર માર્કો રૂબિયોએ જણાવ્યું કે ભલે વિદેશ મંત્રાલયનો સીધી રીતે ટ્રેડ ડીલ સાથે જોડાયેલી વાતચીતમાં સમાવેશ થયો નથી, પણ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(NSA) અને વિદેશ વિભાગ ખુબ જ નજીકથી કામ કરે છે.
તેમને કહ્યું કે, અમે ટ્રેડ ડીલ પર સાઈન કરવાના બિલકુલ નજીક કરી ચુક્યા છીએ, હવે છેલ્લે કેટલાક નિર્ણય પર વાત કરવાની બાકી છે, અમને આશા છે કે જલ્દી સારા સમાચાર મળી શકે છે, તે બાદ સાઈન કરવામાં આવશે, અમે ખુબ જ આશાવાદી છીએ કે આ ડીલ બહુ જલ્દી અસ્તિત્વમાં આવશે.
ભારતને જણાવ્યું રિફાઈનિંગ સુપરપાવર
વિશ્વની ઉર્જા જરૂરીયાતોને પુરા કરવા માટે ભારતની ભૂમિકા પર માર્કો રૂબિયોએ ભારતની તેલ રિફાઈન કરવાની ક્ષમતાના જોરદાર વખાણ કર્યા છે.
રૂબિયોએ કહ્યું કે, ભારત એક રિફાઈનિંગ સુપરપાવર છે, તેની પાસે ભારે કાચા તેલને રિફાઈન કરવાની જબરદસ્ત ક્ષમતા છે, જેમ જેમ વેનેજુએલાનું તેલ માર્કેટમાં આવી રહ્યું છે, ભારતની રિફાઈનરિઓ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે,
તેમને આગળ કહ્યું કે, વેનેઝુએલામાં તેલ પર ભારત પાસે છૂટછાટો પહેલેથી જ છે. જો કે, પ્રતિબંધો સંબંધિત કેટલાક અવરોધો છે, જેને બંને દેશો વાતચીત દ્વારા ઉકેલી રહ્યા છે.
ભારતના રશિયા પાસેથી તેલ ખરીદવા શું કહ્યું?
રશિયાના કાચા તેલની ખરીદી સાથેના પશ્ન પર અમેરિકાના વિદેશ મંત્રીએ ભારતની રણનીતિનું સમર્થન કર્યું છે અને કહ્યું કે ભારતે વારંવાર પોતાના ઉર્જા જરૂરીયાતોના પોટફોલિયોને વિવધતા પૂર્ણ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જે એક ખુબ જ સમજદારી ભરેલું પગલું છે, રાતો રાત બદલાવ સંભવ નથી, પણ ભારત આ દિશામાં ઘણી પ્રગતિ કરી છે. આ ફક્ત રશિયાના તેલની વાત નથી. જ્યારે ભારતે ડાયવર્સિફિકેશનની જરૂરીયાત છે અને અમેરિકા તેમની એનર્જી જરૂરીયાતોનો એક મોટો સ્ત્રોત બનવાની ખુશી વ્યક્ત કરે છે.
બુધવારના અમેરિકાના વિદેશ મંત્રી ગુજરાતના જામનગર માટે જશે, જ્યાં તે મોટા બિઝનેસમેન સાથે મુલાકાત કરશે.