SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

કેન્દ્રીય રાજ્યમંત્રી એલ. મુરુગનનો મોટો નિર્ણય: એકસાથે મંત્રી પદ અને રાજ્યસભાના સાંસદ પદેથી આપ્યું રાજીનામું

કેન્દ્રીય મંત્રીમંડળમાંથી એક રાજ્યમંત્રીએ રાજીનામું આપી દીધું છે. તમિલનાડુ ભાજપના નેતા એલ. મુરૂગને મંત્રીની સાથે રાજ્યસભાના સાંસદ તરીકે પણ રાજીનામું આપ્યું છે.

Written By Gokani Dhaval
Published: Oct 13, 2026, 06:16 PM IST | Updated: Oct 13, 2026, 06:27 PM IST
Join

સૂચના અને પ્રસારણ તથા સંસદીય મામલાના રાજ્યમંત્રી એલ મુરૂગને પોતાના મંત્રી પદ અને રાજ્યસભાના સાંસદ તરીકે રાજીનામું આપી દીધું છે. તેમણે આ બંને રાજીનામા એક સાથે આપ્યા છે. એલ મુરૂગન લાંબા સમયથી કેન્દ્ર સરકારમાં રાજ્યમંત્રીના રૂપમાં કામ કરી રહ્યાં હતા. તેઓ સૂચના અને પ્રસારણ મંત્રાલયની સાથે-સાથે સંસદીય મામલાના મંત્રાલયની જવાબદારી સંભાળી રહ્યાં હતા. તેમણે મંત્રી પદની સાથે રાજ્યસભાના સાંસદનું પદ છોડવાની જાહેરાત કરી છે.

કહેવામાં આવી રહ્યું છે કે તેમણે આ નિર્ણય 2029ની લોકસભા ચૂંટણી પહેલા તમિલનાડુમાં ભાજપને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી લીધો છે. સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરતા મુરૂગને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી. તેમણે લખ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ભારત માતા અને તમિલનાડુની સેવા કરવી તેમના જીવનનું સૌથી મોટું સન્માન રહ્યું છે. તેમણે આગળ કહ્યું કે એક મજૂરના પુત્રથી લઈને કેન્દ્રીય મંત્રીપરિષદમાં કામ કરવા સુધીની સફર તેમના માટે મોટું સૌભાગ્ય રહી.

 મુરૂગને પોસ્ટમાં સ્પષ્ટ કર્યું કે તેઓ પાયાના સ્તરે પરત ફરવા ઈચ્છે છે. તેઓ પોતાના કાર્યકર્તાઓ સાથે ઉભા રહેવા ઈચ્છે છે અને તમિલનાડુમાં ભાજપને મજબૂત કરવા પોતાનો સમય આપવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે 2029ની લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં પાર્ટીનો વિસ્તાર કરવો તેમની પ્રાથમિકતા છે.

આ પણ વાંચોઃ ફેસબુક લાઈવ ચાલતું હતું અને કેમેરા સામે જ મોત ત્રાટક્યું

મહત્વનું છે કે એલ મુરૂગન પ્રથમવાર 2021મા રાજ્યસભા સાંસદ બન્યા હતા. ત્યારબાદ પાર્ટીએ 2024મા તેમને મધ્યપ્રદેશથી રાજ્યસભા મોકલ્યા હતા. રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે કે મુરૂગન હવે પાયાના સ્તરે સંગઠનને મજબૂત કરવા પર ધ્યાન આપશે. મુરૂગનના જમીની સ્તર પર જવાથી પાર્ટીને તમિલનાડુમાં સંગઠનાત્મક દ્રષ્ટિએ મજબૂતી મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES