SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

આવી રહ્યું છે વધુ એક ભીષણ વાવાઝોડું 'અક્વાન', ધોધમાર વરસાદ ત્રાટકશે; કયા વિસ્તારોમાં મચાવશે તારાજી?

Cyclone Akwan: હવામાન વિભાગે વધુ એક વાવાઝોડાનું એલર્ટ જાહેર કર્યું છે. બંગાળની ખાડીમાં એક મહિનાની અંદર ત્રીજું ચક્રવાત બની રહ્યું છે. સોમવારે ઓછા દબાણનું ક્ષેત્ર ચક્રવાતમાં પરિવર્તિત થઈ શકે છે.

Written By Gokani Dhaval
Published: Nov 15, 2026, 02:22 PM IST | Updated: Nov 15, 2026, 02:24 PM IST
Join

Cyclone Akwan: એક મહિનાની અંદર હવે ત્રીજા વાવાઝોડાનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર જલ્દી ભયંકર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે. તેના ચક્રવાતી તોફાન અક્વાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. હવામાન વિભાગે રવિવારે સવારે જારી વિશેષ બુલેટિનમાં જણાવ્યું કે બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વ હિસ્સામાં બનેલું ઓછા દબાણનું ક્ષેત્ર ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધતા ઊંડા દબાણના ક્ષેત્રમાં બદલી ગયું છે.

IMD પ્રમાણે તે આજે સવારે 5.30 કલાકે બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વી અને તેની નજીક દક્ષિણ-પશ્ચિમી હિસ્સામાં કેન્દ્રીત હતું. તે અંડમાન દ્વીપ સમૂહના પોર્ટ બ્લેયરથી લગભગ 700 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ, તમિલનાડુના ચેન્નઈથી 860 કિલોમીટર પૂર્વ-દક્ષિણ-પૂર્વ, આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમથી 1040 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ-પૂર્વ અને ઓડિશાના ગોપાલપુરથી 1160 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં સ્થિત હતું.

મંગળવારે આગળ વધશે ચક્રવાત

વિભાગ અનુસાર ઊંડા દબાણના ક્ષેત્રમાં પરિવર્તિત થયા બાદ તે ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવા અને કાલે બંગાળની ખાડીના દક્ષિણી મધ્ય તથા તેની નજીક પશ્ચિમ-મધ્ય ભાગમાં વાવાઝોડાનું સ્વરૂપ લેવાની પ્રબળ સંભાવના છે. ત્યારબાદ 17 નવેમ્બરે તે બંગાળની ખાડીના પશ્ચિમ-મધ્ય ભાગમાં ભીષણ ચક્રવાતી તોફાનમાં બદલાવાનું અનુમાન છે.

આ પણ વાંચોઃ Kangana Ranaut: કંગનાએ સોનિયા ગાંધી વિશે જે કહ્યું તે અંગત અભિપ્રાય, પક્ષનું નિવેદન નથી

ઈરાને રાખ્યું છે નામ

ઉત્તર હિંદ મહાસાગરમાં બનનાર ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામકરણની યાદીમાં ઈરાન તરફથી સૂચવવામાં આવેલા નામ અનુસાર આ તોફાનનું નામ 'અક્વાન' રાખવામાં આવશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક આ હવમાન સિસ્ટમની દિશા અને ગતિ પર નજર રાખી રહ્યાં છે, જેથી તેના લેન્ડફોલ થવાના સંભવિત સ્થાનની માહિતી મેળવી શકાય.

ક્યારે કિનારા પર ટકરાઈ શકે છે વાવાઝોડું

ખાનગી હવામાન બ્લોગર હેમચંદરે કહ્યુ કે આ હવામાન સિસ્ટમના પશ્ચિમી દિશામાં વધી ઉત્તરી તમિલનાડુ અને તેની નજીક દક્ષિણી આંધ્ર પ્રદેશના કિનારા તરફ જવાનું અનુમાન છે. તેનાથી ઉત્તર-પૂર્વી મોન્સૂન ફરી સક્રિય થઈ શકે છે અને ચેન્નઈ સહિત આસપાસના ઉત્તરી તથા ઉત્તરી દરિયાકાંઠાના જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. તેમણે અનુમાન લગાવ્યું કે આ તોફાન 19 નવેમ્બરની રાત્રે કે 20 નવેમ્બરની સવારે અન્નોર અને કુડ્ડાલોરની નજીક કિનારે ટકરાઈ શકે છે.

તેમણે જણાવ્યું કે આગામી 24 કલાક દરમિયાન આ સિસ્ટમ વધુ મજબૂત થઈ ઊંડા દબાણના ક્ષેત્રમાં બદલાઈ શકે છે. આગામી 36 કલાકમાં તેના ચક્રવાતી તોફાન અક્વાન અને આગામી 48 કલાકમાં ભીષણ ચક્રવાતી તોફાનમાં બદલવાનાની સંભાવના છે. આગામી 24થી 36 કલાક સુધી તેના ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવા અને ત્યારબાદ આવતીકાલે તથા પરમદિવસે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીની ઉપર થોભવાનું અનુમાન છે. ત્યારબાદ તે પશ્ચિમ દિશામાં વળી ઉત્તરી તમિલનાડુ અને તેનાથી નજીક આવેલા આંધ્રના કિનારા તરફ આગળ વધી શકે છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES