NDA માં સામેલ થશે શરદ પવારની NCP? પરિસીમન બિલ પર સુપ્રિયા સુલેના નિવેદને આપ્યો સંકેત
Maharashtra News: પરિસીમન બિલને પાસ કરાવવા માટે ભાજપ દ્વારા દરેક પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે, તેવામાં સુપ્રિયા સુલેએ પરિસીમન બિલને લઈને એવી વાત કહી છે, જેનાથી રાજકીય વર્તુળોમાં અટકળો શરૂ થઈ ગઈ છે કે શું એનસીપી (શરદ પવાર જૂથ) જલ્દી એનડીએમાં સામેલ થશે?
Supriya Sule On Delimitation Bill: સુપ્રિયા સુલેએ પરિસીમન બિલ પર પોતાના નિવેદનથી નવી રાજકીય અટકળોને જન્મ આપ્યો છે. એનસીપી (શરદ પવાર) ના એનડીએમાં સામેલ થવાની ચર્ચા ચાલી રહી હતી. સુલેએ ભાર આપ્યો કે સાંસદોને પોતાનો કોઈપણ મત બનાવતા પહેલા બિલનો ડ્રાફ્ટ મળવો જોઈએ. ડિલિમિટેશન બિલને ભાજપ કોઈપણ સ્થિતિમાં પાસ કરાવવા ઈચ્છે છે, પરંતુ તેને વધુમાં વધુ સાંસદોના સમર્થનની જરૂર પડશે.
સુપ્રીયા સુલેએ શું કહ્યું?
સુલેએ કહ્યું 'પહેલા બિલને રજૂ થવા દો, અમારી પાસે ડ્રાફ્ટ આવવા દો. એકવાર જ્યારે તે અમારી પાસે આવી જશે, તો અમે તેના પર ચર્ચા કરી શકીએ અને બની શકે કે તે એક સારૂ બિલ સાબિત થાય.' તેમણે તે પણ યાદ અપાવ્યું કે રાષ્ટ્રીય હિતો સાથે જોડાયેલા મુદ્દે ઘણીવાર સત્તા પક્ષ અને વિપક્ષે એકબીજાનો સહયોગ કર્યો છે. આ પહેલા સુલેએ સંકેત આપ્યો કે જો દરેક રાજ્યની સંસદીય સીટોને સમાન રૂપથી 50 ટકા કરવામાં આવે છે તો તેમની પાર્ટી પરિસીમનનું સમર્થન કરી શકે છે.
પરિસીમન બિલ શું છે?
આ કાયદા હેઠળ લોકસભાની સીટોની સંખ્યા 543થી વધારી 850 કરવાનું લક્ષ્ય છે. સાથે તેનો ઉદ્દેશ્ય લોકસભા અને રાજ્ય વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામત લાગૂ કરવાનો છે. બંધારણ (131મું સંસોધન) બિલ 2026ને 16 એપ્રિલે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. NDA સરકારનો તર્ક છે કે જનગણનાના અપડેટેડ આંકડાને સામેલ કરવા અને મહિલાઓ માટે અનામત લાગૂ કરવા માટે પરિસીમન જરૂરી છે.
આ પણ વાંચોઃ બંધારણ દિવસે PM મોદીએ વિપક્ષને લીધો આડેહાથ, "OBC અનામત છીનવી મુસલમાનોને આપવા માંગે છે"
પરંતુ કોંગ્રેસના નેતૃત્વવાળા વિપક્ષે માંગ કરી કે મહિલાઓ માટે અનામતને પરિસીમન સાથે જોડ્યા વગર વર્તમાન 543 સભ્યોની લોકસભામાં તત્કાલ લાગૂ કરવામાં આવે. આ બિલ ગૃહમાં હાજર અને મતદાન કરનાર સભ્યો વચ્ચે જરૂરી બે-તૃતિયાંશ બહુમતી હાસિલ ન કરી શક્યું, જેના કારણે પાસ થઈ શક્યું નહીં.
NCP(SP) ના NDA માં સામેલ થવાની અટકળો
સુપ્રિયા સુલેની આ ટિપ્પણી તેવા સમયે આવી છે જ્યારે શરદ પવારની પાર્ટી એનડીએમાં સામેલ થાય તેવી ચર્ચા ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ તાજેતરમાં દાવો કર્યો કે 2019મા પીએમ નરેન્દ્ર મોદીએ શરદ પવારનો ઘણીવાર સંપર્ક કર્યો હતો અને તેમને એક કોમન મિનિમમ પ્રોગ્રામ હેઠળ NDA માં સામેલ થવાનો પ્રસ્તાવ આપ્યો હતો. તેમણે તે પણ સલાહ આપી હતી કે પવારને રાષ્ટ્રપતિ પદની ઓફર કરવામાં આવી શકે છે.
સંજય રાઉતે આવી સંભાવનાઓનો ઇનકાર કર્યો
શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે પવારના એનડીએમાં સામેલ થવાની સંભાવનાઓને નકારી છે. તેમણે કહ્યું કે આ મુદ્દે એનસીપી પ્રમુખ સાથે ઘણીવાર ચર્ચા કરી છે. રાઉત પ્રમાણે પવારે પોતાનું રાજકીય કરિયર નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા નેતાઓનો વિરોધ કરવામાં પસાર કર્યું છે, જ્યારે તેમણે મહાત્મા ફુલે, શાહૂ મહારાજ અને ડો. આંબેડકરના આદર્શોને આગળ વધાર્યા છે.