SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

'દરેક રાજ્યમાં 50% બેઠકો વધશે': પરિસીમન બિલને ચંદ્રબાબુ નાયડુનું સમર્થન, PM મોદીના નિર્ણયને ગણાવ્યો ઐતિહાસિક

આંધ્રના મુખ્યમંત્રી નાયડૂએ કહ્યુ કે દક્ષિણ ભારતે શરૂઆતથી જ પરિવાર નિયોન પર કામ કર્યું હતું. તેમણે કહ્યું- મેં પહેલા જ કહ્યું હતું કે જો આપણે ગરીબી હટાવીશું, તો જનસંખ્યા પર નિયંત્રણ મેળવી શકીશું.'

Written By Gokani Dhaval
Published: Nov 27, 2026, 21:25 IST | Updated: Nov 27, 2026, 21:27 IST
Join

કેન્દ્ર સરકાર તરફથી બોલાવવામાં આવેલા સંસદના સત્રમાં પરિસીમન વિધેયલ લાવવાને લઈને પક્ષ અને વિપક્ષ વચ્ચે આરપારની સ્થિતિ બનેલી છે. આ વચ્ચે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડૂએ આ વિધેયકનું સમર્થન કરવાની જાહેરાત કરી છે. શુક્રવારે સાંજે એક પત્રકાર પરિષદને સંબોધિત કરતા નાયડૂએ કહ્યુ કે પરિસીમનને લઈને પ્રધાનમંત્રી મોદીનો નિર્ણય ઐતિહાસિક છે અને તેઓ તેનું સમર્થન કરે છે.

તેમણે કહ્યું કે મહિલા અનામત વિધેયક આશરે ત્રણ દાયકાથી અટકેલું છે. પરંતુ નવું પરિસીમન બિલ આવ્યા બાદ હવે દરેક રાજ્યોમાં લોકસભાની સાથે-સાથે વિધાનસભાની સીટોમાં 50 ટકા સુધીનો વધારો થઈ જશે.

નાયડૂનું પરિસીમન બિલને સમર્થન

મુખ્યમંત્રી નાયડૂએ આગળ કહ્યુ કે દક્ષિણ ભારતે શરૂઆતથી જ પરિવાર નિયોજન પર કામ કર્યું હતું. તેમણે કહ્યું 'મેં પહેલા જ કહ્યુ હતુ કે જો આપણે ગરીબી હટાવીશું, તો જનસંખ્યા પર નિયંત્રણ મેળવી શકશું. તેવામાં એનડીએ સરકાર તરફથી સીટોમાં 50 ટકાના વધારાના નિર્ણયથી તેઓ ખુશ છે.'

પરિસીમન બિલ શું છે? કેમ તેને પાસ કરાવવા ઈચ્છે છે સરકાર, સમજો મહિલા અનામત સાથે તેનું કનેક્શન

નાયડૂએ આગળ કહ્યુ કે અટલ બિહારી વાજયેપીના કાર્યકાળમાં જ્યારે પરિસીમન થયું હતું, ત્યારે તેમણે કહ્યું હતું કે દક્ષિણ ભારતની સાથે કોઈ ભેદભાવ ન થવો જોઈએ. તેમણે કહ્યું કે 1971મા દેશની વસ્તી 54 કરોડ હતી અને લોકસભામાં 542 સીટો હતી. 2001મા વસ્તી વધી, પરંતુ સીટોની સંખ્યામાં માત્ર એક સીટનો વધારો થયો હતો. આજે ભારતની વસ્તી 147 કરોડ છે.

50% વધી જશે સીટો

નાયડૂએ વસ્તી અને લોકસભામાં પ્રતિનિધિત્વનો આંકડો આપતા કહ્યુ કે 2001મા 19 લાખની વસ્તી પર એક સાંસદ હતા. આજે 27 લાખની વસ્તી પર એક સાંસદ છે.

નાયડૂએ આગળ કહ્યુ કે તેઓ વિપક્ષી પાર્ટીઓને પૂછવા ઈચ્છે છે કે છેલ્લા 30 વર્ષથી તમામ દળ એક મત બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે મહિલાઓને અનામત આપવા માટે આ સાચો સમય છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES