Rahul Gandhi: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાલ પોતાના નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. તેમણે જાહેર મંચ પર એવું કહ્યું હતું કે તેના માતા સોનિયા ગાંધી રોજ જમતી વખતે તેના પિતાના ખોળામાં બેસતા. આ વાતને લઈને સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની મજાક ઉડી રહી છે અને લોકો તેની સમજદારીની ટીકા પણ કરી રહ્યા છે. આ ઘટના પછી ફરી એક વખત રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને આ પોસ્ટ પર પણ ભાજપે રાહુલ ગાંધીને ઘેર્યા છે.
રાહુલ ગાંધીએ પોતાના માતા માટે કરેલી વાતને જસ્ટિફાઈ કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર એક ફોટો શેર કર્યો છે. રાહુલ ગાંધીએ શેર કરેલો આ ફોટો કર્ણાટકના હલેબીડુ મંદિર પરિસરનો છે. મંદિર પરિસરના નકશીકામમાં એક તસવીર છે જેમાં શિવજીના ખોળામાં પાર્વતી બેઠેલા હોય.. આ ફોટો શેર કરીને રાહુલ ગાંધીએ તેની સાથે લાંબો મેસેજ પણ શેર કર્યો છે. જેમાં તેમણે ભાજપ અને આરએસએસનો ઉલ્લેખ પણ કર્યો.
Fear, anger and hatred have woven a web in the hearts of BJP and RSS supporters that stops them from experiencing and expressing love. As a true Hindu, it is my duty to free them from this web, so that they too can start to experience the breathtaking beauty and joy of love and belonging in their lives. Satyam Shivam Sundaram.
— Rahul Gandhi (@RahulGandhi) November 17, 2026
રાહુલ ગાંધીએ શિવજી અને માતા પાર્વતીનો ફોટો શેર કરીને તેના કેપ્શનમાં લખ્યું છે કે, ભાજપ અને આરએસએસના સમર્થકોના મનમાં ભય, ગુસ્સો અને નફરત છે જેના કારણે તેઓ પ્રેમનો અનુભવ અને પ્રેમની અભિવ્યક્તિ કરી શકતા નથી. તેમણે પોતાની જાતને સાચા હિન્દુ ગણાવ્યા અને કહ્યું કે, મારી ફરજ છે કે હું ભાજપ અને આરએસએસને આ જાળમાંથી મુક્ત કરું જેથી તેઓ પણ તેમના જીવનમાં પ્રેમના આનંદને અનુભવી શકે.
રાહુલ ગાંધીની આ પોસ્ટ પર ભાજપ તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. રાહુલ ગાંધીએ જે મંદિરનો ફોટો શેર કર્યો છે તેને સંબંધિત કેટલાક પ્રશ્નો ભાજપ તરફથી પૂછવામાં આવ્યા છે. ભાજપે રાહુલ ગાંધીની પોસ્ટને ટેગ કરતા લખ્યું છે કે રાહુલ ગાંધીએ કર્ણાટકના મંદિર પરિસરની તસ્વીર શેર કરી છે તેથી તેમણે મંદિર સંબંધિત કેટલાક પ્રશ્નોના જવાબ આપવા જોઈએ. ત્યાર પછી મંદિર સંબંધિત ત્રણ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે જેમાં અલાઉદ્દીન ખીલજી નો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
Mr Gandhi, since you've posted Halebidu, a few questions: 1. Do you know why the Hoysala capital Dwarasamudra came to be called Halebidu, "the old capital"? 2. Can you bring yourself to name who ransacked it? We can: Alauddin Khalji's general Malik Kafur in 1311, and Muhammad bin Tughlaq's army in 1326–27. Can you shame them? 3. Across Halebidu, Idols of gods still stand with broken faces and hands. Who broke them? 𝐒𝐚𝐭𝐲𝐚𝐦 𝐜𝐨𝐦𝐞𝐬 𝐟𝐢𝐫𝐬𝐭 𝐢𝐧 𝐒𝐚𝐭𝐲𝐚𝐦 𝐒𝐡𝐢𝐯𝐚𝐦 𝐒𝐮𝐧𝐝𝐚𝐫𝐚𝐦, 𝐑𝐚𝐆𝐚. 𝐃𝐢𝐝 𝐲𝐨𝐮 𝐤𝐧𝐨𝐰?
— BJP (@BJP4India) November 17, 2026
જણાવી દઈએ કે આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે રાહુલ ગાંધીએ સોનિયા ગાંધીની આત્મકથાના વિમોચન દરમિયાન સ્ટેજ પરથી માતા પિતાના સંબંધો વિશે કેવા હતા જણાવતા એવું કહ્યું કે તેના ઘરમાં રોજ તેના માતા જમતી વખતે તેના પિતા એટલે કે રાજીવ ગાંધીના ખોળામાં બેસી જતા. રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી આ વાત કર્યા પછી સોશિયલ મીડિયા પર તેમની આંકરી ટીકા શરૂ થઈ ગઈ હતી.
સોશિયલ મીડિયા પર કેટલાક લોકોનું કહેવું હતું કે માતા-પિતા વચ્ચેની ખાસ ક્ષણોની ચર્ચા આ રીતે જાહેર મંચ પરથી કરવી જોઈએ નહીં. ત્યાર પછી રાહુલ ગાંધી અને કોંગ્રેસના સમર્થકો સોશિયલ મીડિયા પર શિવ-પાર્વતી સહિતના દેવી-દેવતાઓના ફોટો શેર કરીને રાહુલ ગાંધીને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ આ પોસ્ટ પછી પણ રાહુલ ગાંધી વધારે ટ્રોલ થવા લાગ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે સમસ્યા એ વાતની નથી કે સોનિયા ગાંધી રાજીવ ગાંધીના ખોળામાં બેસતા પરંતુ પતિ-પત્ની વચ્ચેના આ પ્રકારના ક્ષણોની ચર્ચા જાહેર મંચ પરથી કરવી તે યોગ્ય નથી. આવી ચર્ચા જાહેરમાં કરવા બદલ રાહુલ ગાંધીની ટીકા થઈ રહી છે.