નીટ પ્રોટેસ્ટ વખતે જેમણે 'કોકરોચો'ને આપ્યું હતું ભરપૂર સમર્થન, હવે તેમણે જ કરવા માંડયો વિરોધ
નીટ પ્રોટેસ્ટ બાદ સતત વિરોધ પ્રદર્શનનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે વિરોધ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અને SIR અંગે થઈ રહ્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં બોલીવુડ હસ્તીઓ પણ ઝંપ લાવી રહી છે. જો કે નીટ પ્રોટેસ્ટ સમયે જેણે ખુલીને સીજેપીને સાથ આપ્યો હતો તે જ હવે તેની વિરોધમાં જોવા મળી રહ્યા છે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામેનો વિરોધ હવે એક અલગ જ મુકામ પર જઈ રહ્યો છે. રીજીમ ચેન્જની વાતો થવા લાગી છે. જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે તો ખુલ્લેઆમ કહી દીધુ કે રીજીમ ચેન્જ હેતુ છે. બીજી બાજુ આઈસા પ્રમુખ નેહા બોરાએ જે રીતે બાંગ્લાદેશથી પ્રેરિત આંદોલન ગણાવ્યું ત્યારબાદ આ વિરોધ પ્રદર્શનો પર સવાલ પણ ઊભા થવા લાગ્યા છે. ડિનોટિફાઈડ સાઈટ જંતર મંતર પર વિરોધ પ્રદર્શનના હેતુથી ગયેલા આશુતોષ રાંકા અને સૌરવ દાસ હાલ 5 દિવસનો જેલવાસ ભોગવી રહ્યા છે અને 16મીએ તિરંગા રેલી મુદ્દે અભિજીત દીપકે પણ હાલ કસ્ટડીમાં છે. ત્યારે હવે આ આંદોલન પર જેમણે પહેલા સપોર્ટ કર્યો હતો તે અનેક લોકો દાનત પર સવાલ ઉઠાવી રહ્યા છે જેમાંથી એક મોડલ અને એક્ટ્રેસ પૂનમ પાંડે પણ સામેલ છે.
Abhijit Dipke: શાંતિ ભંગ કરવાના કેસમાં અભિજીત દિપકેની કરાઈ ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજુ, નેહા બોરા મુક્ત
પહેલા કર્યું હતું સમર્થન
જ્યારે જૂન-જુલાઈમાં નીટ પ્રોટેસ્ટ થયું હતું ત્યારે બોલીવુડ અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેએ ખુલીને સીજેપીને સમર્થન કર્યું હતું અને સરકારને એવી અપીલ પણ કરી હતી કે તેમણે વિદ્યાર્થીઓનો અવાજ સાંભળવો જોઈએ. પરંતુ હવે જ્યારે આંદોલને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અને સરકારને ઉથલાવવા જેવા મુદ્દાઓ પર ફોક્સ કરવા માંડ્યું છે ત્યારે લોકો તેનાથી અંતર જાળવી રહ્યા છે. પીએમ મોદીના રાજીનામાની વાતો તો પૂનમ પાંડેએ તેને મજાક ગણાવી દીધી છે. જે દેખાડે છે કે માત્ર ત્રણ મહિનાના સમયમાં પૂનમ પાંડેના વિચારોમાં પરિવર્તન આવી ગયું.
શું કહ્યું પૂનમ પાંડેએ?
- સીજેપીની પીએમ મોદીના રાજીનામાની માંગણીની વાતોને પૂનમ પાંડેએ મજાક ગણાવી દીધી.
- જ્ઞાનેશકુમારની સાથે સાથ પીએમ મોદીના રાજીનામા અને રીજીમ ચેન્જની વાતો પર પૂનમ પાંડેએ કહ્યું કે દેશની જ મજાક ઉડાવાઈ રહી છે. જેને ઈચ્છા થાય તે કહી દે છે કે પીએમ રાજીનામું આપો. આ શું વાત છે. તેઓ શું તમારા પાડોશી છે? તેઓ દેશના પીએમ છે.
- આ ઉપરાંત આમિર ખાનના ભત્રીજા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે ભારત છોડવાનું કહ્યું તો પૂનમ પાંડેએ સમર્થન આપતા કહ્યું કે અમરેકી નાગરિક હોય તો દેશના આંતરિક મુદ્દાઓ પર હસ્તક્ષેપ કરવો જોઈતો નહતો.
- પૂનમ પાંડેએ એમ પણ કહ્યું કે હાલ તો ઘણો ડ્રામા ચાલે છે. અડધાથી વધુ લોકોને એ પણ ખબર નથી કે તેઓ કેમ આંદોલન કરી રહ્યા છે. અડધા બાળકોને પણ ખબર નથી કે તેઓ અહીં કેમ બેઠા છે. જે ચાલી રહ્યું છે તે ખુબ જ અનહેલ્ધી છે અને આપણા દેશ માટે સારું નથી.
LK Advani: ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હી એપોલો હોસ્પિટલમાં દાખલ
જનતા પણ જવાબ આપી રહી છે
બીજી બાજુ હવે દિલ્હીમાં સતત વિરોધ પ્રદર્શનને પગલે જનતા પણ કંટાળી હોય તેવું લાગે છે. શુક્રવારે કર્નોટ પ્લેસ પર જેમની દુકાનો છે તેઓ પણ ખુલીને બોલતા જોવા મળ્યા. સીજેપીએ કર્નોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં લહેરા દો તિરંગા કાર્યક્રમ માટે જ્યારે આહ્વાન કર્યું તો મોટી સંખ્યામાં લોકોએ તેનો વિરોધ કર્યો. કર્નોટ પ્લેસના વેપારીઓએ પીએમ મોદી, દિલ્હી પોલીસના સમર્થનમાં તથા સીજેપી વિરુદ્ધ નારેબાજી પણ કરી. દીપકે, નેહા બોરા જેવા યુવા નેતાઓ જ્યારે કર્નોટ પ્લેસમાં જતા પહેલા અટકાયતમાં લેવાયા તો જો કે સમર્થકોની ભીડ પણ ઘટી ગઈ.