SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ઈટાલીના નેતાએ 'વોટ ચોર ગદ્દી છોડ'ના નારા લગાવતા વિવાદ; શાહે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન, કહ્યું- "ભારતને બદનામ કરીને સત્તા નહીં મળે"

અમિત શાહે કહ્યુ કે રાહુલ ગાંધી આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં ભારત, તેની લોકતાંત્રિક સંસ્થાઓ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યોના રેકોર્ડને બદનામ કરી રહ્યાં છે, પરંતુ તેમણે તે સમજી લેવું જોઈએ કે આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતને બદનામ કરવાથી તેમને સત્તામાં આવવામાં કોઈ મદદ મળશે નહીં.

Written By Gokani Dhaval
Published: Nov 15, 2026, 07:48 PM IST | Updated: Nov 15, 2026, 07:51 PM IST
Join

તેલંગણામાં કોંગ્રેસ સરકાર તરફથી આયોજીત કરવામાં આવેલા ભારત સમિટમાં ઇટલીના નેતા દ્વારા વોટ ચોર ગદ્દી છોડના નારા લગાવવાનો મામલો ગરમાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ છે. અમિત શાહે રવિવારે કહ્યુ કે રાહુલ ગાંધી આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં ભારતને બદનામ કરી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતને બદનામ કરવાથી સત્તામાં આવવામાં મદદ મળશે નહીં. શાહે કહ્યુ કે સત્તા મેળવવા માટે ગાંધીએ વિદેશ જવાનું બંધ કરવું પડશે અને ગામડાઓના પ્રવાસ શરૂ કરવા પડશે.

અમિત શાહે સાધ્યું નિશાન

પુણેમાં નેશનલ હેવી એન્જિનિયરિંગ કોઓપરેટિગના પુનરૂદ્વારની આધારશિલા રાખ્યા બાદ શાહે કહ્યુ કે કોંગ્રેસ સતત મળી રહેલી ચૂંટણી હારથી હતાશ છે અને તેની હતાશાને કારણે તે આંતરરાષ્ટ્રીય મંચો પર દેશ અને તેના નેતૃત્વને નિશાન બનાવી રહી છે. અમિત શાહે કહ્યુ, 'જો તેઓ સત્તામાં પરત આવવા ઈચ્છે છે તો તેણમે વિદેશ યાત્રા બંધ કરી દેવી જોઈએ અને ભારતના ગામડાનો પ્રવાસ શરૂ કરવો જોઈએ. ત્યારે કદાચ તેમને તક મળી શકે.'

શાહે કોંગ્રેસ કાર્યકર્તાઓને અપીલ કરી કે તેઓ પોતાના નેતૃત્વને ચૂંટણી પ્રદર્શનને લઈને સવાલ પૂછે. તેમણે ચેતવણી આપી કે જો વર્તમાન રાજકીય વલણ જારી રહ્યું તો પાર્ટી આગામી 30 વર્ષ સુધી સત્તાથી બહાર રહી શકે છે. શાહે કહ્યુ- ચૂંટણીમાં જીત કે હાર રાજકીય દળો અને તેમના નેતાઓના પ્રદર્શન પર નિર્ભર કરે છે. કોંગ્રેસને 10 વર્ષ (2004-2014) સુધી દેશ પર શાસન કરવાની તક મળી, પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન 12 લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો. અંતે જનતાએ પાર્ટીને સત્તામાંથી બહાર કરી અને નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદ પર પહોંચાડી દીધા.

આ પણ વાંચોઃ Kangana Ranaut: કંગનાએ સોનિયા ગાંધી વિશે જે કહ્યું તે અંગત અભિપ્રાય, પક્ષનું નિવેદન નથી

કિરણ રિજિજૂનો રાહુલ ગાંધી પર હુમલો

તો કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ પણ કોંગ્રેસ અને નેતા વિપક્ષ રાહુલ ગાંધી પર નામ લીધા વગર નિશાન સાધ્યું. કેન્દ્રીય મંત્રી રિજિજૂએ લખ્યુ 'શું તમે ક્યારેય કોઈને હસ્તા જોયા છે જ્યારે કોઈ વિદેશી ભારતનું અપમાન કરે છે? હું તે નથી પૂછી રહ્યો કે ક્યો ભારતીય ભારતનું અપમાન કરવા માટે વિદેશ જાય છે. આ પાર્ટી ઓફ યુરોપિયન સોશલિસ્ટ્સના સેક્રેટરી જનરલ જિયાકોમો ફિલિબેકના તે દાવા બાદ આવ્યો જેમાં તેમણે કહ્યું હતું કે ભારતમાં લોકશાહી પર હુમલા થઈ રહ્યાં છે.

જિયાકોમો ફિલિબેકે લગાવ્યો હતો 'વોટ ચોર ગદ્દી છોડ'નો નારો

ઇટલીના નેતા અને પાર્ટી ઓફ યુરોપિયન સોશલિસ્ટ્સના સેક્રેટરી જનરલ જિયાકોમો ફિલિબેકે ભારત સમિટમાં વોટ ચોર ગદ્દી છોડનો નારો લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતમાં લોકતંત્ર પર હુમલા થઈ રહ્યાં છે અને તેમણે લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસનું સમર્થન કર્યું. હૈદરાબાદમાં કોંગ્રેસ દ્વારા આયોજીત કરવામાં આવેલા ભારત સમિટ 2026મા આવેલા ફિલિબેકે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કહ્યુ કે ભારતમાં લોકતંત્ર સાથે જોડાયેલા પડકાર તરફ દુનિયાનું ધ્યાન ખેંચવા માટે આંતરરાષ્ટ્રીય મેળાવળા અને કોન્ફરન્સ જરૂરી છે. તેમણે કહ્યું હતું કે- મારૂ માનવું છે કે આ પ્રકારની કોન્ફરન્સ, સમિટ ચિંતાજનક પડકાર પર આંતરરાષ્ટ્રીય ધ્યાન ખેંચવા માટે ખુબ જરૂરી છે. ભારતમાં લોકતંત્ર પર હુમલો થઈ રહ્યો છે, અને આપણે તેને બચાવવાની જરૂર છે અને તેને બચાવવા માટે સૌથી જરૂરી રાહુલ ગાંધી અને ભારતય કોંગ્રેસ પાર્ટી સાથે ઉભા રહેવું છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES