SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ગુજરાતની ધરતીથી PM મોદીએ કરોડો ખેડૂતોના ખાતામાં પૈસા કર્યા ટ્રાન્સફર, આ રીતે કરો ચેક, જો ન આવ્યા હોય તો શું કરવું? જાણો

પીએમ મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પીએમ મોદીએ આજે બનાસકાંઠાના ભીલડી ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 24માં હપ્તાને રિલીઝ કર્યો જે દેશના 9.34 કરોડ ખેડૂતોના ખાતામાં જમા થઈ રહ્યો છે. આ હેઠળ 18680 કરોડ જેટલી નાણાકીય મદદ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાઈ છે.

Written By Viral Raval
Published: Oct 30, 2026, 01:24 PM IST | Updated: Oct 30, 2026, 02:42 PM IST
Join

પીએમ મોદીએ આજે ગુજરાતની ધરતી પરથી દેશના કરોડો ખેડૂતોના  ખાતામાં કિસાન સન્માન નિધિનો 24મો હપ્તો ટ્રાન્સફર કર્યો. આ પૈસા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાયા. જો કે જે ખેડૂતો આ યોજનાને પાત્ર હશે તેમના ખાતામાં જ આ પૈસા પહોંચશે. 

બનાસકાંઠાની ધરતીથી કર્યા ટ્રાન્સફર

પીએમ મોદીએ આજે સવારે લગભગ સાડા દસ વાગે ગુજરાતના બનાસકાંઠામાં એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજી ઈન  વિટ્રો ફર્ટિલાઈઝેશન પ્રયોગશાળા અને ભારત  બોવાઈન બ્રિડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર પશુ ફાર્મની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમણે સવારે સાડા અગિયાર આસપાસ બનાસકાંઠામાં 14000 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસકાર્યોની આધારશિલા મૂકી,  તેમનું ઉદ્ધાટન કર્યું અને પછી તેને રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ સાથે જ તેમણે બટન દબાવીને પીએમ કિસાન યોજના હેઠળ 19000 કરોડ રૂપિયા જેટલી રકમ ખેડૂતોના  ખાતામાં ટ્રાન્સફર કરી.

 PM-કિસાનનો 24મો હપ્તો, જો આ કામ નહીં કર્યું હોય તો અટકી શકે છે પૈસા

ગુજરાતના આટલા ખેડૂતોને મળશે લાભ

પીએમ કિસાન યોજના હેઠળ યોગ્યતા ધરાવતા ખેડૂત પરિવારોને દર વર્ષે 3 હપ્તામાં 6000 રૂપિયાની આર્થિક મદદ મળે છે. દર વખતે લાભાર્થીના ખાતામાં 2000 ટ્રાન્સફર કરવામાં આવે છે. રિપોર્ટ મુજબ ગુજરાતમાં 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને 1051 કરોડથી વધુની રકમ મળશે. જ્યારે દેશભરમાં કુલ 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોને કુલ 18680 કરોડથી વધુ આર્થિક મદદ મળી રહી છે. 

<circle cx="6" cy="6" r="6" fill="var(--primary)"></circle><circle cx="6" cy="6" r="3" fill="white"></circle>Gujarat News Live: આજે બનાસકાંઠા એ 'વટ પાડી દીધો' બોલતા 'મોદી મોદી'ના લાગ્યા નારા, પીએમ મોદીએ કહ્યું; 'હું આખી જિંદગી ગુજરાતનો ઋણી રહીશ'

પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો પીએમ મોદીએ રિલીઝ કરી દીધો છે. આ હપ્તા દ્વારા દેશભરના 9.34 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 18690 કરોડ રૂપિયાથી વધુ રકમ સીધી જમા થઈ રહી છે. સરકાર વાર્ષિક 6000 રૂપિયા 2000 રૂપિયાના 3 હપ્તા દ્વારા  ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે.

જો  તમારા ખાતામાં પૈસા ન આવ્યા હોય તો શું કરવું?

પીએમ કિસાન યોજના હેઠળ જો તમારા  ખાતામાં 2000 રૂપિયાની રકમ તમારા ખાતામાં ન આવી હોય તો તો તમે આ સરળ સ્ટેપ્સ ફોલો કરીને ઘરે બેઠા ચેક કરી શકો છો.

રાહુલ ગાંધીની રેલીથી દિલ્હીના વેપારીઓમાં ફફડાટ! સોનિયા ગાંધીને લખી ચિઠ્ઠી! 12 હજાર કરોડના વેપાર પર સંકટ

જો હપ્તો ટ્રાન્સફર ન થયો હોય તો શું કરવું  જોઈએ

24 મો હપ્તો રિલીઝ થઈ ગયો પરંતુ છતાં તમારા ખાતામાં ટ્રાન્સફર ન થયો તો સૌથી પહેલા તમારે e-KYC અને જમીન મુદ્દે જાણકારી ચેક કરી લેવી. 
ખેડૂતોની મદદ માટે હેલ્પલાઈન નંબર 155261 કે 011-24300606 આપેલા છો તેના પર ફોન કરી શકો છો. 
આ ઉપરાંત પીએમ કિસાન પોર્ટલ (PM Kisan Portal) પર હાજર કિસાન ઈ-મિત્ર ચેટબોટથી પણ માહિતી મેળવી શકો છો.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES