SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Diwali 2026: વડાપ્રધાન મોદી દેશના જવાનો સાથે ઉજવશે દિવાળી, દેશવાસીઓને ખાસ રીતે પાઠવી શુભેચ્છા

Diwali 2026: વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. આજે દિવાળીનો દિવસ પીએમ મોદી દેશના જવાનો સાથે ઉજવશે.

Written By Krupa Shah
Published: Nov 08, 2026, 07:27 AM IST | Updated: Nov 08, 2026, 07:30 AM IST
Join

Diwali 2026: 8 નવેમ્બર રવિવારે દેશભરમાં દિવાળીનો પર્વ ધામધૂમથી ઉજવાશે. દિવાળીના આ ખાસ અવસરે વડાપ્રધાન મોદીએ પણ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી દેશવાસીઓને દિવાળીના તહેવારની શુભકામના પાઠવી છે.

વડાપ્રધાન મોદીની પોસ્ટ

વડાપ્રધાન મોદી સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. દરેક ખાસ દિવસ સંબંધિત પોસ્ટ તેઓ કરતાં રહે છે. દિવાળીના પર્વ પર પણ તેમણે ખાસ પોસ્ટ શેર કરી છે અને દેશભરના લોકોને શુભકામના પાઠવી છે. તેમણે એક્સ પ્લેટફોર્મ પર એક ફોટો શેર કર્યો છે જેમાં લખેલું છે. દિવાળીની શુભકામના, દેશભરના મારા પરિવારજનોને દીવાળીની અસીમ શુભકામના.. વડાપ્રધાન મોદીએ શેર કરેલા આ ફોટોની ખાસ વાત એ છે કે તેના પર તેમના હસ્તાક્ષર પણ છે.

 

દેશના સૈનિકો સાથે દિવાળી

દિવાળીના પર્વની ઉજવણી દેશભરના લોકો પોતાના પરિવાર સાથે કરશે જ્યારે વડાપ્રધાન મોદી આ પર્વની ઉજવણી સરહદ પર તૈનાત જવાનો સાથે કરશે. દિવાળીના દિવસે પણ દેશના સૈનિકો દેશની રક્ષા માટે ખડેપગે છે તેમની સાથે વડાપ્રધાન મોદી દિવાળીનો પર્વ ઉજવશે. દિવાળીના એક દિવસ પહેલા જ વડાપ્રધાન મોદીએ કંફર્મ કર્યું હતું કે તેઓ દિવાળીનો તહેવાર સૈનિકો સાથે ઉજવશે.

 

 

7 નવેમ્બરે પીએમ મોદીએ એક વીડિયો મેસેજ શેર કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ દેશના સૈનિકો સાથે દિવાળી ઉજવવા જશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે વડાપ્રધાન મોદી દેશના જવાનો સાથે દિવાળીનો તહેવાર ઉજવે છે. આ વર્ષે પણ તેઓ સૈનિકો સાથે દિવાળી ઉજવશે.

ઉલ્લેખનીય છે કે દેશભરમાં આજે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. દિવાળી નિમિત્તે દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ સિક્કિમની મુલાકાત છે જ્યાં તેઓ ભારત અને ચીનની સરહદે તૈનાત સૈનિકો સાથે દિવાળી ઉજવશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES