'નક્સલી ખતમ પરંતુ ખતરો હજુ ટળ્યો નથી', દિમાગી નક્સલને પરાસ્ત કરવાના છે... બસ્તરમાં દિવાળી પર જવાનો વચ્ચે બોલ્યા પીએમ મોદી
પ્રધાનમંત્રી મોદીએ બસ્તરમાં જવાનોની સાથે દિવાળી ઉજવી છે. તેમણે કહ્યુ કે જ્યાં ક્યારેક નક્સલીઓનો કહેર હતો, ત્યાં હવે વિકાસ જોવા મળી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે આ પ્રથમ દિવાળી છે, જ્યારે દેશ નક્સલવાદથી મુક્ત છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિવાળીનું પર્વ મનાવવા માટે છત્તીસગઢના બસ્તર પહોંચ્યા હતા. પીએમ મોદીએ સુરક્ષા દળોના જવાનો વચ્ચે દિવાળી ઉજવી. પીએમ મોદીએ નક્સલવાદના ખાત્મા માટે જવાનોને શુભેચ્છા આપી અને કહ્યું કે આ પ્રથમ દિવાળી છે જ્યારે દેશ સંપૂર્ણ રીતે નક્સલવાદથી મુક્ત છે. પરંતુ આ સાથે પીએમ મોદીએ રાજકીય વિરોધીઓને નિશાને લીધા હતા. પીએમ મોદીએ કહ્યું કે નક્સલ ભલે ખતમ થઈ ગયા છે પરંતુ દિમાગી નક્સલ હજુ બચ્યા છે, જે લોકોને ઉશ્કેરી રહ્યાં છે, આપણે તેને પરાસ્ત કરવાના છે.
પીએમ મોદીએ કહ્યુ કે આપણા વીર સૈનિકો વચ્ચે ઉજવેલી દરેક દિવાળી માટે માટે યાદગાર છે. મારા વીર સૈનિકો, આ વખતે હું તમારી સાથે દિવાળી મનાવવા માટે બસ્તરની ધરતી પર આવ્યો છું. આ તે ધરતી છે જેણે ક્યારેક નક્સલી આતંકનો કહેર સહન કર્યો હતો, પરંતુ તમારા બલિદાન અને સમર્પણને કારણે અહીં નક્સલી આતંકનો અંત આવી ગયો અને વિકાસની એક નવી લહેર શરૂ થઈ ગઈ છે.
‘દેશ માટે જીવ કુરબાન કરનાર પ્કત્યે રાષ્ટ્ર ઋણી રહેશે’
પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે દેશની આતંરિક સુરક્ષા માટે પોતાનો જીવ કુરબાન કરનાર CRPF, BSF, ITBP, SSB, IRB અને રાજ્ય પોલીસના જવાનોનો રાષ્ટ્ર ઋણી રહેશે. બસ્તર ફાઇટર્સ જેવા વિશેષ એકમોના કમાન્ડો અને મહિલા જવાનોએ પણ આ લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવી છે. પીએમ મોદીએ કહ્યુ કે માઓવાદી આતંક અને નક્સલવાદ વિરુદ્ધ આ લડાઈ સરળ નહોતી. તેમણે કહ્યું કે એક સમયે દેશના આશરે 20 રાજ્યોના 230થી વધુ જિલ્લા નક્સલવાદથી પ્રભાવિત હતા. આ વિસ્તારમાં સાંજ પડતા જનજીવન થોભી જતું હતું. નક્સલીઓએ લોકો પાસે મત આપવાનો અધિકાર પણ છીનવી લીધો હતો.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે આદે દેશના દરેક ખુણાની સાથે-સાથે દુનિયાના અલગ-અલગ હિસ્સામાં પણ કરોડો ભારતીયો રોશનીનું પર્વ મનાવી રહ્યાં છે. દિવાળી પર લોકો પોતાના પરિવાર અને પોતાના સ્વજનોની સાથે ખુશીઓ વહેંચવા દૂર-દૂરથી ઘરે પરત ફરે છે. તેમણે કહ્યું કે હું પણ તમારી વચ્ચે દિવાળી ઉજવવા માટે આપ્યો છું. જે લોકો દેશની સરહદ પર અને દેશની અંદર સુરક્ષા કરે છે, દેશના રક્ષક છે, ભારત માતાના વીર પુત્ર-પુત્રીઓ છે, તમે બધા મારા પરિવારના સભ્યો છો.”
જે ક્યારેય નથી થયું તે માત્ર 12 વર્ષમાં કરી દેખાડ્યું: PM મોદી
પીએમ મોદીએ બસ્તરથી કહ્યુ કે જ્યારે રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી કામ કરીએ છીએ તો દેશની શાંતિ અને સુરક્ષાની પણ ખાતરી થાય છે અને દરેક ગરીબ-વંચિતની વિકાસમાં ભાગીદારી વધે છે. તેથી છેલ્લા 12 વર્ષમાં દેશે નક્સલવાદ અને અલગાવવાદ વિરુદ્ધ લડાઈ જ નથી જીતી, પરંતુ ગરીબી વિરુદ્ધ પણ જંગ જીત્યો છે. તાજેતરમાં વર્લ્ડ બેંકે પોતાના રિપોર્ટમાં કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં ભારતમાં 50 કરોડ લોકો ભીષણ ગરીબીમાંથી બહાર નીકળ્યા છે. જે કામ દાયકાઓ સુધી ગરીબી હટાવોના નારાથી ન થયું, માત્ર 12 વર્ષમાં દેશે તે કરી દેખાડ્યું છે.