• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /ઓપરેશન કાલા પાની: બાપ રે! હેન્ડપંપમાંથી નીકળે છે 'ઝેર', 20 ગામડા બીમારીઓનો અડ્ડો બની ગયા

ઓપરેશન કાલા પાની: બાપ રે! હેન્ડપંપમાંથી નીકળે છે 'ઝેર', 20 ગામડા બીમારીઓનો અડ્ડો બની ગયા

ઝી મીડિયાએ ઓપરેશન કાલાપાની હેઠળ ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના ગજરૌલામાં સ્થિત જુબિલેન્ટ ઈંગ્રેવિયાની કેમિકલ ફેક્ટરી કેવી રીતે લોકોને કેન્સર જેવી ખતરનાક બીમારીઓનો ભોગ બનાવી રહી છે તેનો ચોંકાવનારો ગ્રાઉન્ડ રિપોર્ટ રજૂ કર્યો છે. ખાસ વાંચો.

Written ByViral Raval
Published: Nov 12, 2026, 08:35 PM IST|Updated: Nov 12, 2026, 08:47 PM IST
joinshare
ઓપરેશન કાલા પાની: બાપ રે! હેન્ડપંપમાંથી નીકળે છે 'ઝેર', 20 ગામડા બીમારીઓનો અડ્ડો બની ગયા
Image Credit: Zee Media

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

જ્યારે પણ એવું વિચારીએ કે કોઈ વિસ્તારમાં કોઈ મોટી ફેક્ટરી લાગે તો લોકોની પ્રગતિ થશે, ખુશહાલી આવશે, લોકોને રોજગારી મળશે....પરંતુ ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના ગજરૌલામાં વર્ષોથી ચાલી રહેલી એક કેમિકલ ફેક્ટરી હાલ દહેશતનું બીજું નામ બની ગઈ ચૂકી છે. આ ફેક્ટરીના કારણે અનેક લોકોના અત્યાર સુધીમાં મોત નિપજ્યા છે. અત્રે જણાવવાનું કે આ આરોપો ગ્રામીણો દ્વારા લગાવવામાં આવ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ફેક્ટરીના કારણે નીકળતા પ્રદૂષણે ત્યાંની હવા અને જમીનના પાણીને ઝેરી બનાવી દીધા છે.

આ મામલે સ્થાનિક લોકોનો એવો દાવો છે  કે પ્રદૂષણના કારણે વિસ્તારમાં કેન્સર જેવી જીવલેણ બીમારીઓ ફેલાઈ રહી છે અને અનેક ઘરોમાં મોત થયા છે. ઝી મીડિયાની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે ઓપરેશન કાલા પાની હેઠળ ગ્રાઉન્ડ ઝીરો પર જઈને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી.

એક જ પરિવારમાં 7 મોત

આ મામલે સ્થિતિ એવી છે કે મોટાભાગે વિસ્તારના લગભગ દરેક બીજું ઘર બીમાર લોકોનું ઠેકાણું બન્યું છે. એક સ્થાનિક રહીશે પોતાની વેદના રજૂ કરતા કહ્યું કે, 'મારા પપ્પા ખતમ થઈ ગયા, મારી મમ્મી ખતમ થઈ ગઈ. પાણીના કારણે તેમને  કેન્સર થઈ ગયું. પરિવારમાં બધા લોકો બીમાર છે.'

એક અન્ય સ્થાનિક રહીશે જણાવ્યું કે, 'આ બધુ જુબિલેન્ટ ફેક્ટરીના કારણે છે, કારણ કે તેણે પાણી ગંદુ કરી નાખ્યું છે. કોઈને કેન્સર છે, તો કોઈને ટીબી છે. બધા લોકો આ રીતે મર્યા છે. નાના નાના 3 ભાઈ હતા, ખતમ થઈ ગયા. ભાઈની વહુ ખતમ થઈ ગઈ, એક ભત્રીજો ખતમ થઈ ગયો. એક છોકરી  ખતમ થઈ ગઈ. મારા પપ્પા ખતમ થઈ ગયા, મારી મમ્મી ખતમ થઈ ગઈ,અમારા પરિવારમાં 7 વર્ષમાં 7 મોત થયા.'

હેન્ડપંપમાંથી નીકળે છે 'કાળું પાણી'

જ્યારે ઝી મીડિયાએ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી તપાસ કરી તો ગામમાં જેટલા પણ હેન્ડપંપ છે તેમાંથી અલગ અલગ રંગોનું ગંદુ અને કાળું પાણી નીકળ્યું. ફક્ત ગામવાળા જ નહીં પરંતુ ફેક્ટરીમાં કામ કરતા  કર્મચારીઓ પણ તેમાંથી બાકાત નથી. એક કર્મચારીએ જણાવ્યું કે, 'આંખોમાં સમસ્યા છે, પાણીમાં સમસ્યા છે, બધી જ સમસ્યા છે. દરેક ચીજની સમસ્યા છે.'

સ્થાનિક ડોક્ટર ડી. એસ હર્ષનું પણ કહેવું છે કે આ સમગ્ર વિસ્તાર ફેફસા, શ્વાસ અને આંખોની બીમારીનો ગઢ બની ગયો છે. તેમની પાસે અલગ અલગ બીમારીઓની સારવાર કરાવવા માટે લોકો પહોંચી રહ્યા છે.

શું બનાવે છે આ ફેક્ટરી?

અમરોહાના ગજરૌલામાં આવેલી આ ફેક્ટરીનું નામ જુબિલેન્ટ ઈંગ્રેવિયા લિમિટેડ છે. આ કંપનીનું એક મોટું ઈન્ટીગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સ છે. જેમાં સ્પેશિયાલિટી કેમિકલ્સ અને કેમિકલ ઈન્ટરમીડિએટ્સનું ઉત્પાદન થાય છે. સરળ ભાષામાં સમજીએ તો અહીં એવા ઔદ્યોગિક રસાયણો તૈયાર થાય છે જેના હેન્ડલિંગ અને વેસ્ટ મેનેજમેન્ટ માટે ખુબ જ કઠોર સુરક્ષા માપદંડોની જરૂર પડે છે.

20થી વધુ ગામડાના લોકો પીળું પાણી પીવા માટે મજબૂર

આસપાસની ગ્રામીણ ફેક્ટરીથી નીકળતા ગેસ, દુર્ગંધ અને પાણીની  ખરાબ ગુણવત્તાને લઈને વર્ષોથી લોકો ફરિયાદ કરે છે. જુબિલેન્ટ ફેક્ટરીની આસપાસ 20થી વધુ ગામડા છે. પરંતુ સૌથી વધુ માર નાઈપુરા, સવાજપુર ડોર, સાદેલાપુર, બસેલી અને તિગરિયા ગામ ઝેલી રહ્યા છે. ખરાબ પાણીના કારણે આ ગામડાઓની હાલત બગડી રહી છે. ગ્રામીણોનો આરોપ છે કે જમીનની નીચેનું પાણી સંપૂર્ણ રીતે દૂષિત થઈ ચૂક્યું છે અને  હેન્ડપંપમાંથી કાળું પાણી નીકળે છે. જેણે પણ મજબૂરીમાં આ પાણી પીધુ તે કોઈને કોઈ બીમારીની ઝપેટમાં આવી ગયા.

એક સ્થાનિક વૃદ્ધ મહિલાએ લાચારી દેખાડતા કહ્યું કે ' આ પાણી એકદમ પીળું છે અને પાણી પીને તકલીફ પણ થાય છે. પણ શું કરીએ મજૂર છીએ, ગરીબ માણસ છીએ.'

એક અન્ય સ્થાનિક મહિલાએ કહ્યું કે, 'તેનાથી બીમારી થઈ રહી છે. કેન્સર અને પથરી તેનાથી થઈ રહ્યા છે. દરેક પ્રકારની બીમારી થઈ રહી છે. તેમાં ફેક્ટરીનું પાણી આવી રહ્યું છે, જેને પીને બધા બીમાર પડી રહ્યા છે. પેટમાં દુખાવો થઈ રહ્યો છે. આંખોમાં દેખાવાનું બંધ થઈ રહ્યું છે અને આંખોમાં પણ મુશ્કેલી થઈ રહી છે.'

લેબ ટેસ્ટથી  થશે પ્રદૂષણના સત્યનો પર્દાફાશ

સ્થાનિક ગ્રામીણોનું કહેવું છે કે જ્યારથી આ ફેક્ટરી લાગી છે ત્યારથી તેમનો વિસ્તાર બીમારીનો અડ્ડો બની ગયો છે. લોકોના આ દાવાની સચ્ચાઈ ચકાસવા માટે ઝી મીડિયા સંવાદદાતા બ્રિજેશ તિવારીએ રિયાલિટી ચેક કર્યું અને ગામડાના હેન્ડપંપોથી પાણીના અલગ અલગ સેમ્પલ બોટલમાં ભરીને તપાસ માટે લેબમાં મોકલ્યા છે. આગામી રિપોર્ટમાં અમે જણાવીશું કે લેબના તપાસ રિપોર્ટમાં શું ચોંકાવનારા ખુલાસા થયા છે અને કઈ રીતે ગજરૌલાની આ ફેક્ટરીની આસપાસ વસેલી ગામડા બીમારીઓની ઝપેટમાં આવી ગયા. 

Add Zee News as a Preferred Source