SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

હિન્દુ ધર્મ છોડી ઇસ્લામ અપનાવનારને નહીં મળે અનામતનો લાભ: સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો

સુપ્રીમ કોર્ટે અનામત મુદ્દે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ધર્મ પરિવર્તન કર્યાં બાદ પછાત વર્ગ કે અનુસૂચિત જાતિમાં અનામતનો લાભ મળશે નહીં. કોર્ટે આ મામલે મદ્રાસ હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે.

Written By Gokani Dhaval
Published: Oct 15, 2026, 11:54 AM IST | Updated: Oct 15, 2026, 11:57 AM IST
Join

સુપ્રીમ કોર્ટે ગુરૂવારે અનામતને લઈને મોટો ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ ન્યાયાલયે સ્પષ્ટ કર્યું છે કે હિંદુ ધર્મમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કરનાર વ્યક્તિ માત્ર ધર્માંતરણના આધાર પર પછાત વર્ગ હેઠળ અનામતનો દાવો કરી શકે નહીં. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે.

સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
સુપ્રીમ કોર્ટે ધર્મ પરિવર્તન અને જાતિ આધારિત અનામતને લઈને મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે હિંદુ સામાજિક વ્યવસ્થામાં પછાત વર્ગ કે અનુસૂચિત જાતિ સાથે જોડાયેલી કોઈ વ્યક્તિએ બીજો ધર્મ અપનાવ્યા બાદ તેને તે આધાર પર અનામતનો લાભ ન મળી શકે. કોર્ટ પ્રમાણે હિંદુ જાતિ વ્યવસ્થા હેઠળ વ્યક્તિની સામાજિક પછાતની સ્થિતિ બીજા ધર્મમાં ગયા બાદ સ્થાળાંતરિત થતી નથી.

આ પણ વાંચોઃ મેરઠના બ્લૂ ડ્રમ કાંડમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા

આ મુદ્દે સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના તે આદેશને યથાવત રાખ્યો, જેમાં તમિલનાડુ સરકારનો ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ બનેલા લોકોને અનામત આપવાનો નિર્ણય રદ્દ કર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં બંધારણીય સિદ્ધાંતોના આધાર પર આ મામલામાં અરજી દાખલ કરવામાં આવી હતી.

કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર પહેલા કોઈ પછાત વર્ગ કે અનુસૂચિત જાતિ સાથે જોડાયેલા હોવાના આધાર પર બીજા ધર્મમાં ગયા બાદ અનામતનો દાવો ન કરી શકાય. આ નિર્ણય હિંદુ સામાજિક વ્યવસ્થામાં જાતિ આધારિત સામાજિક પછાત અને બીજા ધર્મમાં પરિવર્તન બાદ અનામતના લાભ સાથે જોડાયેલા મામલામાં આવ્યો છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES