SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

પરિસીમન અને મહિલા અનામત બિલને મોદી કેબિનેટની મંજૂરી, 50% વધશે સીટો

કેન્દ્રીય કેબિનેટે પરિસીમન દ્વારા મહિલાઓને અનામત આપનારા બંધારણીય સંશોધન વિધેયકને મંજૂરી આપી દીધી છે. તે હેઠળ દરેક રાજ્યોમાં સીટોની સંખ્યામાં સમાન અનુપાતમાં 50 ટકાનો વધારો કરવામાં આવશે.

Written By Gokani Dhaval
Published: Nov 27, 2026, 14:38 IST | Updated: Nov 27, 2026, 14:50 IST
Join

કેન્દ્રીયકેબિનેટે પરિસીમન અને મહિલા અનામત સાથે જોડાયેલા બંધારણીય સંશોધન વિધેયકને મંજૂરી આપી દીધી છે. તે હેઠળ લોકસભાની સીટોની સંખ્યા 50 ટકા વધારવાનો પ્રસ્તાવ છે. તો રાજ્યો વચ્ચે સીટોની વહેંચણી વર્તમાન વ્યવસ્થાને આગામી 25 વર્ષ એટલે કે 2051 સુધી સ્થિર રાખવામાં આવશે.

કેબિનેટે આપી બિલને મંજૂરી

આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં પરિસીમન દ્વારા મહિલાઓને અનામત આપનાર બંધારણીય સંશોધન બિલને મંજૂરી આપી છે. તે પ્રમાણે તમામ રાજ્યોમાં સીટોની સંખ્યા સમાન ગુણોત્તરમાં 50 ટકાનો વધારો કરવામાં આવશે અને આ વ્યવસ્થા 2051 સુધી લાગૂ રહેશે. સરકારે લોકસભાનું સત્ર 30 નવેમ્બરે બોલાવ્યું છે. જેમાં આ બિલ રજૂ કરવામાં આવશે.

30 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર

કેબિનેટની આ બેઠક સંસદના વિશેષ સત્ર પહેલા યોજાઈ હતી. સંસદનું વિશેષ સત્ર 30 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી બોલાવવામાં આવ્યું છે. લોકસભાની બેઠક 30 નવેમ્બરથી શરૂ થશે, જ્યારે રાજ્યસભાની બેઠક 2 ડિસેમ્બરે તશે. સંસદના બંને ગૃહને 13 ઓગસ્ટે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવ્યા હતા, પરંતુ ચોમાસુ સત્રને ઔપચારિક રૂપથી સમાપ્ત કરવામાં આવ્યું નથી.

આ પણ વાંચોઃ પરિસીમન બિલ શું છે? કેમ તેને પાસ કરાવવા ઈચ્છે છે સરકાર, સમજો મહિલા અનામત સાથે તેનું કનેક્શન

બિલ પસાર કરાવવા માટે 360 મતની જરૂર

એપ્રિલમાં આ બિલ જરૂરી બે-તૃતીયાંશ બહુમત ન મળવાને કારણે પસાર થઈ શક્યું નહોતું. 543 સભ્યોની લોકસભામાં આ બિલ પાસ કરાવવા માટે ઓછામાં ઓછા 360 મતની જરૂર પડશે. નોંધનીય છે કે લોકસભાની ત્રણ બેઠક ખાલી હોવાથી, વર્તમાનમાં ગૃહનું સંખ્યાબળ 540 છે.

NDA ની પાસે આશરે 320 સાંસદ

સત્તામાં રહેલા એનડીએ પાસે આશરે 320 સાંસદ છે. તેવામાં સરકારે બિલ પાસ કરાવવા માટે અન્ય દળોના સમર્થનની જરૂર પડશે. પરંતુ વર્તમાન રાજકીય સમીકરણો પ્રમાણે ટીએમસીના બળવાખોર 20 સાંસદો એનડીએને સાથ આપી શકે છે. આ સિવાય શિવસેના (UBT) ના છ સાંસદો પણ એકનાથ શિંદે જૂથમાં સામેલ થઈ ગયા છે. આ સિવાય તમિલનાડુમાંથી ડીએમકે પણ સરકારનું આ મુદ્દે સમર્થન કરી શકે છે, જેના લોકસભામાં 22 સાંસદ છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES