SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

28 માંથી 12 સીટો જીત્યા છતાં MLC ચૂંટણીમાં ભાજપની હારની ચર્ચા કેમ વધુ? જાણો મુખ્ય કારણો

4 રાજ્યોમાં MLC ચૂંટણીમાં ભાજપે 28માથી 12 સીટો પર જીત મેળવી છે. તેમ છતાં પાર્ટી પટના, દરભંગા, વારાણસી અને નાગપુર જેવી સીટો હારી ગઈ છે. તેની ચર્ચા વધુ છે, આખરે કેમ?

Written By Gokani Dhaval
Published: Oct 29, 2026, 09:01 PM IST | Updated: Oct 29, 2026, 09:03 PM IST
Join

ચાર રાજ્યોની 28 સીટો પર યોજાયેલી વિધાન પરિષદની ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ભાજપે 12 સીટો પર જીત મેળવી છે, જ્યારે તેના સહયોગીઓને ત્રણ સીટ મળી છે. આ રીતે ભાજપ અને તેના સહયોગીઓએ કુલ 28માંથી 15 સીટો પર જીત મેળવી છે, જે અડધાથી વધુ છે. તેમ થતાં એમએલસી ચૂંટણીમાં ભાજપની હારની વધુ ચર્ચા થઈ રહી છે. તેનું એક મોટું કારણ પાર્ટીનું પોતાના ગઢમાં હારવું છે. ભાજપ પટના, દરભંગા, કાશી, લખનૌ અને નાગપુર જેવા પોતાના ગઢમાં એમએલસી ચૂંટણી હારી છે. તો ગોરખપુરમાં પાર્ટી હારથી માંડ-માંડ બચી છે.

ભાજપ માટે આ હાર એટલા માટે પણ મહત્વની છે, કારણ કે આ ચૂંટણીમાં સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પાસ કરનાર મતદારોએ મતદાન કર્યું છે, જેને સમાજમાં પ્રબુદ્ધ વર્ગ માનવામાં આવે છે.

બિહારમાં પટના અને દરભંગાની સીટ હારી ગઈ

બિહારમાં ભાજપ પટના શિક્ષક અને દરભંગા સ્નાતકની સીટ હારી ગઈ છે. પટના શિક્ષક સીટ પર તેમના ઉમેદવાર નવલ કિશોર યાદવ 30 વર્ષથી એમએલસી હતી. અહીં આરજેડીના સંજીવ કુમારે તેમને હરાવ્યા છે. આ રીતે દરભંગા સ્નાતક સીટ પર પણ ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. અહીં ભાજપે સર્વેશ કુમારને ટિકિટ આપી હતી, જે 2020મા અહીંથી ચૂંટણી જીતી વિધાન પરિષદના સભ્ય ચૂંટાયા હતા.

બિહાર વિધાન પરિષદની 8 સીટો માટે ચૂંટણી યોજાઈ હતી. તેમાંથી 2 પર ભાજપ, 2 પર આરજેડી, 2 પર અપક્ષ અને એક-એક પર જન સુરાજ અને જેડીયૂને જીત મળી છે. ભાજપ કોશી અને તિરહુતમાં જીત્યું છે. તો જેડીયૂને પટના સ્નાતક સીટ પર જીત મળી છે.

દરભંગા અને પટનાની હાર એટલા માટે મહત્વની છે, કારણ કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન પટનાથી આવે છે. તો બિહાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય સરાવગી દરભંગાથી આવે છે. જેડીયૂના કાર્યકારી અધ્યક્ષ સંજય કુમાર ઝાની કર્મ ભૂમિ પણ દરભંગા જ છે.

આ પણ વાંચોઃ ભારત પર અલ નીનોની ગંભીર અસર: આગામી 6 મહિનામાં દેશમાં 55 હજાર લોકોના મોતની આશંકા?

યુપીઃ લખનૌ અને કાશીમાં ભાજપની હાર

ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદની 11 સીટો માટે ચૂંટણી યોજાઈ હતી. તેમાં ભાજપને 6 અને સપાને 5 સીટો પર જીત મળી છે, પરંતુ કાશી અને લખનૌની હારે ભાજપની જીતનો સ્વાદ ફીકો કરી દીધો છે. કાશી એટલે કે વારાણસીની 2 સીટો પર ભાજપની હાર થઈ છે. આ સિવાય લખનૌની 2માંથી 1 સીટ પર ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. લખનૌની સ્નાતક સીટ પર સપાના કાંતિ પટેલની જીત થઈ છે.

આગરા સીટ પર પણ ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. આ સિવાય અલ્હાબાદ સીટ પર ભાજપ હારી છે. ભાજપની હાર પર સપા પ્રમુખ અખિલેશ યાદવે પોસ્ટ કરી છે. અખિલેશ યાદવે લખ્યુ કે ડબલ એન્જિનને વારાણસીની જનતાએ ડબલ ઝીરો આપ્યો છે.

મહારાષ્ટ્રના નાગપુરની સીટ પર પણ ભાજપનો પરાજય

મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની 5 સીટો પર ચૂંટણી યોજાઈ હતી. 3 સીટ પર ઈન્ડિયા ગઠબંધન અને 2 પર એનડીએને જીત મળી છે. રસપ્રદ વાત છે કે મહારાષ્ટ્રના નાગપુર (સ્નાતક) સીટ પર કોંગ્રેસ જીતી છે. નાગપુર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડવણીસનું ગૃહ નગર છે. અહીંથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ આવે છે.

આ સિવાય રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું મુખ્યાલય પણ નાગપુરમાં છે. અહીંથી ભાજપની હાર ચર્ચાનો વિષય બની છે. જોકે 2020મા પણ ભાજપનો અહીં પરાજય થયો હતો.

કર્ણાટકમાં 4 સીટો પર એનડીએની જીત

કર્ણાટકમાં વિધાન પરિષદની 4 સીટો માટે ચૂંટણી યોજાઈ હતી. તેમાંથી 3 પર ભાજપ અને એક પર જેડીએસને જીત મળી છે. જ્યારે સત્તામાં રહેલી કોંગ્રેસે ચારેય સીટ પર હારનો સામનો કરવો પડ્યો છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES