SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

8મા પગાર પંચની ચર્ચાઓ વચ્ચે આ રાજ્યમાં નવી વેતન નીતિ લાગુ, હવે ઓવરટાઇમના મળશે ડબલ પૈસા

મહારાષ્ટ્રમાં નવા વેતન નિયમો અમલમાં આવ્યા છે. હવે કંપનીઓને તેમના કર્મચારીઓને અઠવાડિયામાં એક દિવસની ફરજિયાત રજા આપવી પડશે તેમજ ઓવરટાઇમ માટે બમણું વેતન અને પગારની સ્લિપ આપવી ફરજિયાત કરવામાં આવી છે.

Written By Dilip Chaudhary
Published: Nov 18, 2026, 23:14 IST | Updated: Nov 18, 2026, 23:17 IST
Join

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકોમાં 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારે કર્મચારીઓના વેતન અને કામના કલાકો અંગે નવી વેતન નીતિ લાગુ કરી છે. આ નવા નિયમોમાં મોંઘવારી ભથ્થા (DA) અને લઘુત્તમ વેતનથી લઈને ઓવરટાઇમ અને પગારમાંથી થતી કપાત સુધીના મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે.

આ નિયમો હેઠળ, કર્મચારીઓ પાસે અઠવાડિયામાં 48 કલાકથી વધુ કામ કરાવી શકાશે નહીં. વધુમાં નિર્ધારિત રજાના દિવસે કામ કરવા બદલ સામાન્ય વેતન દર કરતાં બમણું વળતર આપવામાં આવશે. આ ઉપરાંત, મોંઘવારી ભથ્થું વર્ષમાં બે વાર આપવામાં આવશે.

ઝી ન્યૂઝના અહેવાલની અસર: NBCCએ સુધારી ભૂલ, દિલ્હીના સરોજિની નગરના 49 ફ્લેટ્સની હરાજી અંગે જાહેર કર્યું નવું Corrigendum

5 નવેમ્બરે બહાર પાડ્યું જાહેરનામું

મહારાષ્ટ્ર સરકારે 5 નવેમ્બર, 2026ના રોજ આ નવા નિયમો અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું. રાજ્યના શ્રમ મંત્રી આકાશ ફુંડકરે બુધવારે આ માહિતી આપી હતી. સરકારી ગેઝેટમાં પ્રકાશિત થયાની તારીખથી આ નિયમો સમગ્ર મહારાષ્ટ્રમાં અમલમાં આવી ગયા છે. આ નવા નિયમો રાજ્યના 1963ના લઘુત્તમ વેતન નિયમો અને વેતન ચુકવણી નિયમોનું સ્થાન લેશે. જોકે, રાજ્ય સરકારના કર્મચારીઓ માટે લઘુત્તમ વેતન નક્કી કરવાના કિસ્સામાં આ નિયમો લાગુ પડશે નહીં.

અઠવાડિયામાં 48 કલાક જ કામ

નવા નિયમો અનુસાર, દૈનિક ધોરણે વેતન મેળવતા કર્મચારીઓ માટે કામનો સમયગાળો દરરોજ 8 કલાક નક્કી કરવામાં આવ્યો છે. અન્ય પદ્ધતિઓથી વેતન મેળવતા કર્મચારીઓ માટે, અઠવાડિયાના કુલ કામના કલાક 48થી વધુ ન હોવા જોઈએ. આનો અર્થ એ છે કે કંપનીઓએ તેમના કર્મચારીઓના કામના કલાકોનું કડક પાલન કરવું પડશે.

વધુમાં દરેક કર્મચારીને અઠવાડિયામાં એક દિવસનો આરામ એટલે કે સાપ્તાહિક રજા મેળવાનો અધિકાર છે. જો કોઈ કર્મચારીને નિર્ધારિત રજાના દિવસે કામ કરવું પડે, તો તેને બદલામાં અન્ય દિવસે રજા આપવી જરૂરી છે. વધુમાં, આવા દિવસે કરેલા કામ માટે કર્મચારીને તેના સામાન્ય વેતન દર કરતાં ઓછામાં ઓછું બમણું વેતન ચૂકવવું પડશે. પગારમાં બેઝિક વેતન અને મોંઘવારી ભથ્થાનો સમાવેશ થાય છે.

મોંઘવારી ભથ્થું વર્ષમાં બે વાર સુધારવું

મહારાષ્ટ્ર સરકાર હવે દૈનિક ધોરણે લઘુત્તમ વેતન દરો નક્કી કરશે. તે મુજબ, દૈનિક વેતનને 8 વડે ભાગીને કલાક દીઠ વેતન નક્કી કરવામાં આવશે, જ્યારે દૈનિક વેતનને 26 વડે ગુણીને માસિક વેતન નક્કી કરવામાં આવશે. તો મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વાર 1લી એપ્રિલ અને 1લી ઓક્ટોબર પહેલાં સુધારો કરવામાં આવશે. આ સુધારાઓ લેબર બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવતા ઔદ્યોગિક કામદારો માટેના ગ્રાહક ભાવ સૂચકાંક (CPI-IW)ની સરેરાશ પર આધારિત હશે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES