LK Advani: ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હી એપોલો હોસ્પિટલમાં દાખલ
LK Advani In Hospital: ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી છે. તેમને શુક્રવારે રાત્રે અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 98 વર્ષીય લાલકૃષ્ણ અડવાણીને છાતીમાં ઈન્ફેક્શન થયું હોવાનું જાણવા મળે છે.
LK Advani In Hospital: ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને તબિયત લથડી છે. લાલકૃષ્ણ અડવાણીને શુક્રવારે રાત્રે દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળતી માહિતી અનુસાર લાલકૃષ્ણ અડવાણીને છાતીમાં ઇન્ફેક્શન અને ઉંમર સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લાલકૃષ્ણ અડવાની સારવાર શરૂ કરી દેવામાં આવી છે અને તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળેલ છે.
આ પણ વાંચો: Abhijit Dipke: શાંતિ ભંગ કરવાના કેસમાં અભિજીત દિપકેની કરાઈ ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજુ, નેહા બોરા મુક્ત
છાતીમાં ઈન્ફેકશનની સારવાર
ઉલ્લેખનીય છે કે 98 વર્ષીય લાલકૃષ્ણ અડવાનીને આ પહેલાં મે મહિનામાં પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા દિવસની સારવાર પછી તેમને હોસ્પિટલથી રજા આપવામાં આવી હતી. શુક્રવારે ફરી એક વખત લાલ કૃષ્ણ અડવાણીને હોસ્પિટલમાં લઈ જવાની જરૂર પડી હતી. વધતી ઉંમરના કારણે રહેતી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉપરાંત લાલ કૃષ્ણ અડવાણી ને છાતીમાં ઇન્ફેક્શન થયું હોવાનું અને ફેફસા સંબંધિત બીમારીની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળે છે.
વડાપ્રધાન મોદીની મુલાકાત
જણાવી દઈએ કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલકૃષ્ણ અડવાણીને મુલાકાત લીધી હતી. 7 ઓક્ટોબરે રાજકીય ક્ષેત્રમાં 25 વર્ષ પૂરા થવાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલકૃષ્ણ અડવાણીના દિલ્લી સ્થિત ઘરે મળવા ગયા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. કારણ કે લાલકૃષ્ણ અડવાણી ભાજપના પ્રમુખ નેતાઓમાંથી એક છે. રાષ્ટ્રીય સ્તરે ભાજપનું પ્રભુત્વ વધારવામાં એલ કે અડવાણીએ પણ મહત્વની ભૂમિકાને ભાવી છે.
ભાજપમાં એલ કે અડવાણીનું યોગદાન
લાલકૃષ્ણ અડવાણી 3 ટર્મ માટે ભાજપના અધ્યક્ષ રહી ચૂક્યા છે. સૌથી પહેલા 1986 થી 1990, 1993 થી 1998 અને પછી 2004 થી 2005 સુધી. લાલકૃષ્ણ અડવાણી 1998 થી 2004 સુધી કેન્દ્રીય ગૃહ મંત્રી રહ્યા. જ્યારે દેશમાં અટલ બિહારી બાજપાઈના નેતૃત્વ વાળી એનડીએ સરકાર સત્તા પર આવી ત્યારે 2002 થી 2004 સુધી એલ કે અડવાણી ઉપ પ્રધાનમંત્રીના પદ પર પણ રહ્યા હતા.
ભારત રત્નીથી સન્માનિત
લાલકૃષ્ણ અડવાણીને સાર્વત્રિક સાર્વજનિક જીવનમાં તેમના યોગદાન માટે 2024 માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.