SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

કુલગામમાં CRPF જવાનો પર હુમલાનો માસ્ટરમાઈન્ડ લતીફ ભટ એન્કાઉન્ટરમાં ઠાર, મસ્જિદમાં છૂપાયેલો હતો

જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોએ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં થયેલી અથડામણમાં લશ્કર એ તૈયબાના કમાન્ડર મોહમ્મદ લતીફ ભટને ઠાર કર્યો છે. સરન્ડરની તક આપી પણ તેણે તે ફગાવી દીધી અને આખરે એન્કાઉન્ટરમાં માર્યો ગયો.

Written By Viral Raval
Published: Nov 18, 2026, 10:14 IST | Updated: Nov 18, 2026, 10:42 IST
Join

કુલગામ જિલ્લાના જંગલપોરામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં લશ્કર એ તૈયબાનો કમાન્ડર લતીફ ભટ માર્યો ગયો છે. સુરક્ષાદળોએ તેને સરન્ડર કરવાની તક પણ આપી હતી પરંતુ તેણે તે ફગાવી દીધી હતી. લતીફ જંગલપોરામાં એક મસ્જિદમાં છૂપાઈ ગયો હતો. પોલીસને બાતમી મળી હતી કે લતીફ ભટ જંગલપોરાના વિસ્તારમાં છૂપાયેલો અને ત્યારબાદ સુરક્ષાદળોએ  તેને પકડવા માટે સર્ચ અભિયાન શરૂ કર્યું હતું.

Rahul Gandhi: રાહુલ ગાંધીએ ફરી બાફ્યું, શિવ-પાર્વતીનો ફોટો શેર કરી દલીલ કરી, ભાજપ એ પણ કર્યો પલટવાર

મળ્યું હતું અલ્ટીમેટમ, સરન્ડરની તક જતી કરી

કુલગામના એસએસપી અનાયત અલીના જણાવ્યાં મુજબ તેમણે પોતે લતીફ ભટ સાથે લાંબી વીડિયો કોલ પર વાત કરી હતી અને તેને હથિયાર હેંઠા ફેંકીને આત્મસમર્પણ કરવા માટે સમજાવ્યું હતું. તેને ખાતરી પણ અપાવી હતી કે સરન્ડર કરશે તો જીવતો છોડી દેવાશે પરંતુ લતીફે ના પાડી  દીધી અને ઓપરેશન દરમિયાન તેણે કથિત રીતે એમ પણ કહ્યું કે, મારી સાથે અલ્લાહ સિવાય બીજુ કોઈ નથી. એસએસપીના જણાવ્યાં મુજબ લતીફે રાતે લગભગ 2.45 કલાકે મસ્જિદમાં દાખલ થયા બાદ ફાયરિંગ શરૂ કર્યું હતું. ત્યારબાદ સુરક્ષાદળોએ તેને બહાર કાઢવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. મસ્જિદમાંથી તે જેવો બહાર નીકળ્યો કે તેને ગોળી મારી દેવાઈ. સુરક્ષા એજન્સીઓએ ધાર્મિક સ્થળને નુકસાન ન પહોંચે તે માટે પૂરેપૂરી સાવધાની વર્તી અને મસ્જિદની અંદર કોઈ કાર્યવાહી ન કરી.

 જંગલપોરામાં આ અથડામણ એવા સમયે થઈ છે કે જ્યારે છેલ્લા સાત દિવસમાં કુલગામ જિલ્લાના અનેક ગામોમાં આતંકવાદ વિરોધી અભિયાન તેજ કરાયું છે. આ બધા વચ્ચે 16 નવેમ્બરે થયેલા આ અથડામણ બાદ લારૂ વિસ્તારમાં પણ સર્ચ અભિયાન ચાલુ છે. જેમાં લતીફનો નજીકનો સહયોગી અને આતંકવાદી ઉમર માર્યો ગયો હતો. સુરક્ષા દળ લશ્કર એ તૈયબાના કમાન્ડર લતીફ ભટને શોધી રહ્યા હતા.

2025માં લશ્કર એ તૈયબામાં જોડાયો હતો લતીફ

એસએસપીના જણાવ્યાં મુજબ લતીફ ભટ 18 નવેમ્બર 2025ના રોજ લશ્કર એ તૈયબામાં જોડાયો હતો. તે કથિત રીતે પોતાને કટ્ટરપંથના રસ્તે લઈ ગયો અને સરહદ પારથી તેને જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ, પર્યટન અને અર્થવ્યવસ્થાને ખોરવવાના નિર્દેશ મળતા હતા. લતીફ ભટ 11 નવેમ્બરના રોજ કુલગામના મીર બજાર પાસે સીઆરપીએફ ચોકી પર થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. જેમાં 3 જવાનો ઘાયલ થયા હતા. ભારતીય સેના, જમ્મુ કાશ્મીર પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) અને CRPFની જોઈન્ટ ટીમો દ્વારા ચલાવવામાં આવેલા એન્ટી ટેરર ઓપેરશનમાં તે ઠાર મરાયો.

ઝી ન્યૂઝનું ઓપરેશન 'કાલા પાણી', સત્ય બોલવા બદલ ગ્રામજનોને ધમકી આપ્યાનો આરોપ

લશ્કર કમાન્ડરનો સાથી પણ માર્યો ગયો

આ અગાઉ 17 નવેમ્બરે સુરક્ષાદળો સાથે અથડામણમાં લશ્કર કમાન્ડર લતીફ ભટનો સાથી નાસિર ડાર પણ માર્યો ગયો હતો. પોલીસને મળેલી ગુપ્ત બાતમી બાદ સંયુક્ત અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓ સુરક્ષાદળો પર હુમલો કર્યો જો કે પોલીસે જવાબી કાર્યવાહી કરી અને તેમાં આતંકી ઠાર મરાયો. મળતી માહિતી મુજબ 11 નવેમ્બરે સીઆરપીએફ ટીમ પર હુમલો કરતા પહેલા આ બંને આતંકીઓએ કુલગામમાં રેકી કરી હતી. વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં બંને જોવા મળે છે.

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES