Kolkata Stampede: કલકત્તા દુર્ગા પૂજા પંડાલ મામલે આયોજક સહિત 7 લોકોની ધરપકડ, ભાગદોડમાં 19 લોકોના થયા મોત
Kolkata Stampede: કલકત્તામાં દુર્ગા પૂજા પંડાલમાં મોટી દુર્ઘટના થઈ છે. પૂજા પંડાલમાં થયેલી ભાગદોડમાં 19 લોકોના મોત થયા છે. આ ઘટનામાં પોલીસે આયોજક સહિત 7 લોકોની ધરપકડ કરી છે.
Kolkata Stampede: કલકત્તામાં શનિવારે સાંજે એક દુર્ગા પંડાલમાં નાશભાગ મચી હતી જેમાં 19 લોકોએ જીવ ગુમાવ્યા અને 25 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં મુખ્યમંત્રી સુવેંદુ અધિકારીએ તપાસના આદેશ આપી દીધા હતા આ ઘટનામાં રવિવારે સવાર સુધીમાં કલકત્તા પોલીસે પણ આયોજન કમિટીના સભ્યો અને મુખ્ય આયોજક સહિત 7 લોકોની ધરપકડ કરી છે અને પૂછપરછ શરૂ કરી છે.
કલકત્તામાં દુર્ગા પૂજા સૌથી મોટો તહેવાર હોય છે. આ સમયે કલકત્તામાં અલગ અલગ જગ્યાએ દુર્ગા પંડાલનું આયોજન કરવામાં આવ્યું હોય છે. આવા જ એક ફેમસ પંડાલમાં શનિવારે નાશભાગ મચી હતી. આ ઘટનામાં 19 લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે.. ઘટનાની જાણ થતાં જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેંદો અધિકારી પણ દુર્ગા પંડાલની જગ્યાએ પહોંચી ગયા હતા. ત્યાર પછી તેમણે હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી. સુવેંદુ અધિકારીએ મૃતોને અને ઘાયલોને આર્થિક મદદની જાહેરાત પણ કરી છે. સાથે જ આ ઘટનામાં તુરંત કાર્યવાહીના આદેશ પણ આપ્યા છે.
આયોજક સહિત 7 લોકોની ધરપકડ
શનિવારે રાત્રે દુર્ગા પૂજામાં બનેલી ઘટના પછી મુખ્યમંત્રીએ ત્વરિત તપાસના આદેશ આપ્યા હતા. આ ઘટનાને લઈને પોલીસે પણ તુરંત કાર્યવાહી કરી. આ ઘટનામાં પોલીસે કડક કાર્યવાહી કરતા દુર્ગા પૂજા પંડાલના આયોજકો સહિત 7 લોકોની ધરપકડ કરી લીધી છે. સાથે જ આ પૂજા પંજાલ હવે લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
દુર્ગા પૂજા પંડાલની ચકાસણી કરવાની ઘોષણા
આ ઘટના પછી સીએમ સુવેંદુ અધિકારીએ રાજ્યભરના દુર્ગા પૂજા પંડાલમાં સુરક્ષાની વ્યવસ્થા કેવી છે તે અંગે તપાસ કરવા એક ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવાની જાહેરાત પણ કરી છે. આ ઘટનાને લઈને સીએમ પહેલાથી જ એક્શન મોડમાં છે. સીએમ તરફથી એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે સીસીટીવી ની તપાસ કરવામાં આવશે. સીસીટીવી ના આધારે એ નક્કી થશે કે લોકોની ભીડને નિયંત્રિત કરવા માટે વ્યવસ્થા હતી કે નહીં. જો આ ઘટના કોઈ વ્યક્તિની ભૂલ ના કારણે સર્જાઈ હશે તો તેને છોડવામાં નહીં આવે.
કલકત્તા દુર્ગા પૂજા પંડાલમાં નાશ ભાગમાં જે લોકોએ જીવ ગુમાવ્યા છે અને જે લોકો ઘાયલ થયા છે તેમને સરકાર તરફથી આર્થિક સહાયની જાહેરાત પણ કરવામાં આવી છે. રાજ્ય સરકાર પીડિત પરિવારને 25 લાખની આર્થિક મદદ કરશે. સાથે જ પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની ઘોષણા પણ કરવામાં આવી છે.
કલકત્તા પોલીસ નું નિવેદન
દુર્ગા પુજાન ભંડારમાં નાશ ભાગ થયા પછી થયેલી જાનહાની મામલે પોલીસે પણ પોતાનું નિવેદન આપી દીધું છે. પોલીસે જણાવ્યું છે કે શનિવારે સાંજે 7:40 કલાકે ગિરીશ પાર્ક પોલીસ સ્ટેશનના વિસ્તારમાં શારદા પાર્ક પૂજા ભંડારના બહાર નીકળવાના રસ્તા પાસે દોડધામ થઈ હતી. આ નાશ ભાગમાં 19 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)