SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Kolkata Stampede: પંડાલમાં થયેલી ઘોષણા પછી ગભરાયા લોકો, પ્રત્યક્ષદર્શી મહિલાએ જણાવ્યું પંડાલમાં શું થયું હતું ?

Kolkata Durga Puja Stampede: કલકત્તાના દુર્ગા પૂજા પંડાલમાં નાશભાગના કારણે 19 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઘટના કેવી રીતે બની અને પંડાલમાં શું થયું હતું તેના વિશે પ્રત્યક્ષદર્શી મહિલાએ જાણકારી આપી છે.

Written By Krupa Shah
Published: Oct 18, 2026, 11:06 AM IST | Updated: Oct 18, 2026, 11:13 AM IST
Join

Kolkata Durga Puja Stampede: કલકત્તાના ચોરબાગાન દુર્ગા પૂજા પંડાલમાં શનિવારે રાત્રે ભાગદોડ થઈ ગઈ હતી આ ઘટનામાં 19 લોકોના મોત થયા છે અને 25 લોકો ઘાયલ થયા છે. આ ઘટના કેવી રીતે બની અને પંડાલમાં એવું તો શું થયું કે લોકો દોડધામ કરવા લાગ્યા તેનું કારણ પણ સામે આવી ગયું છે. દુર્ગા પૂજા પંડાલમાં થયેલી દુર્ઘટના મામલે પોલીસ તપાસ ચાલી રહી છે તેવામાં એક પ્રત્યક્ષદર્શી મહિલાએ પંડાલમાં શું થયું હતું તે વાત જણાવી છે.

પ્રત્યક્ષદર્શી મહિલાનો દાવો

કલકત્તાના દુર્ગા પૂજા પંડાલમાં સાંજના સમયે અચાનક જ દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં પંડાલમાં સુરક્ષા વ્યવસ્થા ને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. દરેકના મનમાં એક જ પ્રશ્ન છે કે પંડાલમાં એવું તો શું થયું કે અચાનક જ લોકોમાં ગભરાટ વધી ગયો. અને આટલી મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ. આ મામલે એક પ્રત્યક્ષદર્શી મહિલાએ દાવો કર્યો છે કે પંડાલમાં એક ઘોષણા કરવામાં આવી હતી ત્યારબાદ લોકો ગભરાઈ ગયા અને નાશ ભાગની સ્થિતિ સર્જાઈ ગઈ.

પંડાલમાં થયેલી એનાઉન્સમેન્ટ

પ્રત્યક્ષદર્શી મહિલાના જણાવ્યા અનુસાર પંડાલની એન્ટ્રી અને એક્ઝિટના ગેટ નાના હતા અને અંદરથી રસ્તો વણાંક વાળો હતો જેના કારણે સામાન્ય સ્થિતિમાં પણ લોકોને બહાર નીકળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. તેવામાં પંડાલમાં ભીડ વધી જતા ઘોષણા કરવામાં આવી કે ભીડના કારણે પંડાલ પડી શકે છે. આ ઘોષણા સાંભળતા જ લોકો ગભરાઈ ગયા અને ધક્કા મૂકી કરીને બહાર નીકળવાનો પ્રયત્ન કરવા લાગ્યા જેમાં નાશ ભાગની સ્થિતિ સર્જાઈ ગઈ. પ્રત્યક્ષ દર્શી મહિલાએ એવો પણ દાવો કર્યો છે કે પંડાલમાં લોકોને મેનેજ કરવા માટે અને વ્યવસ્થા પર ધ્યાન રાખવા માટે બાળકોને વોલેન્ટિયર બનાવવામાં આવ્યા હતા. જે લોકો પંડાલમાં આવી રહ્યા હતા તેઓ બાળકોની વાત સાંભળતા પણ ન હતા. તેવામાં પંડાલ પડી જવાની ઘોષણથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો. જેના કારણે નાશ ભાગની સ્થિતિ સર્જાઈ.

દુર્ગા પૂજા પંડાલ લોકો માટે બંધ

ચોરબાગાન દુર્ગા પૂજા ભંડાર આ દુર્ઘટના પછી લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય દુર્ગા પૂજા પંડાલની આસપાસ ભીડ જમા ન થાય તે માટે પોલીસે 163 ની કલમ લાગુ કરી દીધી છે. ચોરબાગાન પૂજા પંડાલની આસપાસ સિવાય ઉત્તર અને સેન્ટ્રલ કલકત્તાના વિસ્તારોમાં પણ ભીડ ન થાય તે માટે 163 ની કલમ લાગુ કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં 7 લોકોની ધરપકડ

કલકત્તામાં બનેલી ઘટનાને મામલે મુખ્યમંત્રી શુભેંન્દુ અધિકારી કરીએ કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપી દીધા છે. સાથે જ મૃતકોના પરિવાર માટે આર્થિક સહાયની જાહેરાત પણ કરી છે. દુર્ગા પૂજા પંડાલમાં થયેલી દુર્ઘટના મામલે પોલીસે અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરી છે. સાત લોકોની પૂછપરછ કરીને પોલીસ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે દુર્ઘટનાનું કારણ શું છે? પોલીસનું કહેવું છે કે ઘટનામાં જે કોઈ વ્યક્તિની બેદરકારી સામે આવશે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES