• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /ખાટુ શ્યામના દર્શન કરી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત, એક જ પરિવારના 9 લોકોના કમકમાટી ભર્યા મોત

ખાટુ શ્યામના દર્શન કરી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત, એક જ પરિવારના 9 લોકોના કમકમાટી ભર્યા મોત

રાજસ્થાનમાં એક ભયંકર અકસ્માત થયો છે જેમાં એક જ પરિવારના 9 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ પરિવાર ખાટુ શ્યામ મંદિરેથી દર્શન કરી પરત ફરી રહ્યા હોવાનું જાણવા મળે છે.

Written ByKrupa Shah
Published: Nov 22, 2026, 08:01 IST|Updated: Nov 22, 2026, 08:07 IST
joinshare
ખાટુ શ્યામના દર્શન કરી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત, એક જ પરિવારના 9 લોકોના કમકમાટી ભર્યા મોત

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
એલિસ હુઆંગ અને તેના પતિના એક નજીકના સહયોગીએ Nvidia ચિપ્સ મોકલી હતી ચીન, રિપોર્ટમાં ખુલાસો

એલિસ હુઆંગ અને તેના પતિના એક નજીકના સહયોગીએ Nvidia ચિપ્સ મોકલી હતી ચીન, રિપોર્ટમાં ખુલાસો

2

જામનગરમાં ACBનું સફળ છટકું, રૂપિયા 8 લાખની લાંચ લેતા ક્લાસ-2 અધિકારી રંગેહાથ ઝડપાયા

3

નવસારીમાં હાઈબ્રિડ ગાંજાના હાઈપ્રોફાઈલ નેટવર્કનો પર્દાફાશ, બેંગકોક સુધી ફેલાયેલા છે તાર!

4

હવે અગ્નિવીરો પણ કરી શકશે લગ્ન, સરકારે નિયમોમાં કર્યા ફેરફાર! જાણો શું છે શરતો

5

ASRB ભરતી 2026: કૃષિ, IT અને એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ માટે મોટી તક, ICAR માં 1393 જગ્યાઓ પર ભરતી જાહેર

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

રાજસ્થાનના કોટા ઉદયપુર નેશનલ હાઇવે પર એક ભયાનક અકસ્માતની જાણકારી સામે આવી છે. દુર્ઘટનામાં રસ્તા પર ઉભેલા ટ્રક અને ક્રૂઝર કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે ઘટનામાં 9 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે જ્યારે 6 લોકોને ઈજાઓ થઈ છે. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આ 9 લોકો એક જ પરિવારના હતા. તમામ લોકો ખાટુ શ્યામ મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.

ડ્રાઈવરને ઝોકું આવી જતા અકસ્માત

આ પણ વાંચો: GoPro કેમેરા અંગે ચીન તરફથી નથી મળતી જાણકારી, પહલગામ આતંકી હુમલાને લઈને NIA નો મોટો ખુલાસો

ઘટનાની વિગત અનુસાર કોટા ઉદયપુર હાઇવે પર આ દુર્ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર ક્રુઝર કાર ચલાવતા ડ્રાઇવરને અચાનક ઝોકું આવી જતા તેને કાર પરથી નિયંત્રણ ગુમાવી દીધું જેના કારણે કાર રસ્તા પર ઉભેલા ટ્રકની પાછળ ઘૂસી ગઈ. આ ટક્કર એટલી ભયાનક હતી કે કારમાં સવાર એક જ પરિવારના 9 લોકોના મોત થઈ ગયા. 9 લોકોમાં પરિવારના બાળકોનો પણ સમાવેશ થાય છે. જ્યારે અન્ય 6 લોકો ઘાયલ થયા હતા જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

એક જ પરિવારના 9 લોકોના મોત

આ પણ વાંચો: Rahul Gandhi: પાકિસ્તાન સાથે વાતચીત મુદ્દે રાહુલ ગાંધીનું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું વિદ્યાર્થી સાથેની વાતચીતમાં

અકસ્માત ની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જાણવા એવું પણ મળેલ છે કે જે પરિવારને અકસ્માત નડ્યો તે પરિવારના લોકો ખાટુ શ્યામ મંદિરે દર્શન કરવા ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા. તેમની કાર ચલાવતા ડ્રાઇવરને ઝોકું આવી ગયું અને તેનું ધ્યાન રસ્તા પરથી હટી ગયું, જેના કારણે ક્રુઝર કાર અસંતુલિત થઈ ગઈ અને ટ્રક સાથે ભયંકર ટક્કર છે. ટક્કર થઈ ત્યારે ટ્રક રસ્તા કિનારે ઉભો હતો.

ખાટુ શ્યામના દર્શન કરી પરત ફરતો હતો પરિવાર

એડિશનલ જિલ્લા કલેકટર રાજેશ જોશીના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના મોડી રાતે થઈ હતી. કોટા ઉદયપુર હાઇવે પર શંભુપુરા પાસે આ ટક્કર થઈ હતી. જે ક્રુઝર કાર ટ્રક સાથે અથડાઈ તેમાં 16 લોકો સવાર હતા. જેમાંથી 9 લોકોના મોત થયા છે. જાણવા એવું પણ મળે છે કે આ પરિવાર મહારાષ્ટ્રનો હતો અને ખાટુ શ્યામના દર્શન કરી મહારાષ્ટ્ર જઈ રહ્યા હતા.
 

Add Zee News as a Preferred Source
TAGS:
India News